iPhone 16 Pro ને સસ્તામાં ખરીદવાનો મોકો, iPhone 17 લોંચ પહેલા અહીં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ

iPhone 16 Pro best Discount : નવા આઇફોન 17 સિરીઝના લોન્ચ પહેલા હાલના આઇફોન 16 પ્રોને મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. બેંક ડિસ્કાઉન્ટ ઉપરાંત, આ આઇફોનની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

Written by Ankit Patel
August 11, 2025 12:20 IST
iPhone 16 Pro ને સસ્તામાં ખરીદવાનો મોકો, iPhone 17 લોંચ પહેલા અહીં મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ
iPhone 16 પ્રો બેસ્ટ ડિસ્કાઉન્ટ - photo- jansatta

iPhone 16 Pro Price Cut: iPhone 16 Pro પર જો તમે સારી ડીલ શોધી રહ્યા છો, તો એક શાનદાર આવી તક છે. વિજય સેલ્સે નવા આઇફોન 17 સિરીઝના લોન્ચ પહેલા હાલના આઇફોન 16 પ્રોને મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. બેંક ડિસ્કાઉન્ટ ઉપરાંત, આ આઇફોનની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હા, ભારતમાં રૂ. 119,900 માં લોન્ચ થયેલો આ એપલ ફોન હાલમાં રૂ. 15000 ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ આઇફોન પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ વિશે જાણો.

આઇફોન 16 પ્રો ડીલ, ડિસ્કાઉન્ટ

આઇફોન 16 પ્રો વિજય સેલ્સમાં રૂ. 1,04,900 માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ આઇફોન રૂ. 119,900 ની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં આ ફોન મૂળ કિંમત કરતા રૂ. 15000 ઓછા ભાવે ઉપલબ્ધ છે.

જો તમે HDFC ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ અને EMI દ્વારા ફોન ખરીદો છો, તો તમને 4500 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે, ફોન 15 ટકા ડિસ્કાઉન્ટ પર મેળવી શકાય છે અને તમને તે 100,900 રૂપિયામાં મળશે.

iphone 16 price, iphone 16
આઇફોન ખરીદવાની સારી તક

iPhone 16 Pro સુવિધાઓ

iPhone 16 Pro સ્માર્ટફોનમાં 6.3-ઇંચ સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે જે ProMotion ટેકનોલોજી સાથે આવે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. Apple ની iPro શ્રેણીમાં A18 Pro ચિપસેટ છે જે ઝડપી પ્રદર્શન, સારી ઉર્જા કાર્યક્ષમતા, મજબૂત બેટરી લાઇફ પ્રદાન કરે છે. ફોનમાં Apple Intelligence અને AAA ગેમિંગ પણ છે.

iPhone 16 Pro માં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં 48MP પ્રાઇમરી વાઇડ-એંગલ લેન્સ (2જી જનરેશન ક્વાડ-પિક્સેલ સેન્સર), નવો 48MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 5x ઓપ્ટિકલ ઝૂમ સાથે 12MP ટેલિફોટો લેન્સ છે.

આ પણ વાંચોઃ- New Income Tax Bill 2025: આવકવેરા બિલ 2025 માં આ 10 મોટા ફેરફારો થઈ શકે છે, સંપૂર્ણ યાદી જુઓ

આ ડિવાઇસ 120fps સુધી 4K વિડિયો રેકોર્ડિંગને પણ સપોર્ટ કરે છે. iPhone 16 સિરીઝમાં, કંપનીએ સૌપ્રથમ એક નવું કેમેરા શટર બટન કેમેરા કંટ્રોલ આપ્યું હતું જે શટર બટન અને ઓપ્ટિકલ ઝૂમને નિયંત્રિત કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ