/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Upcoming-IPO-This-Week.jpg)
Upcoming IPO This Week: વર્ષ 2024ના છેલ્લા સપ્તાહમાં નવા 3 આઈપીઓ ખુલશે. (Photo: Freepik)
IPO Open And Share Listing This Week : શેરબજારમાં સુધારા સાથે આઈપીઓ પ્રાયમરી માર્કેટમાં હલચલ વધી રહી છે. 19 મે 2025થી શરૂ થઇ રહેલા સપ્તાહ દરમિયાન 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે. જેમા 2 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. કંપનીના શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 3 સ્ટોક લિસ્ટેડ થવાના છે, જે તમામ એસએમઇ સેગમેન્ટના છે.
Borana Weaves IPO : બોરાના વીવ્સ આઈપીઓ
સુરતની સિન્થેટિક ટેક્સટાઇલ નિર્માતા બોરાના વીવ્સ કંપનીનો 144.89 કરોડ રૂપિયાનો આઈપીઓ 20 મે ખુલી રહ્યો છે. આ મેઇનબોર્ડ આઈપીઓ છે. આ આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 205 - 216 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 69 શેર છે. આઈપીઓ 22 મે બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 23 મે ફાઇનલ થશે. ત્યાર પછી 27 મેના રોજ BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે.
Victory Electric Vehicles IPO: વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આઈપીઓ
વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો 40.66 કરોડ રૂપિયાનો આઈપીઓ 20 મે ખુલશે અને 23 મે બંધ થશે. શેર એલોટમેન્ટ 27 મે ફાઇલ થયા બાદ 28 મેના રોજ એનએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થવાનો છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 72 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 રૂપિયા છે.
Belrise Industries IPO : બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ
બેલરાઇઝ ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ 21 મે ખુલશે અને 23 મે બંધ થશે. આ 2150 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 85 - 90 રૂપિયા પ્રતિ શેર અને 166 શેર છે. 26 મે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 28 મેના રોજ શેર લિસ્ટિંગ BSE અને NSE પર થશે. બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના 1988માં કરવામાં આવી હતી. તે ભારતમાં ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે.
Dar Credit and Capital IPO : ડાર ક્રેડિટ અને કેપિટલ આઈપીઓ
કાર ક્રેડિટ અને કેપિટલ કંપનીનો આઈપીઓ 21 મે ખુલશે અને 23 મે બંધ થશે.25.66 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 57-60 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 26 મે શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર પછી 28 મેના રોજ એનએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે. આ કંપનીની સ્થાપના 1994માં થઈ હતી. આ કંપની નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી) છે.
Unified Data-Tech Solutions IPO : યુનિફાઇડ ડેટા ટેક સોલ્યુશન આઈપીઓ
યુનિફાઇડ ડેટા ટેક સોલ્યુશન આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 22 મે ખુલશે. તે વર્ષ 2025માં અત્યાર સુધીનો સૌથી મોટો એસએમઇ આઈપીઓ છે. કંપની આઈપીઓ દ્વારા 144.47 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 260 - 273 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 400 શેર છે. 26 મે આઈપીઓ બંધ થયા બાદ 27 મેના રોજ શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. 29 મે બીએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે.
New Share Listing : 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે
આ અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ પર 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે. જેમા વર્ચ્યુઅલ ગેલેક્સી ઇન્ફોટેકના શેર લિસ્ટિંગ 19 મેના રોજ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર થશે. તો 20 મેના રોજ ઇન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સ અને 21 મેના રોજ એક્રિશન ફાર્માસ્યુટિકલ્સનો શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us