/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/iPhone-17.jpg)
iPhone 17 vs iPhone 17 Air: એપલ સપ્ટેમ્બર 2025માં પોતાની નવી આઇફોન 17 સીરિઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે
iPhone 17 vs iPhone 17 Air: એપલ સપ્ટેમ્બર 2025માં પોતાની નવી આઇફોન 17 સીરિઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે આગામી એપલ સીરીઝમાં iPhone 17 Air નામથી એક નવું સ્લિક અને અલ્ટ્રા લાઇટ મોડલ રજૂ કરી શકે છે. જોકે આ શ્રેણીમાં આવતા પ્રીમિયમ આઇફોન 17 અને આઇફોન 17 પ્રો મેક્સ દરેકનું ધ્યાન આકર્ષિત કરશે તેવી અપેક્ષા છે, પરંતુ લોકપ્રિય Air વેરિઅન્ટ પણ નવા ઇનોવેશન સાથે ચર્ચામાં છે.
ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર એપલ આ વર્ષે 4 નવા મોડલ રજૂ કરશે. જેમાં સ્ટાન્ડર્ડ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને એક નવો સ્લિમ સ્માર્ટફોન iPhone 17 Air હશે. ખાસ કરીને સ્લીમ વધારે કોમ્પેક્ટ ફોન ઇચ્છતા યુઝર્સને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. iPhone 17 Air વધુ સારી ડિઝાઇન મળવાની આશા છે. જ્યારે સ્ટાન્ડર્ડ આઇફોન 17 ને રિડિઝાઇન કરેલા બેક કવર, કર્વ્ડ ફ્રેમ સાથે લોન્ચ કરવામાં આવશે. જેથી સારી અને સુવિધાજનક ગ્રીપ મળી શકે.
iPhone 17 કેમેરા ફીચર્સ
આઇફોન 17ના બેઝ મોડેલમાં અપગ્રેડેડ 24MP ફ્રન્ટ કેમેરા હોવાની માહિતી મળી છે, જે વધુ સારી ગુણવત્તાની શાર્પ સેલ્ફી અને વીડિયો કોલ્સ થવાની આશા છે. હેન્ડસેટમાં રિયર પર આઇફોન 16ની જેમ ડ્યુઅલ લેન્સ સેટઅપ મળી શકે છે. એટલે કે આ ડિવાઇસને 48MP પ્રાઇમરી અને 12MP અલ્ટ્રા-વાઇડ લેન્સ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઇફોન 17 એર કેમેરા ડિટેલ્સ
સ્લિમ બોડીને જાળવી રાખવા માટે આઇફોન 17 એરમાં સિંગલ 48MP ‘Fusion’ રિયર કેમેરો મળવાની આશા છે. ટેલિફોટો લેન્સ વિના વધુ સારી ફોટોગ્રાફી માટે પ્રાથમિક કેમેરાને ઓપ્ટિમાઇઝ કરવામાં આવશે. ફોનમાં જોવા મળતા મિનિમલ કેમેરા લેઆઉટને ફોનની સુવ્યવસ્થિત ડિઝાઇન અનુસાર ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો - OnePlus 13s સ્માર્ટફોનની લોન્ચ ડેટનો ખુલાસો, આ દિવસે ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરશે
આઇફોન 17 સીરીઝ લોન્ચ ટાઇમલાઇન
એપલ સપ્ટેમ્બરમાં કીનોટ પર આઇફોન 17 સિરીઝના ચારેય નવા સ્માર્ટફોન લોન્ચ કરે તેવી સંભાવના છે. ક્યુપરટિનો સ્થિત કંપનીએ હજુ સુધી આ ફોનની લોન્ચિંગ ડેટનો ખુલાસો કર્યો નથી, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ટેક જાયન્ટ આ મહિને પોતાના ટ્રેડિશનલ આઇફોન લોન્ચ કરી રહી છે.
ભારત, અમેરિકા અને દુબઈમાં આઇફોન 17 સીરીઝની અપેક્ષિત કિંમત
હાલની ટ્રેડ પોલિસી અનુસાર આગામી આઇફોન 17 સીરીઝની કિંમત અલગ-અલગ હોઇ શકે છે. સ્માર્ટફોન અને લેપટોપ જેવી ટેક પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટને કારણે એપલે કેટલાક ટેરિફને ટાળ્યા છે, પરંતુ ભવિષ્યના નિયમનકારી ફેરફારો હજી પણ ખર્ચને અસર કરી શકે છે.
ભારતમાં આઇફોન 17ની કિંમત 89,900 રૂપિયાથી શરૂ થવાની આશા છે. આ સાથે જ આઇફોન 17 પ્રો મેક્સને 1,64,900 રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ કરાવી શકાય છે. અમેરિકામાં આ આઇફોન રો 899 ડોલરની પ્રારંભિક કિંમતે લોન્ચ થવાની આશા છે. જ્યારે દુબઈમાં બેઝ વેરિઅન્ટની કિંમત 3,799 એઇડીથી શરૂ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us