/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/IPO-9.jpg)
IPO: આઈપીઓ (Photo: Freepik)
Upcoming IPO And Share Listing: શેરબજાર આઈપીઓ માર્કેટમાં ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં મૂવમેન્ટ જોવા મળશે. 3 ફેબ્રુઆરીથી શરૂ થનાર સપ્તાહ દરમિયાન શેરબજારમાં નવા 5 આઈપીઓ ખુલવાના છે. આ તમામ પબ્લિક ઇસ્યૂ એસએમઇ આઈપીઓ છે, તેમા એક પણ મેઇન બોર્ડ આઈપીઓ નથી. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહ દરમિયાન શેરબજારમાં માત્ર 2 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે.
Upcoming IPO List : આગામી આઈપીઓની યાદી
Chamunda Electricals IPO: ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ આઈપીઓ
ચામુંડા ઇલેક્ટ્રિકલ્સ કંપનીનો આઈપીઓ 4 ફેબ્રુઆરી ખુલશે. 14.60 કરોડના આઈપીઓ માટે 47-50 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ નક્કી કર્યું છે. લોટ સાઇઝ 3000 શેર છે. 6 ફેબ્રુઆરીઓ આઈપીઓ બંધ થયા બાદ NSE SME પર 11 ફેબ્રુઆરીએ શેર લિસ્ટિંગ થશે.
Ken Enterprises IPO: કેન એન્ટરપ્રાઇસ આઈપીઓ
કેન એન્ટરપ્રાઇસ કંપનીનો આઈઓપ 5 ફેબ્રુઆરી ખુલશે અને 7 ફેબ્રુઆરી બંધ થશે. કંપનીએ 83.65 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 94 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીનું શેર લિસ્ટિંગ 12 ફેબ્રુઆરીના રોજ NSE SME પર થશે.
Amwill Healthcare IPO: એમવીલ હેલ્થકેર આઈપીઓ
એમવીલ હેલ્થકેર કંપનીનો 59.98 કરોડ રૂપિયાનો આઈપીઓ 5 ફેબ્રુઆરી ખુલશે અને 12 ફેબ્રુઆરી બંધ થશે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 105 - 111 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર નક્કી કરી છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર 12 ફેબ્રુઆરીના રોજ થશે.
Readymix Construction IPO: રેડીમિક્સ કન્સ્ટ્રક્શન આઈપીઓ
રેડીમિક્સ કન્સ્ટ્રક્શન કંપનીનો આઈપીઓ 6 ફેબ્રુઆરી ખુલશે અને 10 ફેબ્રુઆરી બંધ થશે. 37.66 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 121-123 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 13 ફેબ્રુઆરીના રોજ શેર લિસ્ટિંગ થશે.
Eleganz Interiors IPO: એલીગેન્ઝ ઈન્ટિરિયર આઈપીઓ
એલીગેન્ઝ ઈન્ટિરિયર કંપનીનો આઈપીઓ 78.07 કરોડ રૂપિયાનો આઈપીઓ 7 ફેબ્રુઆરી ખુલશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 123-130 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 11 ફેબ્રુઆરીના રોજ આઈપીઓ બંધ શે. કંપનીનું શેર લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 14 ફેબ્રુઆરીના રોજ થશે.
2 કંપનીના શેર લિસ્ટિંગ થશે
ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં 2 કંપનીના શેર લિસ્ટિંગ થશે. જેમા 4 ફેબ્રુઆરીએ માલપાણી પાઇપ્સનો શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે. તો 5 ફેબ્રુઆરીનોજ મેઇન બોર્ડ બીએસઇ અને એનએસઇ પર અગ્રવાલ હેલ્થકેર કંપનીનો શેર લિસ્ટિંગ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us