/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo.jpg)
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik) Photograph: (Freepik))
IPO This Week And Share Listing : આઈપીઓ માર્કેટમાં નવા અઠવાડિયા દરમિયાન કામકાજ વધશે. 5 જાન્યુઆરી, 2025થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા એક IPO મેઇનબોર્ડ છે. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો માત્ર 1 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થાનો છે અને તે SME સેગમેન્ટમાં છે.
Gabion Technologies IPO : ગેબિયન ટેકનોલોજીસ આઈપીઓ
ગેબિયન ટેકનોલોજીસ કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન 6 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી સુધી કરી શકાશે. 29.16 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 76 - 81 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. 9 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 13 જાન્યુઆરીએ BSE SME પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.
Victory Electric Vehicles IPO : વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આઈપીઓ
વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કંપનીનો આઈપીઓ 7 જાન્યુઆરીએ ખુલશે. 34.56 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 41 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3000 શેર છે. 9 જાન્યુઆરી આઈપીઓ બંધ થયા બાદ 12 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર પછી 14 જાન્યુઆરીએ NSE SME પર શેર લિસ્ટિંગ થશે.
Yajur Fibres IPO : યાજુર ફાઇબર્સ આઈપીઓ
યાજુર ફાઈબર કંપનીનો 120.41 કરોડ રૂપિયાનો આઈપીઓ 7 જાન્યુઆરી ખુલશે અને 9 જાન્યુઆરી બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 168 - 174 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. 12 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 14 જાન્યુઆરી BSE SME પર શેર લિસ્ટિંગ થશે.
Bharat Coking Coal IPO : ભારત કોકિંગ કોલ આઈપીઓ
ભારત કોલિંગ કોલ કંપનીનો આઈપીઓ 9 જાન્યુઆરી ખુલશે અને 13 જાન્યુઆરી બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 1300 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. આ પબ્લિક ઇશ્યૂમાં 1,071.11 કરોડ રૂપિયાના 46.57 કરોડના ઇક્વિટી શેર વેચવામાં આવશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 21 થી 23 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. 14 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ થયા બાદ BSE અને NSE પર 16 જાન્યુઆરીએ શેર લિસ્ટિંગ થવા સંભવ છે.
Defrail Technologies IPO : ડેફ્રેલ ટેકનોલોજી આઈપીઓ
ડેફ્રેલ ટેકનોલોજીસ કંપનીનો આઈપીઓ 9 જાન્યુઆરી ખુલશે અને 13 જાન્યુઆરી બંધ થશે. આ કંપની ઓટોમોટિવ, રેલવે અને ડિફેન્સ સેક્ટરમાં વપરાતા રબરના પાર્ટ્સ અને કમ્પોનન્ટ બનાવે છે. હજી કંપનીએ આઈપીઓ પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝની વિગત જાહેર કરી નથી.
Modern Diagnostic Share Listing : મોડર્ન ડાયગ્નોસ્ટિ શેર લિસ્ટિંગ
આ અઠવાડિયામાં શેરબજારમાં માત્ર એક જ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે, જેનું નામ મોડર્ન ડાયગ્નોસ્ટિક છે. કંપનીનો 36.89 કરોડ રૂપિયાનો આઈપીઓ 31 ડિસેમ્બરે ખુલ્યો હતો અને 2 જાન્યુઆરીએ બંધ થયો હતદો. આ IPO 376.90 ગણો ભરાયો છે. 5 જાન્યુઆરીએ શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યારબાદ BSE SME પર 7 જાન્યુઆરીએ શેર લિસ્ટિંગ થવાનું છે.
Disclaimer : અહીં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. બજાર જોખમને આધિન છે, જેથી રોકાણ કે નાણાકીય નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us