IPO Market Return : વર્ષ 2023માં આ 8 આઈપીઓમાં 100 ટકાથી વધુ રિટર્ન, 4માં રોકાણકારોને નુકસાન; જાણો તમને નફો થયો કે નુકસાન

IPO Listing Retur In Year 2023 YTD : કેલેન્ડર વર્ષ 2023માં શેર બજારમાં અત્યાર સુધી 48 આઈપીઓનું લિસ્ટિંગ થયું છે, જેમા કેટલીક કંપનીમાં રોકાણકારોના પૈસા બમણા કે ત્રણ ગણા થયા છે તો અમુક પબ્લિક ઇશ્યૂમું નુકસાન થયું છે. વર્ષ 2023ના આઈપીઓના દેખાવ પર એક નજર

IPO Listing Retur In Year 2023 YTD : કેલેન્ડર વર્ષ 2023માં શેર બજારમાં અત્યાર સુધી 48 આઈપીઓનું લિસ્ટિંગ થયું છે, જેમા કેટલીક કંપનીમાં રોકાણકારોના પૈસા બમણા કે ત્રણ ગણા થયા છે તો અમુક પબ્લિક ઇશ્યૂમું નુકસાન થયું છે. વર્ષ 2023ના આઈપીઓના દેખાવ પર એક નજર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO | IPO Listing Gain | IPO Return | initial public offering

કંપનીઓ આઈપીઓ મારફતે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થાય છે. (Photo - Freepik)

IPO Market Return In 2023 YTD : વર્ષ 2023 આઈપીઓ માર્કેટની દ્રષ્ટિએ અત્યાર સુધી સારું રહ્યું છે. શેરબજારે આ વર્ષે રેકોર્ડ પછી રેકોર્ડ બનાવ્યો છે ત્યારે રિટેલ રોકાણકારોએ પણ IPO માર્કેટમાંથી ઘણી કમાણી કરી છે. જો આ વર્ષે અત્યાર સુધીના 11 મહિનાની વાત કરીએ તો મેઈનબોર્ડ આઈપીઓમાં શેરબજારમાં 48 કંપનીના શેર લિસ્ટ થયા છે જેમાંથી માત્ર 4 આઈપીઓ એવા છે જેમાં અત્યાર સુધી રોકાણકારોને નુકસાન થયું છે. તો 44 એટલે કે લગભગ 92 ટકા IPOમાં રોકાણકારોને કમાણી થઇ છે. તેમાંથી 8 એવા છે જેમાં 100 ટકા કે તેથી વધુ રિટર્ન અને બાકીના આઈપીઓમાં 50 થી 96 ટકા રિટર્ન મળ્યું છે.

Advertisment

વર્ષ 2023માં 100% થી વધુ રિટર્ન આપનાર આઈપીઓ

આજે એટલે કે 30 નવેમ્બર 2023ના રોજ શેરબજારમાં 3 કંપનીઓ - ટાટા ટેક્નોલોજી, ગાંધાર ઓઈલ રિફાઇનરી અને ફેડબેક ફાઈનાન્સિયલ સર્વિસનું લિસ્ટિંગ થયું છે. જેમા ટાટા ટેક્નોલોજી અને ગંધાર ઓઈલે આજે લિસ્ટિંગના દિવસે 186 ટકા અને 104 ટકા સુધીનું બમ્પર રિટર્ન આપ્યું છે. ઉપરાંત વર્ષ 2023માં 8 આઈપીઓમાં અત્યાર સુધી 100 ટકા કે તેનાથી વધારે રિટર્ન મળ્યું છે.

કંપનીનું નામરિટર્ન
ટાટા ટેક્નોલોજી186%
સિયન્ટ ડીએલએમ140%
સેન્કો ગોલ્ડ127%
વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયા110%
ગાંધાર ઓઈલ104%
ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક100%
પ્લાઝા વાયર્સ100%
સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા)100%
Share Market | Stock Market | IPO Listing Gains
કંપનીઓ આઈપીઓ મારફતે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થાય છે. (Photo - Freepik)
Advertisment

વર્ષ 2023માં 50% થી 100% રિટર્ન આપનાર આઈપીઓ (Best IPO In Year 2023)

કંપનીનું નામરિટર્ન
IREDA87%
Protean eGov ટેક53%
JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર77%
મનોજ વૈભવ જેમ્સ58%
આરઆર કેબલ59%
જ્યુપિટર લાઈફ લાઈન હોસ્પિટલ્સ50%
કોનકોર્ડ બાયોટેક74%
નેટવેબ ટેક્નોલોજીસ80%
મેનકાઇન્ડ76%
Divgi TorqTransfer Systems78%
સાહ પોલિમર્સ74%

વર્ષ 2023માં નેગેટિવ રિટર્ન આપનાર 4 આઈપીઓ

વર્ષ 2023માં માત્ર 4 IPO એવા છે જેણે લિસ્ટિંગ બાદ રોકાણકારોને નુકસાન કરાવ્યું છે. આ 4 આઈપીઓમાં રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ, યાત્રા ઓનલાઈન લિમિટેડ, અપડેટર સર્વિસ અને આઈઆરએમ એનર્જીનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે, વર્ષ 2023માં અત્યાર સુધીમાં ભારતીય શેરબજારમાં કુલ 48 IPO લિસ્ટ થયા છે, જેનો અર્થ છે કે લિસ્ટિંગ પછી માત્ર 8 ટકા શેર તેની આઇપીઓ ઇશ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડિંગ કરી રહ્યા છે.

IPO | pulic issue | IPO Investment Tips | ipo alert | ipo market | Sharemarket Tips |
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik)

આ પણ વાંચો | ટાટા ટેક અને ગાંધાર ઓઈલનું બમ્પર લિસ્ટિંગ, ભારતીય શેર બજારના ટોપ-10 લિસ્ટિંગ ગેઇન IPO પર એક નજર

વર્ષ 2021 અને 2022 માં કેટલા IPO આવ્યા

આમ ભારતીય શેર બજારમાં વર્ષ 2022માં 40 આઈપીઓ આવ્યા હતા, જેમણે લગભગ રૂ. 59302 કરોડ એકત્ર કર્યા હતા. તેવી જ રીતે વર્ષ 2021માં કંપનીઓએ 63 આઈપીઓ લાવીને આશરે રૂ. 1,18,723 કરોડ એકત્ર કર્યા હતા. કોવિડ 19 મહામારી દરમિયાન 2020માં નીચા સ્તરે પહોંચ્યા પછી શેરબજારે ઝડપી રિકવરી દર્શાવી ત્યારબાદ 2021માં મોટાભાગના IPO આવ્યા હતા.

ટાટા ગ્રુપ બિઝનેસ Investment શેર બજાર