iPhone 15 Plus પર અત્યાર સુધીની બેસ્ટ ઓફર, આઈફોન 16 લોન્ચ થાય તે પહેલા કિંમતો ઘટી, ચેક કરો ઓફર્સ

iPhone 15 Plus Price : આઇફોન 15 પ્લસને સપ્ટેમ્બર 2023માં આઇફોન 15, આઇફોન 15 પ્રો અને આઇફોન 15 પ્રો મેક્સની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો

Written by Ashish Goyal
Updated : September 03, 2024 17:32 IST
iPhone 15 Plus પર અત્યાર સુધીની બેસ્ટ ઓફર, આઈફોન 16 લોન્ચ થાય તે પહેલા કિંમતો ઘટી, ચેક કરો ઓફર્સ
આઇફોન 15 પ્લસ હાલમાં ફ્લિપકાર્ટ પર 75,999 રૂપિયામાં લિસ્ટેડ છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે

iPhone 15 Plus Price Cut : એપલ પોતાની નેક્સ્ટ જનરેશન આઇફોન સિરીઝ (iPhone 16 Series) 9 સપ્ટેમ્બરે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આગામી iPhone 16 સીરીઝના લોન્ચિંગ પહેલા ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટથી A16 Bionic ચિપસેટ સાથેનો iPhone 15 Plus ને ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે આઇફોન 15 પ્લસને સપ્ટેમ્બર 2023માં આઇફોન 15, આઇફોન 15 પ્રો અને આઇફોન 15 પ્રો મેક્સની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.

ભારતમાં આઇફોન 15 પ્લસ ડિસ્કાઉન્ટ પ્રાઇસ

આઇફોન 15 પ્લસ હાલમાં ફ્લિપકાર્ટ પર 75,999 રૂપિયામાં લિસ્ટેડ છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફર પણ ઉપલબ્ધ છે, જેમાં આ ફોન અત્યાર સુધીની સૌથી ઓછી અસરકારક કિંમતે મળશે. તે જ સમયે આ વેરિઅન્ટ એપલ ઇન્ડિયાની વેબસાઇટ પર 89,600 રૂપિયામાં લિસ્ટેડ છે.

એચએસબીસીના ગ્રાહકો અથવા ફેડરલ બેંક ક્રેડિટ કાર્ડ પર આ આઇફોનને ઇએમઆઇ પર લેવા પર 1,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બેંક ઓફ બરોડા કાર્ડધારકો અને યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 1000 રૂપિયાની છૂટ મળશે.

આ પણ વાંચો – ઇન્ફિનિક્સ ઝીરો 40 સીરીઝ લોન્ઝ, જાણો કિંમત અને ફિચર્સ

નોંધનીય છે કે 256 જીબી સ્ટોરેજવાળા આઇફોન 15 પ્લસને ફ્લિપકાર્ટ પરથી 75,999 રૂપિયામાં અને 512 સ્ટોરેજવાળા આઇફોન 15 પ્લસને 1,05,999 રૂપિયામાં ખરીદવાની તક છે. આ બંને વેરિએન્ટને એપલની વેબસાઇટ પર અનુક્રમે 99,600 રૂપિયા અને 1,19,600 રૂપિયામાં ખરીદી શકાય છે.

આઇફોન 15 પ્લસ ફીચર્સ

આઇફોન 15 પ્લસમાં 6.7 ઇંચની સુપર રેટિના એક્સડીઆર OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. એપલનો આ પહેલો ફોન છે જે યુએસબી ટાઇપ-સી ચાર્જિંગ પોર્ટ સાથે આવે છે. આ હેન્ડસેટમાં A16 બાયોનિક ચિપસેટ છે. ફોનમાં 48 મેગાપિક્સલ પ્રાઇમરી અને 12 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ રિયર સેન્સર આપવામાં આવ્યા છે. આ આઇફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો ટ્રુડેપ્થ કેમેરો આપવામાં આવ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ