Upcoming IPO: આઈપીઓ માટે ધમાકેદાર રહેશે નવેમ્બર, સ્વીગી સહિત ઘણી કંપનીઓ બજારમાં કરશે એન્ટ્રી

Upcoming IPO In November: આઈપીઓ રોકાણ માટે નવેમ્બર મહિનો શાનદાર રહેવા સંભવ છે. આગામી મહિને સ્વીગી, એનટીપીસી ગ્રીન એનર્જી સહિત ઘણી કંપનીઓ આઈપીઓ લાવી શકે છે.

Upcoming IPO In November: આઈપીઓ રોકાણ માટે નવેમ્બર મહિનો શાનદાર રહેવા સંભવ છે. આગામી મહિને સ્વીગી, એનટીપીસી ગ્રીન એનર્જી સહિત ઘણી કંપનીઓ આઈપીઓ લાવી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPOs This Week: આઈપીઓ એટલે કમાણી, નવા સપ્તાહે 9 IPO ખુલશે અને 12 શેર લિસ્ટેડ થશે

IPO : આઈપીઓ (Photo: Freepik)

Upcoming IPO In November: આઈપીઓ રોકાણકારો માટે નવેમ્બર મહિનો ધમાકેદાર રહેશે. મોટાભાગના આઈપીઓ શેરના શાનદાર લિસ્ટિંગથી રોકાણકારોને આકર્ષક રિટર્ન મળ્યું છે. હવે દિવાળી બાદ નવેમ્બર મહિનામાં ઘણી કંપની શેરબજારમાં લિસ્ટિંગ માટે આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં ઓનલાઇન ફૂડ ડિલિવર કંપની સ્વિગી પણ સામેલ છે. ઘણી કંપનીઓને આઈપીઓ લાવવા માટે સેબી તરફથી મંજૂરી મળી ચૂકી છે. ચાલો નવેમ્બરમાં શેરબજારમાં એન્ટ્રી મારનાર સંભવિત આઈપીઓ વિશે જાણીયે

Advertisment

Swiggy : સ્વીગી

સ્વીગી ઓનલાઈન ફૂડ કરતી કંપની છે. સ્વીગી કંપનીનો આઈપીઓ 6 નવેમ્બર સબ્સક્રિપ્શન માટે ખુલી શકે છે. સ્વીગીના આઈપીઓની સાઈઝ લગભગ 11800 કરોડ રૂપિયાની આસપાસ રહેવા સંભવ છે. તેમા ઓફર ફોર સેલ પણ હશે. આઈપીઓ પર ઝોમેટો સહિત ઘણા સ્ટાર્ટઅપ્સ અને ક્વિક ઇકોમર્સ કંપનીઓની નજર છે.

NTPC Green Energy : એનટીપીસી ગ્રીન એનર્જી

એનટીપીસી ગ્રીન એનર્જી ભારતની જાહેર ક્ષેત્રની સૌથી મોટી રિન્યૂએભલ એનર્જી કંપની છે. એનટીપીસી ગ્રી એનર્જીનો પોર્ટફોલિયો હાલ 14696 મેગાવોટનો છે. ઉપરાંત કંપની સોલાર વિન્ડ એનર્જીનો 10975 મેગાવોટનો પ્રોજેક્ટ ડેવલપ કરી રહી છે.

Acme Solar Holdings : એક્મે સોલાર હોલ્ડિંગ્સ

એક્મે સોલાર હોલ્ડિંગ્સ નામ પ્રમાણે રિન્યુએબલ એનર્જી કંપની માત્ર સોલાર પાવર પ્રોજેક્ટ જ ચલાવે છે. તે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, ઓપરેશન્સ અને મેન્ટેનન્સ પણ પોતે જ કરે છે. એક્મે સોલાર હોલ્ડિંગ્સ કેન્દ્ર અને સરકારને વીજળી વેચી કમાણી કરી છે.

Advertisment
ipo | sebi | sme ipo | sme ipo alerts | sebi alerts for sme ipo | ipo investment | share market news | ipo news | sme ipo investment | IPO Share Listings
IPO : આઈપીઓમાં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જોઇએ. (Photo: Freepik)

Niva Bupa Health Insurance : નીવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ

નીવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની વીમા બજારમાં 16.24 ટકા હિસ્સેદારી ધરાવે છે. તેનું નાણાકીય 2024-24માં ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ 5499 કરોડ રૂપિયા હતું. કંપનીએ ડિજિટલ સર્વિસ આપી કસ્ટમરને પોતાની તરફ આકર્ષિક કર્યા છે. નીવા બુપા હેલ્થ ઈન્સ્યોરન્સ
સ્ટાર હેલ્થ બાદ આઈપીઓ લાવનાર બીજા નંબરને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપની બની શકે છે.

One Mobikwik Systems : વન મોબિક્વિક સિસ્ટમ્સ

વન મોબિક્વિક સિસ્ટમના ઓનર ક્યૂઆર, ઇડીસી મશીન અને મર્ચેન્ટ કેશ એડવાન્સ જેવી સર્વિસ પુરી પાડે છે. તેની પેટાકંપની ઝાકપે ઈકોમર્સ કંપનીઓ માટે પેમેન્ટ ગેટવે સર્વિસ ઉપલબ્ધ કરાવે છે.

Sagility India : સાગિલિટી ઈન્ડિયા

સાગિલિટી ઈન્ડિયા કંપની હેલ્થકેર કંપનીઓ માટે ક્લેમ મેનેજમેન્ટ, ક્લિનિકલ સર્વિસિસ અને રેવન્યૂ સાયકલ મેનેજમેન્ટ સર્વિસ પુરી પાડે છે.

આ પણ વાંચો | આઈપીઓ રોકાણ પહેલા તમારી જાતને પુછો આ 3 સવાલ, શેરબજારમાં નહીં થાય ક્યારેય નુકસાન

Zinka Logistics : જિંકા લોજિસ્ટિક્સ

જિંકા લોજિસ્ટિક કંપની ટ્રક ઓપરેટરોને વિવિધ પ્રકારની સર્વિસ પુરી પાડે છે. તેમા પેમેન્ટ મેનેજમેન્ટ, ટેલીમેટિક્સ અને વ્હિકલ ફાઈનાન્સ સર્વિસ સામેલ છે. કંપનીએ માર્ચ 2024 સુધી 196.79 કરોડ રૂપિયાની 4035 લોન સેક્શન કરી છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર