/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-Next-Week.jpg)
IPO: આઈપીઓ (Photo: Freepik)
Upcoming IPO And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં આ સપ્તાહે ઓછી હલચલ રહેશે. 30 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન નવા 5 આઈપીઓ આવી રહ્યા છે. જેમા 1 મેઇનબોર્ડ આઈપીઓ અને 4 એસએમઇ આઈપીઓ છે. 2024માં મેઇનબોર્ડ સેગમેન્ટનો છેલ્લો આઈપીઓ Indo Farm Equipment છે. ઉપરાંત ગત સપ્તાહે ખુલેલા 2 આઈપીઓમાં રોકાણ કરવાની ચાલુ સપ્તાહે છેલ્લી તક મળશે. નવી કંપનીના શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 6 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે.
Technichem Organics IPO: ટેકનિકેમ ઓર્ગેનિક્સ આઈપીઓ
ટેકનિકેમ ઓર્ગેનિક્સ આઈપીઓ 31 ડિસેમ્બર ખુલશે અને 2 જાન્યુઆરી, 2025ના રોજ બંધ થશે. 25.25 કરોડ રૂપિયાના એસએમઈ આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 52 - 55 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈજ 2000 શેર છે. કંપનીનો શેર BSE SME પર 7 જાન્યુઆરી, 2025ના રોજ લિસ્ટિંગ થશે.
Indo Farm Equipment IPO: ઈન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ આઈપીઓ
ઈન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ આઈપીઓ 260.15 કરોડ રૂપિયા ઉભા કરવા મૂડીબજારમાં આવી રહી છે. આ આઈપીઓ 31 ડિસેમ્બર ખુલશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 204 - 215 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 69 શેર છે. આઈપીઓ 2 જાન્યુઆરી બંધ થયા બાદ 7 જાન્યુઆરી, 2025ના રોજ BSE અને NSE પર શેર લિસ્ટિંગ થવાનો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/ipo-6.jpg)
Leo DryFruits Spices Trading IPO : લિયો ડ્રાયફ્રૂટ્સ સ્પાઇસિસ ટ્રેડિંગ આઈપીઓ
લિયો ડ્રાયફ્રૂટ્સ સ્પાઇસિસ ટ્રેડિંગ આઈપીઓ વર્ષ 2025નો પ્રથમ આઈપીઓ છે. 25.12 કરોડ રૂપિયાના આઈપીઓ 1 જાન્યુઆરી ખુલશે અને 3 જાન્યુઆરી બંધ થશે. તે 48.30 લાખ શેરનો ફ્રેશ ઇસ્યુ છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 51 - 52 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 2000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 8 જાન્યુઆરી, 2025ના રોજ BSE SME પર શેર લિસ્ટિંગ થશે.
Davin Sons Retail Limited IPO : ડિવાઇન સન્સ રિટેલ લિમિટેડ આઈપીઓ
ડિવાઇન સન્સ રિટેલ લિમિટેડ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 2 જાન્યુઆરી, 2025 ખુલશે. 8.78 લાખ કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 55 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઈઝ 2000 શેર છે. આઈપીઓમાં 15.96 લાખ શેર ફ્રેશ શેર જારી કરવામાં આવશે. 6 જાન્યુઆરીના રોજ આઈપીઓ બંધ થયા બાદ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ 9 જાન્યુઆરી, 2025ના રોજ શેર લિસ્ટિંગ થશે.
Fabtech Technologies Cleanrooms Limited IPO : ફેબટેક ટેક્નોલોજીસ ક્લિનરૂમ લિમિટેડ આઈપીઓ
ફેબટેક ટેક્નોલોજીસ ક્લિનરૂમ લિમિટેડ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 3 જાન્યુઆરી, 2025ના રોજ ખુલશે અને 7 જાન્યુઆરી બંધ થશે. 27.74 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 80 - 85 રૂપિયા અને લોટ સાઈઝ 1600 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ ફેબટેક ટેકનોલોજીસ કંપનીનો શેર લિસ્ટિંગ BSE SME પર 10 ડિસેમ્બર, 2025 થશે.
આ ઉપરાંત ગત સપ્તાહે ખુલેલા 2 આઈપીઓમાં નવા સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે. જેમા અન્ય પોલીટેક આઈપીઓ (Anya Polytech IPO) 30 ડિસેમ્બર અને સિટીકેમ ઈન્ડિયા આઈપીઓ (Citichem India IPO) 31 ડિસેમ્બર બંધ થઇ રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-4.jpg)
E
E
આ પણ વાંચો | વર્ષ 2024ના ટોપ 10 IPO જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર
Share Listing This Week : નવી 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે
30 ડિસેમ્બરથી શરૂ થયેલા નવા સપ્તાહમાં કુલ 6 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 30 ડિસેમ્બરે મેઇનબોર્ડ પ્લેટફોર્મ બીએસઇ અને એનએસઇ પર Carraro India, વેન્ટિવ હોસ્પિટાલિટી અને સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. તો 31 ડિસેમ્બરે યુનિમેક એરોસ્પેસ શેર લિસ્ટિંગ BSE અને NSE પર થશે. 2 જાન્યુઆરી 2025ના રોજ NSE SME પ્લેટફોર્મ Anya Polytech અને 3 જાન્યુઆરીના રોજ BSE SME પ્લેટફોર્મ પર સિટીકેમ ઈન્ડિયા કંપનીનો શેર લિસ્ટિંગ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us