iPhone 16e : એપલના સસ્તા ફોન પરથી ઉંચકાયો પડદો, જાણો કિંમત અને ફિચર્સ

iPhone 16e Launched : એપલે આઇફોન 16e લોન્ચ કર્યો. શુક્રવારે 21 ફેબ્રુઆરીથી એપલની વેબસાઇટ પર ફોનના પ્રી-ઓર્ડર શરૂ થશે. ફોનનું વેચાણ 28 ફેબ્રુઆરીથી શરૂ થશે. જાણો નવા એપલ આઇફોન 16ઇની કિંમત અને ફીચર્સ વિશે

iPhone 16e Launched : એપલે આઇફોન 16e લોન્ચ કર્યો. શુક્રવારે 21 ફેબ્રુઆરીથી એપલની વેબસાઇટ પર ફોનના પ્રી-ઓર્ડર શરૂ થશે. ફોનનું વેચાણ 28 ફેબ્રુઆરીથી શરૂ થશે. જાણો નવા એપલ આઇફોન 16ઇની કિંમત અને ફીચર્સ વિશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
iPhone 16e, iPhone 16e launched in India

એપલે આઇફોન 16ઇ ફોન લોન્ચ કર્યો

iPhone 16e Launched : ઘણા મહિનાઓની રાહ જોયા પછી એપલે આખરે આઇફોન એસઇ (2022) નું અપગ્રેડેડ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. નવા વેરિએન્ટને ક્યુપરટિનો સ્થિત કંપનીએ આઇફોન 16e નામથી રજૂ કર્યો છે. આ ફોનમાં કંપનીએ પોતાની એફોર્ડેબલ આઇફોન સીરીઝમાં પહેલીવાર ઘણા ફીચર્સ આપ્યા છે. નવા આઇફોન 16ઇમાં ફેસ આઇડી સાથે નોચ ડિઝાઇન, એપલ ઇન્ટેલિજન્સ માટે સપોર્ટ અને OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જાણો નવા એપલ આઇફોન 16ઇની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

iPhone 16e કિંમત

લેટેસ્ટ આઇફોન 16ઇની કિંમત 59,999 રૂપિયાથી શરૂ થાય છે. શુક્રવાર (21 ફેબ્રુઆરી 2025)થી એપલની વેબસાઇટ પર ફોનના પ્રી-ઓર્ડર શરૂ થશે. ફોનનું વેચાણ 28 ફેબ્રુઆરીથી શરૂ થશે. હેન્ડસેટના 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 69,900 રૂપિયા અને 89,900 રૂપિયા રાખવામાં આવી છે. આ ડિવાઇસને પાંચ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

iPhone 16e ફીચર્સ

આઇફોન 16ઇમાં 6.1 ઇંચ (2532×1170 પિક્સલ) OLED 460ppi સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનની બ્રાઇટનેસ 1200 નીટ્સ સુધી છે. ડિસ્પ્લે ટ્રુ ટોન, સિરામિક શિલ્ડ પ્રોટેક્શન આપે છે.

એપલનો નવો ફોન છ કોરની A18 3nm ચિપ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જે 64-બિટ આર્કિટેક્ચર પર આધારિત છે. આ ડિવાઇસમાં 16 કોર ન્યૂરલ એન્જિન આપવામાં આવ્યું છે. ફોનમાં iOS 18 આઉટ ઓફ ધ બોક્સ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્ટ (IP68) છે.

Advertisment

આ પણ વાંચો - સેમસંગ અને રેડમીના સૌથી સસ્તા 5G સ્માર્ટફોન, જાણો કયો ખરીદવો ફાયદામાં રહેશે

નવા એપલ આઇફોન 16ઇમાં એપર્ચર એફ/1.6 સાથે 48 મેગાપિક્સલનો વાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન, 2x ટેલિફોટો, ફોટોનિક એન્જિન, ટ્રુ ટોન ફ્લેશ, 4કે 60 એફપીએસ પર ડોલ્બી વિઝન સાથે એચડીઆર વીડિયો રેકોર્ડિંગ અને 30fps પર 4K HDRમાં સિનેમેટિક મોડને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એપર્ચર એફ /1.9 સાથે 12-મેગાપિક્સલનું ટ્રુડેપ્થ સેન્સર છે જે ફોકસ પિક્સેલ્સ સાથે ઓટોફોકસ, રેટિના ફ્લેશને સપોર્ટ કરે છે.

આઇફોન 16ઇમાં ફેસઆઇડી ફેશિયલ રેકગ્નિશન માટે ટ્રુડેપ્થ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ પણ આપવામાં આવ્યા છે.

કનેક્ટિવિટી માટે એપલના હેન્ડસેટમાં 5G, 802.11be Wi-Fi 7, Gigabit-class LTE, બ્લૂટૂથ 5.3, એનએફસી, જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આઇફોન 16ઇમાં આપવામાં આવેલી લિથિયમ-આયન બેટરીમાં 26 કલાક સુધીનું વીડિયો પ્લેબેક મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

5G ટેકનોલોજી બિઝનેસ સ્માર્ટફોન