આઈપીએલ સાથે આ કંપનીઓના શેરમાં જોવા મળશે ધુંઆધાર તેજી, એક વર્ષમાં 73 ટકા સુધીનું જબરદસ્ત રિટર્ન

IPL Stock Watch : આઈપીએલ 2024ની શરૂઆત સાથે એરલાઈન્સ, હોટેલ અને સ્પોર્ટ્સ ચેનલ મીડિયા કંપનીઓના શેર ફોકસમાં રહેશે. રોકાણકારોને આ સેક્ટરની કંપનીઓના શેરમાં છેલ્લા એક વર્ષમાં 73 ટકા સુધીનું જબરદસ્ત રિટર્ન મળ્યું છે.

IPL Stock Watch : આઈપીએલ 2024ની શરૂઆત સાથે એરલાઈન્સ, હોટેલ અને સ્પોર્ટ્સ ચેનલ મીડિયા કંપનીઓના શેર ફોકસમાં રહેશે. રોકાણકારોને આ સેક્ટરની કંપનીઓના શેરમાં છેલ્લા એક વર્ષમાં 73 ટકા સુધીનું જબરદસ્ત રિટર્ન મળ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ipl |ipl 2024 | ipl stock watch | bse sensex | share market | stock market |

આઈપીએલ 2024 સીઝનની શરૂઆત સાથે શેરબજારમાં અમુક કંપનીઓના શેરમાં મૂવમેન્ટ જોવા મળશે. (Photo - iegujarati)

IPL Stock Watch : આઈપીએલ 2024ની આજથી ધમાકેદાર શરૂઆત થઇ રહી છે. તો ઈન્ડિયન પ્રિમિયમ લીગ (આઈપીએલ)ની શરૂઆત સાથે જ શેરબજારમાં લિસ્ટેડ અમુક કંપનીઓના શેરમાં પણ તેજીની ધુંઆધાર બેટિંગ જોવા મળી શકે છે. આઈપીએલ માટે કરોડો રૂપિયામાં ક્રિકેટ ખેલાડીઓની હરાજીની જેમ ક્રિકેટ મેચના રાઈટ્સ અને તે સંબંધિત બિઝનેસ પણ લાખ કરોડો રૂપિયાનો હોય છે. આઈપીએલની શરૂઆતથી શેરબજારમાં લિસ્ટેડ 3 કંપનીના શેર ધ્યાનમાં રાખવા જોઇએ.

Advertisment

ટીવી18 બ્રોડકાસ્ટ (TV18 Broadcast Stocks)

ટીવી18 બ્રોડકાસ્ટ, રિલાયન્સની માલિકીની નેટવર્ક 18 ગ્રૂપની પેટાકંપની છે. આ કંપની સમાચાર, મનોરંજન અને ઇન્ફોટેનમેન્ટ કેટેગરીલમાં ફેલાયેલા વિવિધ પ્લેટફોર્મનું સંચાલન કરે છે. ઉપરાંત, તે જૂથના મોશન પિક્ચર બિઝનેસ અને JioCinema ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મનું પણ સંચાલન કરે છે.

ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ IPL - જે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન સ્પોર્ટિંગ લીગ છે, તેના 205 અબજ રૂપિયાથી થોડી વધુ કિંમતમાં સ્ટ્રીમિંગ રાઈટ્સ મેળવ્યા હતા.

શેરના પરફોર્મન્સની વાત કરીયે તો TV18 બ્રોડકાસ્ટ કંપનીના શેર વિવિધ સમયગાળા દરમિયાન મિશ્ર વળતર આપ્યું છે. પાછલા મહિનામાં આ શેરમાં 21.33 ટકાથી વધુ નેગેટિવ રિટર્ન આપ્યું છે. તો છેલ્લા છ મહિનામાં આ શેર 9 ટકા સુધર્યો છ.
YTD એટલે કે ચાલુ વર્ષમાં અત્યાર સુધી ટીવી18 બ્રોડકાસ્ટનો શેર 4.3 ટકા ઘટ્યો છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં સ્ટોકની નકારાત્મક ટ્રેન્ડને મજબૂત બનાવે છે. વ્યાપક દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખતા આ કંપનીના શેરમાં છેલ્લા 12 મહિનામાં 64.90 ટકાથી વધુ આકર્ષક વળતર આપ્યું છે, જે સતત વૃદ્ધિ અને રોકાણ માટે આકર્ષક બાબત છે.

Advertisment
share trding tips | share market | stock market
શેરબજારમાં ટ્રેડિંગ જોખમોને આધિન છે તેથી રોકાણ કરવાની પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ લેવી. (Photo - Freepik)

ઇન્ટરગ્લોબ એવિએશન એરલાઈન્સ શેર (Interglobe Aviation Airlines Stocks)

આઈપીએલ મેચ ભારતમાં 10 અલગ-અલગ સ્થળોએ યોજાવાની છે, તેથી એવિએશન સેક્ટર એટલે કે એરલાઇન્સ કંપનીઓના શેર પર ફોકસ કરી શકાય છે. IndiGo સમગ્ર દેશમાં ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને અન્ય લોકોને મોટાભાગની ટ્રાવેલ ફેસિલિટી પૂરી પાડે છે.

એરલાઈન્સ કંપનીના શેરના પરફોર્મન્સની વાત કરીયે તો ઈન્ડિગોના શેરમાં વિવિધ સમયગાળા દરમિયાન હકારાત્મક વળતર મળ્યું છે. છેલ્લા એક મહિનામાં આ શેર સ્થિર અને મજબૂત વૃદ્ધિની સંભાવના સાથે 4.89 ટકા વધ્યો છે. તો છેલ્લા 6 મહિનામાં 37.94 ટકાનું આકર્ષક રિટર્ન આપ્યું છે, જે આગામી સમયમાં મજબૂત તેજીના સંકેત આપે છે.

YTD એટલે કે ચાલુ વર્ષમાં ઇન્ડિગોના શેરમાં 11%નો ઉછાળો આવ્યો છે, જે ચાલુ નાણાકીય વર્ષમાં શેરના પોઝિટિવ ગ્રોથને મજબૂત બનાવે છે. તો છેલ્લા બાર મહિનામાં આ શેરમાં 73.73 ટકાથી વધુ આકર્ષક રિટર્ન મળ્યું છે.

share trading | Stock Market Trading | Stock Market tips | Stock investment
શેર બજારમાં રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જોઇએ. (Photo - Freepik)

હોટેલ સ્ટોક્સ (Hotesl Stocks)

આઈપીએલ 2024થી હોટેલ કંપનીઓની પણ કમાણી વધશે. આઈપીએલ દરમિયાન
ઇન્ડિયન હોટેલ્સ, ટ્રાઇડેન્ટ અને તાજ જીવીકે હોટેલ્સ જેવા હોટેલ શેર પર ફોકસ રહેશે કારણ કે તેઓ ક્રિકેટ ટીમના સભ્યો, સપોર્ટ સ્ટાફ, કોમેન્ટેટર્સ અને અન્ય સભ્યોને દેશભરમાં 10 અલગ-અલગ સ્થળોએ હોસ્પિટાલિટી સેવાઓ પ્રદાન કરશે. તેમજ હવે શાળા કોલેજમાં વેકેશન સીઝન શરૂ થતા હોટેલની માંગ વધી જશે.

આ પણ વાંચો | આ 10 મિડકેપ ફંડ્સએ રોકાણકારોને બનાવી દીધા ધનવાન, મિડકેપ ફંડ્સ શું છે અને કોણે રોકાણ કરવું જોઈએ?

શેરના પર્ફોર્મન્સની વાત કરીએ તો, હોટેલ શેર છેલ્લા મહિનાથી દબાણ હેઠળ છે. જો કે, વ્યાપક આઉટલૂક જોઇયે તો હોટેલ શેર માં છેલ્લા 6 મહિનાથી 1 વર્ષમાં આકર્ષક વળતર મળ્યું છે.

(ડિસ્ક્લેમર : આ માત્ર સામાન્ય માહિતી છે. ieGujarati પોતે કોઇ શેરમાં રોકાણ કરવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ જોખમોને આધિન છે, આથી રોકાણ કરવાની પહેલા તમારા એક્સપર્ટ્સને સંપર્ક કરવો.)

બિઝનેસ IPL Investment શેર બજાર