IPO News : સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમાન્ટા હેલ્થકેર સહિત 8 આઈપીઓ ખુલશે, 13 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing In This Week : 1 સપ્ટેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહે નવા 8 આઈપીઓ ખુલવાના છે જેમા મેઇનબોર્ડ સેગમેન્ટનો અમાન્ટા હેલ્થકેર આઈપીઓ સામેલ છે. ઉપરાંત 13 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે.

Written by Ajay Saroya
Updated : September 01, 2025 10:56 IST
IPO News : સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં અમાન્ટા હેલ્થકેર સહિત 8 આઈપીઓ ખુલશે, 13 કંપનીના શેર લિસ્ટિંગ થશે
આઈપીઓ. (Photo: Freepik)

pcoming IPOs In September 2025 : શેરબજારના રોકાણકારોને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આઈપીઓ રોકાણથી કમાણી કરવાની તક મળશે. આ સપ્તાહમાં 8 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 13 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ લાવનાર ફાર્માસ્યુટિકલ કંપનીઓથી લઈને બાંધકામ અને IT સર્વિસ સુધીના વિવિધ સેક્ટરની કંપનીઓ શામેલ છે.

Mainboard IPOs : મેઇનબોર્ડ આઈપીઓ

1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન ફક્ત એક જ મેઈનબોર્ડ આઈપીઓ ખુલશે અને તે અમાન્ટા હેલ્થકેર આઈપીઓ છે.

Amanta Healthcare IPO : અમાન્ટા હેલ્થકેર આઈપીઓ

અમાન્ટા હેલ્થકેર આઈપીઓ 1 સપ્ટેમ્બર ખુલશે. આ મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 120 થી 126 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 119 શેર છે. જંતુરહિત પ્રવાહી ફોર્મ્યુલેશન બિઝનેસમાં કાર્યરત આ ફાર્માસ્યુટિક કંપની આઈપીઓ દ્વારા 126 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. આઈપીઓ હેઠળ કંપની 1 કરોડ નવા ઇક્વિટી શેર જારી કરશે. અમંતા હેલ્થકેર કંપની આ રકમનો ઉપયોગ મૂડી ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરશે. કંપની છ ઉપચારાત્મક સેગમેન્ટમાં કાર્યરત છે અને મોટા અને નાના પેરેન્ટેરલ્સ (ઇન્જેક્ટેબલ દવાઓ) બંનેનું ઉત્પાદન કરે છે. આ આઈપીઓ 3 સપ્ટેમ્બર બંધ થયા બાદ 4 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થશે. ત્યાર પછી BSE અને NSE પર 9 સપ્ટેમ્બેર શેર લિસ્ટિંગ થશે.

SME IPO : એસએમઇ આઈપીઓ

SME સેગમેન્ટમાં સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં રોકાણકારો માટે કુલ સાત IPO ખુલવા જઈ રહ્યા છે. આમાં શામેલ છે –

Rachit Prints IPO : રચિત પ્રિન્ટ્સ આઈપીઓ

રચિત પ્રિન્ટ્સ આઈપીઓ 1 સપ્ટેમ્બર થી 3 સપ્ટેમ્બર ખુલશે. પ્રિન્ટિંગ અને પેકેજિંગ બિઝનેસ સાથે સંકળાયેલી કંપની આઈપીઓ દ્વારા 19.49 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ 140 થી 149 રૂપિયા અને લોટ સાઇઝ 1000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 4 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થશે અને પછી 8 સપ્ટેમ્બરે BSE SME પર શેર લિસ્ટિંગ થશે.

Goel Construction IPO : ગોયલ કન્સ્ટ્રક્શન આઈપીઓ

ગોયલ કન્સ્ટ્રક્શન આઈપીઓ 2 સપ્ટેમ્બરે ખુલશે અને 4 સપ્ટેમ્બરે બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 249 થી 262 રૂપિયા શેર છે અને લોટ સાઇઝ 400 શેર છે. કંપની આઈપીઓ દ્વારા 99.77 કરોડ રૂપિયા છે. જેમા 80.81 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યુ હશે અને 18.96 કરોડ રૂપિયા વેચાણ માટે ઓફર હેઠળ આવશે. આઈપીઓ બંધ થયા બાદ 8 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થશે. પછી BSE SME પર 10 સપ્ટેમ્બરે કંપનીના શેર લિસ્ટિંગ થશે.

Optivalue Tek Consulting IPO : ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ આઈપીઓ

ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 2 સપ્ટેમ્બરે ખુલશે અને 4 સપ્ટેમ્બરે બંધ થશે.આઇટી કન્સલ્ટિંગ અને સર્વિસિસ કંપની ઓપ્ટીવેલ્યુ ટેક કન્સલ્ટિંગ કંપની 61.69 લાખ શેર જારી કરીને લગભગ 51.82 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 80 થી 84 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ એટલે કે 3,200 શેર માટે અરજી કરવાની રહેશે. 8 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ બાદ 10 સપ્ટેમ્બરે NSE SME પર શેર લિસ્ટિંગ થશે.

Austere Systems IPO : ઓસ્ટર સિસ્ટમ્સ આઈપીઓ

ઓસ્ટર સિસ્ટમ્સ કંપનીનો આઈપીઓ 3 સપ્ટેમ્બર થી 8 સપ્ટેમ્બર ખુલશે. આઈપીઓ દ્વારા કંપની 28.3 લાખ શેર જારી કરીને લગભગ રૂ. 15.57 કરોડ એકત્ર કરવાનું ધારે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 52 થી રૂ. 55 પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર નક્કી કરવામાં આવી છે. 9 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ બાદ 11 સપ્ટેમ્બરે BSE SME પર શેર લિસ્ટિંગ થશે.

Sharvaya Metals IPO : શરવાયા મેટલ્સ આઈપીઓ

એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ બનાવતી શરવાયા મેટલ્સ કંપનીનો આઈપીઓ 4 સપ્ટેમ્બર ખુલશે. 58.80 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇશ બેન્ડ 192 થી 196 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. આઈપીઓમાં 49 કરોડ રૂપિયાનો ફ્રેશ ઇશ્યૂ અને 9.80 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ (OFS) શામેલ છે. 10 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ 12 સપ્ટેમ્બરે BSE SME પર શેર લિસ્ટિંગ થશે.

Vigor Plast India IPO : વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા આઈપીઓ

વિગોર પ્લાસ્ટ ઈન્ડિયા આઈપીઓ 4 સપ્ટેમ્બર ખુલશે અને 9 સપ્ટેમ્બર બંધ થશે. 25.10 કરોડ રૂપિયાના આઈપીઓ 20.24 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે અને 4.86 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ (OFS) સામેલ છે. રોકાણકાર પ્રતિ શેર 77 થી 81 રૂપિયાના ભાવે શેર માટે બીડ કરી શકશે. એક આઈપીઓ બીડમાં 1600 શેર મળશે. 10 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ 12 સપ્ટેમ્બરે NSE SME પર શેર લિસ્ટિંગ થશે.

Share Listing This Week : આ સપ્તાહે શેર લિસ્ટિંગ

સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયે કુલ ૧૩ કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ થવાના છે.

1 સપ્ટેમ્બરે ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ અને શિવશ્રિત ફૂડ્સ, આનંદિતા મેડિકેર કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થશે. તો 2 સપ્ટેમ્બરના રોજ ગ્લોબટિયર ઇન્ફોટેક અને NIS મેનેજમેન્ટ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. બજારમાં પ્રવેશ કરશે.

૩ સપ્ટેમ્બરના રોજ કરંટ ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ, એનલોન હેલ્થકેર, સત્વ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને વિક્રાન એન્જિનિયરિંગ કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરવાના છે.

આ પછી 4 સપ્ટેમ્બરે ઓવલ પ્રોજેક્ટ્સ એન્જિનિયરિંગનો શેર લિસ્ટિંગ થશે. ત્યાર પછી 5 સપ્ટેમ્બરના રોજ એબ્રિલ પેપર ટેક, સેગ્સ લોયડ અને સ્નેહા ઓર્ગેનિક્સના શેર લિસ્ટિંગ થવાના છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ