iPhone ચોરી થવા કે ખોવાઇ જવા પર હવે AppleCare+ પ્લાનથી મળશે તાત્કાલિક રિપ્લેસમેન્ટ, જાણો કેવી રીતે

Apple Applecare+ Plan in India :એ પલે AppleCare+ પ્લાન રજૂ કર્યો છે, જેમાં iPhone ચોરી થવા કે ખોવાઇ જવાનું કવરેજ સામેલ છે. ભારતીય યુઝર્સને પ્રથમ વખત કંપની તરફથી આ સ્તરની ઉન્નત ડિવાઇસ સુરક્ષા મળી રહી છે

Written by Ashish Goyal
Updated : November 20, 2025 20:16 IST
iPhone ચોરી થવા કે ખોવાઇ જવા પર હવે AppleCare+ પ્લાનથી મળશે તાત્કાલિક રિપ્લેસમેન્ટ, જાણો કેવી રીતે
એપલે ભારતમાં યુઝર્સ માટે પોતાના ડિવાઇસ પ્રોટેક્શન પ્રોગ્રામમાં એક નવો ફેરફાર કર્યો છે (Express Image)

Apple Launches Theft and Loss Applecare+ Plan in India: એપલે ભારતમાં યુઝર્સ માટે પોતાના ડિવાઇસ પ્રોટેક્શન પ્રોગ્રામમાં એક નવો ફેરફાર કર્યો છે. આ વખતે એપલે AppleCare+ પ્લાન રજૂ કર્યો છે, જેમાં iPhone ચોરી થવા કે ખોવાઇ જવાનું કવરેજ સામેલ છે. આ નવા પ્લાન સાથે ભારતીય યુઝર્સને પ્રથમ વખત કંપની તરફથી આ સ્તરની ઉન્નત ડિવાઇસ સુરક્ષા મળી રહી છે. એપલે તેના હાલના AppleCare+ પ્લાન માટે યુઝર્સને માસિક અને વાર્ષિક ચુકવણી વિકલ્પો પણ આપ્યા છે.

AppleCare+ એપલની એક્સટેંડેડ સુરક્ષા સેવા છે. તે યુઝર્સને સપોર્ટ અને રિપેર કવરેજ પ્રદાન કરે છે, જે સામાન્ય રીતે વર્ષની વોરંટી કરતા વધારે છે. આ નવા પ્લાન પહેલાં iPhone ચોરી થવા પર કે ચોરાયેલા અથવા ખોવાઇ જવાની સુરક્ષા તેમાં સામેલ ન હતી. અગાઉ ભારતમાં યુઝર્સ પાસે ફક્ત એવા પ્લાન હતા જેમાં એક્સિડેંટલ ડેમેજ, રિપેયર્સ, બેટરી સર્વિસ અને પ્રાથમિકતા સપોર્ટ આપતા હતા. હવે તેમને આ નવી સુવિધા પણ મળી છે તે વાર્ષિકને બદલે માસિક સબ્સ્ક્રિપ્શન દ્વારા પેમેન્ટ કરી શકે છે, જેનાથી તેમના ઉપર ખર્ચનો ભાર પણ ઓછો થઇ જશે.

નવા પ્લાનમાં શું વધારાની સુરક્ષા મળે છે?

નવા પ્લાનમાં યુઝર્સને iPhone ચોરી થવો કે ખોવાઇ જવાની સુરક્ષા આપે છે, જે Apple દ્વારા જાહેર કરાયેલ સૌથી મહત્વપૂર્ણ ફેરફાર છે. આ પ્લાન હવે ભારતમાં દર મહિને ₹799 થી શરૂ થાય છે અને વર્ષમાં બે વખત ચોરી અથવા ખોવાઇ જવાની ઘટનાઓને આવરી લે છે. જો કોઈ યુઝર્સનું ડિવાઇસ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો એપલ તેને બદલી દેશે. જોકે યુઝર્સે યોગ્ય પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે.

આ પણ વાંચો – Vivo X300 Pro ની કિંમત લોન્ચ પહેલા લીક થઇ, જાણો ભારતમાં કેટલા રુપિયામાં વેચાશે

આ સુવિધા અને સુરક્ષા અગાઉ ભારતમાં યુઝર્સ માટે ઉપલબ્ધ ન હતી. આ પહેલનું ભારતીય યુઝર્સ દ્વારા નિઃશંકપણે સ્વાગત કરવામાં આવશે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ જાહેરાત પહેલાં યુઝર્સને ડિવાઇસ ખોવાઇ જવાની કે ચોરી થવાની સ્થિતિમાં સુરક્ષા મેળવવા માટે થર્ડ પાર્ટી કવર પર આધાર રાખવો પડતો હતો.

અપડેટેડ પ્લાનમાં શું સામેલ છે?

અપડેટેડ પ્લાનમાં હવે પ્રમાણભૂત AppleCare+ ના તમામ લાભો સામેલ છે. તેમાં અનલિમિટેડ એક્સીડેંટલ ડેમેજ રિપેયર્સ અસલી એપલ પાર્ટ્સ સાથે મળે છે. સાથે યુઝર્સને 24/7 પ્રાયોરિટી ટેકનિકલ સપોર્ટ અને જ્યારે બેટરી હેલ્થ ચોક્કસ સીમાથી નીચે જાય છે ત્યારે બેટરી સર્વિસ પણ મળે છે. રિપેયર્સ અને રિપ્લેસમેન્ટ Apple Stores અથવા અધિકૃત સર્વિસ સેન્ટર પર થાય છે, જેમાં એ સુનિશ્ચિત થાય છે કે ડિવાઇસમાં ફક્ત માન્ય કંપોનેંટ્સનો ઉપયોગ થાય છે અને પ્રક્રિયા પ્રશિક્ષિત ટેકનિશિયન દ્વારા હાથ ધરવામાં આવે છે.

AppleCare+ પ્લાનને ખરીદવો અને મેનેજ કરવો બન્યો સરળ

એપલે આ પ્લાનને ખરીદવા અને મેનેજ કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવી છે. યુઝર્સ સીધા તેમના iPhone, iPad અથવા Mac ના સેટિંગ્સ એપ્લિકેશનમાંથી પોતાની પાત્રતા ચેક કરી શકે છે, ઉપલબ્ધ વિકલ્પ જોઇ શકે છે અને કોઇપણ AppleCare+ પ્લાન ખરીદી શકે છે. યુઝર્સ ખરીદી પૂર્ણ કરી લે તે પછી કવરેજ તરત જ શરૂ થઇ જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ