/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/IPO-Open-This-Week.jpg)
IPO News : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
IPO And Share Listing This Week: શેરબજારની અસ્થિરતા સાથે આઈપીઓ માર્કેટ માટે પણ નવું સપ્તાહ બહુ સુસ્ત રહેવાનું છે. કારણ કે 2 જૂન થી શરૂ થયેલા નવા સપ્તાહમાં માત્ર 1 આઈપીઓ ખુલી રહ્યો છે અને તે પણ એસએમઇ સેગમેન્ટનો છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલો એક આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની સપ્તાહે છેલ્લી તક મળશે. જો કે શેર લિસ્ટિંગ મામલે આ સપ્તાહે બહુ ખાસ રહેવાનું છે. આ સપ્તાહે 9 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ લિસ્ટેડ થવાના છે, જેમાથી 4 મેઇન બોર્ડ સેગમેન્ટના છે.
IPO Open This Week : આ સપ્તાહના આઈપીઓ
Ganga Bath Fittings IPO: ગંગા બાથ ફિટિંગ્સ આઈપીો
ગંગા બાથ ફિટિંગ્સ આઈપીો 4 જૂન ખુલશે અને 6 જૂન બંધ થશે. 32.65 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ પ્રતિ શેર 46-49 રૂપિયા અને લોટ સાઇઝ 3000 શેર છે. આઈપીઓમાં 66.63 લાખ નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. એલોટમેન્ટ 9 જૂન ફાઇનલ થઇ શકે છે, ત્યાર બાદ 11 જૂને NSE SME પર શેર લિસ્ટિંગ થવાનું છે.
અગાઉથી ખુલેલા આઈપીઓ
3B Films IPO: 3બી ફિલ્મસ આઈપીઓ
3બી ફિલ્મસ આઈપીઓ 30 મે ખુલ્યો હતો જે 3 જૂન બંધ થવાનો છે. કંપની આઈપીઓ દ્વારા 33.75 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. તેમા 17.76 કરોડ રૂપિયાના 35.52 લાખ નવા શેર સાથે 15.99 કરોડ રૂપિયાના 31.98 લાખ શેરનો ઓફર ફોર સેલ છે. આ પબ્લિક ઇશ્યૂ અત્યાર સુધી 0.86 ગણો ભરાયો છે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 50 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3000 શેર છે. એલોટમેન્ટ 4 જૂન ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી 6 જૂને BSE SME પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Stock Listing This Week : આ સપ્તાહના કંપની શેર લિસ્ટિંગ
2 જૂનથી શરૂ થયેલા સપ્તાહમાં 9 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે. જેમા 2 જૂને મેઇનબોર્ડ સેગમેન્ટમાં લીલા હોટેલ્સ અને એજીસ વોપેક ટર્મિનલ્સના શેર BSE, NSE પર લિસ્ટિંગ કરવાના છે. તો 3 જૂને પ્રોસ્ટારમ ઇન્ફો સિસ્ટમનું શેર લિસ્ટિંગ BSE, NSE પર થશે. આ જ તારીખે NSE SME પર નિકિતા પેપર્સ અને બ્લુ વોટર લોજિસ્ટિક્સના શેર લિસ્ટેડ થવાના છે. તો 3 જૂને જ એસ્ટોનિયા લેબ્સ કંપનીના શેર BSE SME પર લિસ્ટિંગ કરવાના છે. તો 4 જૂને સ્કોડા ટ્યુબ્સના શેર BSE, NSE મેઇન બોર્ડ પર લિસ્ટિંગ કરવાના છે. તો આ જ તારીખે એનઆર વંદના ટેક્સટાઇલ અને નેચ્યુન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us