/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/js-iPhone-SE-3.jpg)
Apple iPhone SE 4માં iPhone 14 જેવી ડિઝાઇન હોઈ શકે છે
iPhone SE 4 : થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આઈફોન એસઈ (iPhone SE) સિરીઝનું નવું વેરિઅન્ટ હવે લૉન્ચ કરવામાં આવશે નહીં. પરંતુ હવે ચોથી પેઢીના iPhone SE સંબંધિત માહિતી સામે આવી છે. MacRumorsના નવા રિપોર્ટ અનુસાર, નવા Apple iPhone SEનું કોડનેમ Ghost છે અને તેને નવી ડિઝાઇન સાથે લોન્ચ કરી શકાય છે. નવા iPhone SE ની ડિઝાઇન iPhone 14 ના બેઝ મોડલ જેવી જ હોવાની અપેક્ષા છે.
તમને જણાવી દઈએ કે નવો iPhone SE 4 એ ગયા વર્ષે (2022) લોન્ચ કરાયેલ iPhone SE 3નું અપગ્રેડ હશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પરંપરાગત iPhone 8ને બદલે iPhone SE 4 સ્માર્ટફોનમાં લેટેસ્ટ iPhoneમાં જોવા મળતી એડવાન્સ ડિઝાઇન હશે, જે iPhone 14ના બેઝ મોડલથી પ્રેરિત છે.
આ પણ વાંચો: Dhanteras 2023 : વિક્રમ સંવત 2079માં રોકાણકારોને સોના કરતા ચાંદીમાં સવાયું રિટર્ન
આ સિવાય, એવી અપેક્ષા છે કે iPhone SE iPhone 14 ચેસિસના સંશોધિત વરઝ્નનો ઉપયોગ કરશે. આગામી Apple ફોનમાં ટચ આઈડી હોમ બટનની જગ્યાએ ફેસ આઈડી ડિટેક્શન ફીચર ઉપલબ્ધ હોઈ શકે છે.
iPhone SE 4 ડિટેલ્સ
આગામી iPhone SE 4 iPhone 14 કરતા નાનો હોવાની ધારણા છે. હેન્ડસેટનું વજન 165 ગ્રામ હોઈ શકે છે. આ સિવાય નવા Apple iPhone SE 4માં એક્શન બટન અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ પણ ઉપલબ્ધ હશે. તમને જણાવી દઈએ કે એક્શન બટનની મદદથી એપલ યુઝર્સ ફોનમાં ઘણા કાર્યો કરી શકે છે. આમાં એપ લોન્ચ કરવાથી લઈને સ્ક્રીનશોટ લેવા સુધીના કાર્યોનો સમાવેશ થાય છે. આ સિવાય iPhone SE લાઇનઅપમાં USB Type-C પોર્ટ પણ આપવામાં આવશે. હેન્ડસેટમાં નવીનતમ iPhone 15 જેવો 48MP કેમેરા હોવાની પણ અપેક્ષા છે.
આ પણ વાંચો: 5 Diwali Resolutions : આ વખતે દિવાળી પર કરો આ 5 સંકલ્પ
iPhone SE 4 2024માં રિલીઝ થવાની ધારણા છે. MacRumors રિપોર્ટ દર્શાવે છે કે Apple આગામી iPhone SE 4 પર ઘણું ધ્યાન આપી રહ્યું છે અને તે બજારમાં પહેલેથી હાજર ઘણા ઉપકરણોને સ્પર્ધા આપી શકે છે. નોંધનીય છે કે iPhone SE 4 એક બજેટ ફ્રેન્ડલી ડિવાઇસ હશે જેમાં યુઝર્સને લો-રીઝોલ્યુશન ડિસ્પ્લે અને નાની બેટરી મળશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us