iPhone 16 Pro Price Drop in India : એપલનો પ્રીમિયમ સ્માર્ટફોન લેવાનું વિચારતા લોકો માટે સારા સમાચાર છે. એપલ આઇફોન 16 પ્રો સ્માર્ટફોન ભારતમાં મોટા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વિજય સેલ્સ પર ન્યૂ યર ઓફર હેઠળ એપલ પાસેથી આ પ્રીમિયમ ફોન ખરીદવાની આ એક શાનદાર તક છે. 13,000 રૂપિયાના કાપ સાથે એપલનો આ ફોન તે લોકો માટે એક ઉત્તમ વિકલ્પ છે જેઓ તેમના આઇફોનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે.
આઇફોન 16 પ્રો ડિસ્કાઉન્ટ
આઇફોન 16 પ્રો સ્માર્ટફોન સામાન્ય રીતે 1,19,900 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે. હાલ આ ફોન 1,06,900 રૂપિયામાં મળી રહ્યો છે. એટલે કે હેન્ડસેટ પર કુલ 13,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. આ ઉપરાંત આ ફોનને બેંક ઓફર્સ સાથે વધુ સારી કિંમતમાં લઇ શકાય છે. ICICI અને SBI કાર્ડથી યૂઝર્સને 4000 રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ મળશે એટલે કે ફોનની ઇફેક્ટિવ કિંમત 1,02,900 રૂપિયા રહી જશે.
એચડીએફસી કાર્ડથી યૂઝર્સને આ ફોન પર 4500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. જે બાદ ફોનની અસરકારક કિંમત 1,02,400 રૂપિયા થઇ જશે.
આઇફોન 16 પ્રો ફિચર્સ
આઇફોન 16 પ્રો હાલમાં એપલના બજારમાં ઉપલબ્ધ શ્રેષ્ઠ આઇફોનમાંનો એક છે. આઇફોન 16 પ્રો, જે 6.3 ઇંચની મોટી ડિસ્પ્લે સાથે આવે છે, તેમાં આઇફોન 15 પ્રો કરતા પણ મોટી ડિસ્પ્લે મળે છે. આ હેન્ડસેટમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી, 12 મેગાપિક્સલ અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલ ટેલિફોટો લેન્સ સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં એ18 પ્રો ચિપસેટ છે. એપલનો આ ફોન હાલમાં બજારમાં ઉપલબ્ધ સૌથી શક્તિશાળી ફોન છે.
આ પણ વાંચો – Vivo T3x સ્માર્ટફોનની કિંમત ઘટી, 6000mAhની બેટરી અને 50MP કેમેરા વાળા આ ફોનમાં શું છે ખાસ
આઇફોન 16 સિરીઝ બનાવવા માટે ગ્રેડ ૫ ટાઇટેનિયમ મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હેન્ડસેટમાં 100 ટકા રિસાયકલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં એપલ ઇન્ટેલિજન્સનો શાનદાર અનુભવ જોવા મળે છે.





