IPO: નવા સપ્તાહે 2 આઈપીઓ ખુલશે, નવા 6 શેર લિસ્ટિંગ થશે

Upcoming IPO Share Listing: બજેટ પહેલા આઈપીઓ માટે સુસ્ત રહેશે. નવા સપ્તાહે 2 આઈપીઓ ખુલવાના છે તેમજ પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 3 આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લે તક મળશે. ઉપરાંત નવા સપ્તાહે 6 શેર લિસ્ટિંગ થવાના છે.

Upcoming IPO Share Listing: બજેટ પહેલા આઈપીઓ માટે સુસ્ત રહેશે. નવા સપ્તાહે 2 આઈપીઓ ખુલવાના છે તેમજ પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 3 આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લે તક મળશે. ઉપરાંત નવા સપ્તાહે 6 શેર લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO | Upcoming IPO | IPO News | IPO This Week | IPO Investment | Share Market

IPO: આઈપીઓ (Photo: Freepik)

Upcoming IPO Share Listing: બજેટ પહેલા આઈપીઓ માર્કેટ ઠંડું રહેવાનું છે. 27 જાન્યુઆરીથી શરૂ થયેલા નવા સપ્તાહમાં રોકાણકારોને 2 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. અલબત્ત, પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 3 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરી શકાશે, તે તમામ એસએમઇ આઈપીઓ છે. શેર લિસ્ટિંગની વાત કરીયે તે નવા સપ્તાહમાં શેરબજારમાં 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. આવો જાણીએ વિગતવાર

Advertisment

Malpani Pipes And Fittings IPO: માલપાણી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સનો આઈપીઓ

માલપાણી પાઇપ્સ એન્ડ ફિટિંગ્સનો આઈપીઓ 29 જાન્યુઆરી ખુલશે અને 31 જાન્યુઆરી બંધ થશે. 25.92 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 85-90 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર રાખી છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર 5 ફેબ્રુઆરીએ બીએસઈ એસએમઇ પર લિસ્ટિંગ થઇ શકે છે.

Dr Agarwal's Healthcare IPO: ડો.અગ્રવાલનો હેલ્થકેર આઈપીઓ

ડો.અગ્રવાલનો હેલ્થકેર આઈપીઓ 29 જાન્યુઆરીએ ખુલશે અને 31 જાન્યુઆરીએ બંધ થવાનો છે. કંપની આઈપીઓ મારફતે 3027.26 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. પબ્લિક ઓફર માટે ઇશ્યૂ પ્રાઇસ 382 - 402 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીનો શેર 5 ફેબ્રુઆરીએ બીએસઈ, એનએસઈ પર લિસ્ટેડ થશે.

પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે. જેમા સીએલએન એનર્જીનો 72.30 કરોડ રૂપિયાનો આઈપીઓ 27 જાન્યુઆરીએ બંધ થવાનો છે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 235 - 250 રૂપિયા પ્રતિ શેર છે. તો એચ એમ ઇલેક્ટ્રો મેક કંપનીનો 27.74 કરોડ રૂપિયાનો આઈપીઓ 28 જાન્યુઆરી બંધ થવાનો છે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇશ 71 - 75 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. જીબી લોજિસ્ટિક્સ કોમર્સ આઈપીઓ 28 જાન્યુઆરી બંધ થવાનો છે. 25.07 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઈસ 95 - 102 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર 31 જાન્યુઆરીએ બીએસઈ એસએમઇ પર લિસ્ટિંગ થવાનો છે.

Advertisment

નવા સપ્તાહે 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવા સપ્તાહ દરમિયાન શેર લિસ્ટિંગની વાત કરીયે તો 27 જાન્યુઆરીએ બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર કેપિટલ નંબર્સ ઇન્ફોટેકનો શેર લિસ્ટિંગ થવાનો છે. તો 29 જાન્યુઆરીએ મેઇનબોર્ડ બીએસઇ એનએસઇ પર ડેન્ટા વોટર અને ઇન્ફ્રા સોલ્યુશન્સના શેરનું લિસ્ટિંગ થશે. આ જ દિવસે એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર રેક્સપ્રો એન્ટરપ્રાઇઝનો શેર લિસ્ટિંગ થશે. 30 જાન્યુઆરીએ બીએસઇ એસએમઇ પર સીએલએન એનર્જીનો શેર લિસ્ટિંગ થવાનો છે. તો 31 જાન્યુઆરીએ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર એચ એમ ઇલેક્ટ્રો મેક અને જીબી લોજિસ્ટિક્સ કોમર્સના શેર લિસ્ટિંગ થવાના છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર