/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-4.jpg)
IPO: આઈપીઓ (Photo: Freepik)
Upcoming IPO And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં 10 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા સપ્તાહમાં હલચલ જોવા મળશે. નવા સપ્તાહમાં નવા 9 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે, જેમા 3 પબ્લિક ઇસ્યૂ મેઇન બોર્ડના છે. આ આઈપીઓમાં રોકાણકારોને કમાણી કરવાની તક મળશે. તેમજ પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળશે. ઉપરાંત આ સપ્તાહે શેરબજારમાં નવી 6 કંપનીઓના સ્ટોક લિસ્ટિંગ થશે.
Chandan Healthcare IPO: ચંદન હેલ્થકેર આઈપીઓ
ચંદન હેલ્થકેર આઈપીઓ 10 ફેબ્રુઆરી ખુલશે અને 12 ફેબ્રુઆરી બંધ થશે. 107.36 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 151 - 159 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. કંપનીનો શેર NSE SME એક્સચેન્જ પર 17 ફેબ્રુઆરીએ લિસ્ટિંગ થશે.
Ajax Engineering IPO: એજેક્સ એન્જિનિયરિંગ આઈપીઓ
એજેક્સ એન્જિનિયરિંગ આઈપીઓ 10 ફેબ્રુઆરીના રોજ ખુલશે. 1269.35 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યૂ પ્રાઇસ 599 - 629 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 23 શેર છે. 12 ફેબ્રુઆરીએ આઈપીઓ બંધ થશે. એજેક્સ એન્જિનિયરિંગ કંપીનો શેર 17 ફેબ્રુઆરીએ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે.
PS Raj Steels IPO: પીએસ રાજ સ્ટીલ આઈપીઓ
પીએસ રાજ સ્ટીલ આઈપીઓ 12 ફેબ્રુઆરી ખુલશે અને 14 ફેબ્રુઆરી બંધ થશે.28.28 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 132 - 140 રૂપિયા પ્રતિ શેર છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર NSE SME એક્સચેન્જ પર 19 ફેબ્રુઆરી લિસ્ટિંગ થશે.
Hexaware Technologies IPO: હેક્સાવેર ટેકનોલોજીસ આઈપીઓ
ગ્લોબલ પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર કાર્લાઇલ ગ્રૂપની માલિકીહક ધરાવતી હેક્સાવેર ટેક્નોલોજીસ કંપનીનો આઈપીઓ 12 ફેબ્રુઆરી ખુલી રહ્યો છે. કંપની 5 વર્ષ બાદ શેરબજારમાં પરત આવી રહી છે. 8750 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 674 - 708 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 21 શેર છે. 14 ફેબ્રુઆરી આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર મેઇનબોર્ડ બીએસઇ એનએસઇ પર 19 ફેબ્રુઆરીના રોજ લિસ્ટિંગ થશે.
Voler Car IPO: વોલર કાર આઈપીઓ
વોલર કાર કંપનીનો આઈપીઓ 12 ફેબ્રુઆરી ખુલશે અને 14 ફેબ્રુઆરી બંધ થશે. કંપની પબ્લિક ઇસ્યૂ મારફતે 27 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે ઇસ્યૂ પ્રાઇસ 85 - 90 રૂપિયા અને લોટ સાઇઝ 1600 શેર છે. કંપનીનો શેર NSE SME એક્સચેન્જ પર 19 ફેબ્રુઆરીના રોજ લિસ્ટિંગ થશે.
Maxvolt Energy IPO: મેક્સવોલ્ટ એનર્જી આઈપીઓ
મેક્સવોલ્ટ એનર્જી આઈપીઓ 12 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. 54 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 171 - 180 રૂપિયા અને લોટ સાઇઝ 800 શેર છે. કંપનીનો શેર NSE SME એક્સચેન્જ પર 19 ફેબ્રુઆરીના રોજ લિસ્ટિંગ થશે.
L K Mehta Polymers IPO: એલ કે મહેતા પોલીમર આઈપીઓ
એલ કે મહેતા પોલીમર આઈપીઓ 13 ફેબ્રુઆરી ખુલશે. 7.38 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 71 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME એક્સચેન્જ પર 20 ફેબ્રુઆરીના રોજ થશે.
Shanmuga Hospital IPO: શાનમુગા હોસ્પિટલ આઈપીઓ
શાનમુગા હોસ્પિટલ કંપનીનો આઈપીઓ 13 ફેબ્રુઆરી ખુલશે અને 17 ફેબ્રુઆરી ખુલશે. 20.62 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 54 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. Shanmuga Hospital કંપનીનો શેર 20 ફેબ્રુઆરીના રોજ બીએસઇ એસએમઇ એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે.
Quality Power Electrical Equipments IPO: ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આઈપીઓ
ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ કંપનીનો આઈપીઓ 14 ફેબ્રુઆરી થી 18 ફેબ્રુઆરી સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે. આઈપીઓના કદ અને પ્રાઇસ બેન્ડ વિશે હજી સુધી કંપનીએ વિગતો આપી નથી. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનું શેર લિસ્ટિંગ BSE અને NSE એક્સચેન્જ પર 24 ફેબ્રુઆરી લિસ્ટિંગ થશે.
ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 3 પબ્લિક ઇસ્યૂ રેડીમિક્સ કન્સ્ટ્રક્શન, સોલારિયમ ગ્રીન અને એલીગાન્ઝ ઇન્ટિરિયર કંપનીના આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક મળશે.
નવી 6 કંપનીના શેર લિસ્ટિંગ
નવા સપ્તાહ દરમિયાન નવી 6 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. જેમા 11 ફેબ્રુઆરીએ NSE SME પ્લેટફોર્મ પર ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો શેર લિસ્ટિંગ થશે. 12 ફેબ્રુઆરીએ કેન એન્ટરપ્રાઇસનો શેર NSE SME પર અને એમવીલ હેલ્થકેરનો શેર BSE SME એક્સચેન્જ પર લિસ્ટેડ થવાનો છે. 13 ફેબ્રુઆરીએ રેડીમિક્સ કન્સ્ટ્રક્શન કંપનીનો શેર NSE SME પર અને સોલારિયમ ગ્રીન કંપનીનો શેર BSE SME એક્સચેન્જ પર લિસ્ટિંગ કરશે. છેલ્લે 14 ફેબ્રુઆરીના રોજ એલીગાન્ઝ ઇન્ટિરિયર કંપનીનો શેર એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us