iPhone SE Price Leaked: એપલના આગામી નવા આઈફોનને લઈને સમાચાર આવવા લાગ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી એપલની નવી પ્રોડક્ટ આઇફોન એસઇ (2025) સાથે જોડાયેલી જાણકારી સતત સામે આવી રહી છે. એપલ આઇફોન એસઇ (2025) સાથે સંબંધિત એક નવા લીક થયેલા અહેવાલમાં આગામી હેન્ડસેટની કિંમતનો ખુલાસો થયો છે. કોરિયાથી આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે નેક્સ્ટ-જનરેશન આઇફોન એસઇને 499 ડોલર (લગભગ 43,000 રૂપિયા)ની કિંમતે ઉપલબ્ધ કરાવી શકાય છે.
નોંધનીય છે કે પ્રાઇસ લીક સાથે જોડાયેલી આ જાણકારી એવા સમયે આવી છે જ્યારે એપલના પ્રશંસકો અનુમાન લગાવી રહ્યા હતા કે શું એપલ આ વખતે આઇફોન એસઇની કિંમતમાં વધારો કરશે?
એપલ આઇફોન એસઇ ફીચર્સ
અહેવાલો અનુસાર, એપલના આઇફોન એસઇ (2025)માં એપલનું લેટેસ્ટ એ-18 ચિપસેટ આપવામાં આવશે. આ આઇફોન મોડલમાં 8જીબી રેમ અને 48MP પ્રાઇમરી રિયર કેમેરા જેવા અપગ્રેડેડ ફીચર્સ મળવાની અપેક્ષા છે, જે હેન્ડસેટને ફ્લેગશિપ આઇફોન મોડલ્સ જેવું જ પરફોર્મન્સ આપે તેવી અપેક્ષા છે.
ડિવાઇસમાં 6.06 ઇંચની OLED ડિસ્પ્લે મળશે. એપલ આઇફોનને વાઇબ્રેન્ટ અને હાઇ-ક્વોલિટી સ્ક્રીન અનુભવ મળવાની અપેક્ષા છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 60 હર્ટ્ઝ સુધીનો હોઈ શકે છે.
આ પણ વાંચો – વનપ્લસ 12 સ્માર્ટફોનને ખરીદવાની શાનદાર તક, 12,000 રૂપિયાની છૂટ
આગામી એપલ આઇફોન એસઇમાં પણ આ વખતે ફેસ આઇડી ફીચર મળવાની આશા છે. આઇફોન એસઇ (2025) માં એપલ પાસેથી આઇફોન 14 જેવી ડિઝાઇન મળવાની અપેક્ષા છે. ડિવાઇસમાં ફેસ આઇડી માટે નોચ પણ હોઇ શકે છે. એસઇ શ્રેણી માટે આ એક મુખ્ય અપગ્રેડ હશે. નોંધનીય છે કે અત્યાર સુધી એપલના મોંઘા ફોનમાં ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી ઉપલબ્ધ છે.
આઇફોન એસઇ આઇફોન 16ના અલ્ટ્રાવાઇડ કેમેરા, સ્લિક ડિઝાઇન જેવા તમામ પ્રીમિયમ ફીચર્સ આપી શકે છે. આઇફોન એસઇ (2025) આ અપગ્રેડેડ ફીચર્સ સાથે એક શાનદાર બજેટ સ્માર્ટફોન બની શકે છે. તમને જણાવી દઈએ કે આઈફોન એસઇ (2025) વર્ષના પહેલા છમાસિક ગાળામાં લોન્ચ થવાની આશા છે.





