Upcoming IPO This Week Share Listing : શેરબજારમાં આઈપીઓ રોકાણકારો માટે આ અઠવાડિયું બહુ વ્યસ્ત રહેવાનું છે. દલાલ સ્ટ્રીટ પર કંપનીઓના આઈપીઓની લાંબી લાઇન લાગવાની છે. નવા અઠવાડિયે 1, 2 કે 3 નહીં 20 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે, જેમા 4 મેઇનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત શેરબજારમાં 26 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ચાલો આ અઠવાડિયાના નવા આઇપીઓ અને શેર લિસ્ટિંગ પર એક નજર કરીએ.
Mainboard IPO : મેઇનબોર્ડ આઈપીઓ
Glottis IPO : ગ્લોટિસ આઈપીઓ
ગ્લોટિસ આઈપીઓ 29 સપ્ટેમ્બરે ખુલશે. કંપની આ મેઇનબોર્ડ IPO દ્વારા આશરે ₹307 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખે છે, જેમા 160 કરોડ રૂપિયાના નવા ઇશ્યૂ દ્વારા અને 147 કરોડ રૂપિયા ઓફર ફોર સેલ દ્વારા એકત્ર કરવામાં આવશે. કંપનીએ IPO માટે પ્રાઇસ બેન્ડ ₹ 120 થી ₹129 પ્રતિ શેર નક્કી કર્યો છે. રોકાણકારો 1 ઓક્ટોબર સુધી આઈપીઓ સબ્સ્ક્રાઇબ કરી શકે છે. શેર એલોટમેન્ટ બાદ 7 ઓક્ટોબરના રોજ બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ થશે.
Om Freight Forwarders IPO : ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સ IPO
ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સ આઈપીઓ 29 સપ્ટેમ્બર ખુલશે અને 3 ઓક્ટોબરે બંધ થશે. કંપનીએ 122.31 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 128 – 135 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 111 શેર છે. આ આઈપીઓમાં મોટાભાગની રકમ ઓફર ફોર સેલ દ્વારા મળશે. શેર એલોટમેન્ટ બાદ 8 ઓક્ટોબરે BSE, NSE પર કંપનીના શેર લિસ્ટિંગ થવાની ધારણા છે.
Fabtech Technologies IPO : ફેબટેક ટેક્નોલોજીસ આઈપીઓ
ફેબટેક ટેક્નોલોજીસ કંપનીનો 230.35 કરોડ રૂપિયાનો IPO સંપૂર્ણપણે નવો ઇશ્યૂ છે. આ આઈપીઓ 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 181 – 191 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 75 શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ BSE, NSE શેર 7 ઓક્ટોબરના રોજ થશે.
Advance Agrolife IPO : એડવાન્સ એગ્રોલાઇફ આઈપીઓ
કૃષિ કેન્દ્રિત એડવાન્સ એગ્રોલાઇફ કંપની આઈપીઓ ફ્રેશ ઇશ્યૂ દ્વારા 912.86 કરોડ એકત્ર કરી રહી છે. આ મેઇનબોર્ડ IPO સબ્સ્ક્રિપ્શન માટે 30 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર સુધી ખુલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 95 – 100 રૂપિયા અને લોટ સાઇઝ 150 શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર શેર લિસ્ટિંગ 8 ઓક્ટોબરે થવાની ધારણા છે.
SME IPO : એસએમઇ આઈપીઓ
આ અઠવાડિયા દરમિયાન તમામ SME IPOની યાદી અહીં આપી છે.
Chiraharit IPO: ચિરહરિત આઈપીઓ
ચિરહરિત કંપનીનો આઈપીઓ 29 સપ્ટેમ્બર થી 3 ઓક્ટોબર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 31.07 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. પ્રાઇસ બેન્ડ 21 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 6000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ BSE SME પર શેર લિસ્ટિંગ 8 ઓક્ટોબરે થશે.
Sodhani Capital IPO : સોઢાણી કેપિટલ આઈપીઓ
સોઢાણી કેપિટલ આઈપીઓ 29 સપ્ટેમ્બર ખુલશે અને 1 ઓક્ટોબર બંધ થશે. આઈપીઓનું કુલ કદ 10.71 કરોડ રૂપિયા છે. આઈપીઓમાં ફ્રેશ શેર અને ઓફર ફોર સેલનું મિશ્રણ છે. પ્રાઇસ બેન્ડ 51 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. BSE SME પર 7 ઓક્ટોબરે શેર લિસ્ટિંગ થશે.
Vijaypd Ceutical IPO : વિજયપીડી સ્યુટિકલ આઈપીઓ
વિજયપીડી સ્યુટિકલ આઈપીઓનું કુલ કુદ 19.25 કરોડ રૂપિયા છે. આઈપીઓ સબસ્ક્રિપ્શન માટે 29 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી ખુલ્લું રહેશે. ઇશ્યુ પ્રાઇસ 35 શેર પ્રતિ શેર અને લોટ સાઇઝ 4000 શેર છે. શેર એલોટમેન્ટ 3 ઓક્ટોબરે થયા બાદ NSE SME પર 6 શેર લિસ્ટિંગ થઇ શકે છે.
- Om Metallogic IPO
- Suba Hotels IPO
- Dhillon Freight Carrier IPO
- Shlokka Dyes IPO
- Valplast Technologies IPO
- B.A.G. Convergence IPO
- Zelio E-Mobility IPO
- Shipwaves Online IPO
- Sheel Biotech IPO
- Munish Forge IPO
- Sunsky Logistics IPO
- Greenleaf Envirotech IPO
- Infinity Infoway IPO
Share Listing This Week : આ અઠવાડિયે શેર લિસ્ટિંગ
29 સપ્ટેમ્બરથી શરૂ થયેલા અઠવાડિયામાં કૂલ 26 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે. જેમા 29 સ્પટેમ્બરે BSE, NSE પર ગણેશ કન્ઝ્યુમર પ્રોડ્કટ્સ અને એટલાન્ટા ઇલેક્ટ્રિકલ્સના શેર લિસ્ટેડ થવાના છે. એજ દિવસ NSE SME પર પ્રાઇમ કેબલ ઇન્ડસ્ટ્રીઝનો શેર લિસ્ટિંગ કરશે. 30 સપ્ટેમ્બરે BSE, NSE પર સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ, જેરો ઇન્સ્ટિટ્યુટ, Seshaasai Technologies અને આનંદ રાઠીના શેર લિસ્ટિંગ થવાના છે. એ જ તારીખે BSE SME પર ભારતરોહન એરબોર્ન ઇનોવેશન્સ, એપ્ટસ ફાર્મા અને ટ્રુ કલર્સના શેર લિસ્ટિંગ થવાના છે. તો NSE SME પર મેટ્રિક્સ જીઓ સોલ્યુશન્સ Ecoline Eximના શેર લિસ્ટેડ થવાના છે.
1 ઓક્ટોબરે BSE, NSE પર જૈન રિસોર્સ રિસાયકલિંગ, Epack Prefab Technologies અને BMW વેન્ચર્સના શેર લિસ્ટેડ થવાના છે. આ જ દિવસ BSE SME પર સોલવેક્સ એડિબલ્સ, સિસ્ટેમેટિક ઇન્ડસ્ટ્રીઝ, Praruh ટેકનોલોજીસ અને Justo રિયલફિનટેક શેર લિસ્ટિંગ થવાના છે. તો NSE SME પર ગુરુનાનક એગ્રીકલ્ચરના શેર લિસ્ટિંગ થવાના છે. 3 ઓક્ટોબરે BSE, NSE પર જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ અને Trualt બાયોએનર્જીના શેર લિસ્ટેડ થવાના છે. આ જ તારીખ BSE SME પર ટેલેગ પ્રોજેક્ટ્સ, Earkart, ગુજરાત પીનટ અને Chatterbox ટેક્નોલોજીસના શેર લિસ્ટેડ થવાના છે.