iPhone 17 લોન્ચ થવાની તારીખ લીક! નવો એપલ આઈફોન સૌથી સસ્તા ક્યાં મળશે? જાણો કિંમત, કેમેરા અને ચિપસેટની તમામ વિગત

iphone 17 Series Launch Date Details Leaked : આઇફોન 17 લોન્ચ થવાની વિગતો લીક થઇ છે. ભારત, યુએઈ અને અમેરિકામાં અપેક્ષિત કિંમત, નવી ડિઝાઇન, કેમેરા અપગ્રેડ અને પાવરફુલ ચિપસેટ સાથે જોડાયેલી દરેક બાબત અહીં વાંચો.

Written by Ajay Saroya
August 07, 2025 11:45 IST
iPhone 17 લોન્ચ થવાની તારીખ લીક! નવો એપલ આઈફોન સૌથી સસ્તા ક્યાં મળશે? જાણો કિંમત, કેમેરા અને ચિપસેટની તમામ વિગત
iPhone 17 Series Price Leak : એપલ આઈફોન, પ્રતિકાત્મક તસવીર.

iphone 17 Series Launch Date Details Leaked : એપલના ફેન્સ આઈફોન 17 સીરીઝના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી આઇફોન 17 સિરીઝની સત્તાવાર લોન્ચિંગ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ અમુક લીક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અપકમિંગ એપલ આઈફોન 17 આવતા મહિને 3 અથવા 9 સપ્ટેમ્બરે લોન્ચ કરી શકાય છે. આઇફોન 17 સીરીઝમાં એપલ ચાર નવા મોડલ રજૂ કરે તેવી શક્યતા છે – આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ. આ નવા આઇફોનમાં પાછલી જનરેશનની તુલનામાં ઘણા મોટા અપગ્રેડ મળવાની અપેક્ષા છે.

iPhone 17, iPhone 17 Pro Chipset : આઇફોન 17, આઇફોન 17 પ્રો ચિપસેટ

અત્યાર સુધી ઘણા રિપોર્ટ્સમાં ખુલાસો થયો છે કે સ્ટાન્ડર્ડ iPhone 17માં જૂનો A18 ચિપસેટ મળશે, પરંતુ નવા લીકથી સંકેત મળે છે કે ફોનમાં લેટેસ્ટ A19 પ્રોસેસર આપી શકાય છે. જો કે, બેઝ મોડેલમાં 8 જીબી અથવા 12 જીબી રેમ અપગ્રેડ હશે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. આ ફોનને Qi 2.2 વાયરલેસ ચાર્જિંગ માટે સપોર્ટ કરી શકાય છે.

એપલના આગામી આઇફોન 17 પ્રો સ્માર્ટફોનમાં નવો એ19 પ્રો ચિપસેટ મળવાની આશા છે. આ સિવાય હેન્ડસેટમાં 12 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપી શકાય છે. અગાઉના પ્રો વેરિઅન્ટ કરતા 4 જીબી વધુ રેમ હોઈ શકે છે. આઇફોન 17 પ્રો મેક્સ આઇફોનમાં જોવા મળતી અત્યાર સુધીની સૌથી મોટી 5500mAh બેટરી પેક કરે તેવી અપેક્ષા છે. હેન્ડસેટને મેગ્સેફ દ્વારા 25W ફાસ્ટ ચાર્જિંગ અને ચાર્જિંગ માટે Qi2 સપોર્ટ સાથે 15W વાયરલેસ ચાર્જિંગની અપેક્ષા છે.

iPhone 17, iPhone 17 Pro Camera : આઇફોન 17, આઇફોન 17 પ્રો કેમેરા

આઇફોન 17માં ડ્યુઅલ કેમેરા સિસ્ટમ મળવાની આશા છે. નવા આઈફોનમાં 48MP પ્રાઇમરી સેન્સર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ લેન્સ આપવામાં આવી શકે છે, જે લો લાઇટમાં વધુ સારી ક્વોલિટીના ફોટો આપશે.

આઇફોન 17 પ્રો સ્માર્ટફોનમાં ટ્રિપલ-રિયર કેમેરા સેટઅપ હોઇ શકે છે. ડિવાઇસમાં જોવા મળતો 48MPનો કેમેરો 8K રેકોર્ડિંગ મેળવી શકે છે. તે જ સમયે, 48-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 48 એમપીનો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. ડિવાઇસમાં ફ્રન્ટમાં 24 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો હોઈ શકે છે.

iPhone 17, iPhone 17 Pro Design : આઇફોન 17, આઇફોન 17 પ્રો ડિઝાઇન

લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર નવી આઇફોન 17 સીરીઝમાં એપલ રિયર પર એલ્યુમિનિયમ ફ્રેમ આપી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કંપની પોતાના ફ્લેગશિપ ડિવાઈસમાં સ્ટેનલેસ સ્ટીલ અને ટાઈટેનિયમ જેવી સામગ્રીનો ઉપયોગ કરી રહી છે.

આગામી આઇફોન 17 પ્રો સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં અલ્ટ્રા-સ્લિમ બેઝલ્સ છે અને એક ડાયનેમિક આઇલેન્ડ છે જેમાં ફ્રન્ટ કેમેરો સ્થિત છે. આ સાથે જ પાછળના ભાગમાં પહોળા લંબચોરસ કેમેરા આઇલેન્ડ હોઇ શકે છે, જેમાં ત્રણ લેન્સ અને બિલ્ટ-ઇન ફ્લેશ હશે. ડિવાઇસમાં એપલ લોગોને પહેલા કરતા થોડો ઓછો શિફ્ટ કરી શકાય છે.

iPhone 17, iPhone 17 Pro Price : આઇફોન 17, આઇફોન 17 પ્રોની કિંમત

બ્લૂમબર્ગના વિશ્લેષક માર્ક ગુરમનના જણાવ્યા અનુસાર આઇફોન 17 સીરીઝ આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ સ્માર્ટફોનમાં લોન્ચ કરવામાં આવશે. આ ડિવાઇસનું વેચાણ 8 થી 10 સપ્ટેમ્બર, 2025 ની વચ્ચે શરૂ થવાની સંભાવના છે. આઇફોન 17 પ્રોની કિંમત ભારતમાં 1,45,990 રૂપિયાથી શરૂ થઇ શકે છે. અમેરિકામાં આ ડિવાઇસની પ્રારંભિક કિંમત 1,199 ડોલર હોવાની ધારણા છે. યૂએઈમાં આની કિંમત 4,403 AED આસપાસ હોઈ શકે છે. ટોપ ટિયર આઇફોન 17 પ્રો મેક્સની કિંમત ભારતમાં 1,64,990 રૂપિયા અને અમેરિકામાં 1,499 ડોલર હોવાની આશા છે. જ્યારે દુબઈમાં શરૂઆતી કિંમત એઈડી 5,299 હોઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ