/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/IPO-News.jpg)
IPO News : આઈપીઓ સમાચાર. (Photo: Freepik)
IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટમાં નવા સપ્તાહે પણ સારા કામકાજ જોવા મળશે. 30 જૂનથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહ દરમિયાન નવા 7 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 2 મેઇનબોર્ડ સેગમેન્ટના IPO છે. ઉપરાંત પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 7 આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક મળશે, જેમાં Indogulf Cropsciences મેઇનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો નવા સપ્તાહમાં 7 કંપનીઓના સ્ટોક લિસ્ટેડ થવાના છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ તમામ 7 કંપનીઓના શેર 1 જુલાઇએ લિસ્ટેડ થશે, જેમા 3 મેઇનબોર્ડ BSE અને NSE પર લિસ્ટેડ થવાના છે.
IPO Open This Week : આ સપ્તાહે ખુલનાર આઈપીઓ
Silky Overseas IPO : સિલ્કી ઓવરસીઝ આઈપીઓ
સિલ્કી ઓવરસીઝ કંપનીનો 30.68 કરોડ રૂપિયાનો આઈપીઓ 30 જૂન ખુલશે અને 2 જુલાઇ એ બંધ થવાનો છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 153-161 રૂપિયા પ્રતિ શેર અને લોઝ સાઇઝ 800 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 3 જુલાઇએ શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર પછી 7 જુલાઇએ NSE SME એક્સચેન્જ પર કંપનીના શેર લિસ્ટિંગ થશે.
Pushpa Jewellers IPO : પુષ્પા જ્વેલર્સ આઈપીઓ
પુષ્પા જ્વેલર્સ આઈપીઓ 3 જૂન ખુલશે. 98.65 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 143-147 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 2 જુલાઇ આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 3 જુલાઇએ ફાઇનલ થશે. NSE SME પર શેર લિસ્ટિંગ 7 જુલાઇએ થઇ શકે છે.
Cedaar Textile IPO : સીડર ટેક્સટાઇલ આઈપીઓ
સીડર ટેક્સટાઇલ કંપનીનો 60.90 કરોડ રૂપિયાનો આઈપીઓ 30 જૂને ખુલી રહ્યો છે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 130 - 140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર ચે. 2 જુલાઇએ આઈપીઓ સબ્સક્રિપ્શન બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 3 જુલાઇએ ફાઇનલ થશે. કંપનીના શેર લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર 7 જુલાઇએ થઇ શકે છે.
Marc Loire IPO : માર્ક લોયર આઈપીઓ
માર્ક લોયર કંપનીનો 21 કરોડ રૂપિયાનો આઈપીઓ 30 જૂન થી 2 જુલાઇ વચ્ચે સબ્સક્રિપ્શન માટે ખુલશે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 100 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 રૂપિયા છે. શેર એલોટમેન્ટ 3 જુલાઇ એ ફાઇનલ થયા બાદ શેર લિસ્ટિંગ BSE SME પ્લેટફોર્મ પર 7 જુલાઇના રોજ થઇ શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/IPO-Investment-1.jpg)
Vandan Foods IPO : વંદન ફૂડ્સ આઈપીઓ
વંદન ફૂડ્સ આઈપીઓ 30 જૂને ખુલશે અને 2 જુલાઇ બંધ થશે. 30.36 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 115 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. 3 જુલાઇએ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ શેર લિસ્ટિંગ BSE SME પર 7 જુલાઇના રો થશે.
Crizac IPO : ક્રિઝાક આઈપીઓ
ક્રિઝાક લિમિટેડ કંપનીનો આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટનો છે. 860 કરોડનો આઈપીઓ 2 જુલાઇ ખુલીને 4 જુલાઇ બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 233 - 245 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 61 શેર છે. શેર એલોટમેન્ટ 7 જુલાઇ એ ફાઇનલ થશે. ત્યાર પછી BSE અને NSE પ્લેટફોર્મ પર 9 જુલાઇના રોજ શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Travel Food Services IPO : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ આઈપીઓ
ટ્રાવેલ ફૂડ સર્વિસીસ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 3 જુલાઇ થી 7 જુલાઇ વચ્ચે અરજી કરી શકાશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટના આઈપીઓનું શેર એલોટમેન્ટ 8 જુલાઇ સુધી ફાઇનલ થઇ શકે છે. ત્યાર પછી 10 જુલાઇએ BSE અને NSE એક્સચેન્જ પર શેર લિસ્ટિંગ થવા સંભવ છે. કંપનીએ આઈપીઓ પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ હજી સુધી જાહેર કરી નથી.
નવા સપ્તાહે રોકાણકારોને PRO FX Tech, Ace આલ્ફા ટેક, વેલેન્સિયા ઇન્ડિયા, મૂવિંગ મીડિયા એન્ટરટેઇન્મેન્ટ, ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ, એડકાઉન્ટી મીડિયા ઇન્ડિયા, નીતૂ યોશી કંપનીના આઈપીઓ સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તક મળવાની છે.
Share Listing This Week : 7 કંપનીના શેર લિસ્ટિંગ થશે
શેરબજારમાં નવા સપ્તાહે 1 જુલાઇના રોજ એક સાથે 7 કંપનીઓના શેર લિસ્ટિંગનો રેકોર્ડ બનવાનો છે. જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાં કલ્પતરુ, ગ્લોબલ સિવિલ પ્રોજેક્ટ્સ અને એલેનબેરી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસના શેર BSE અને NSE એક્સેચન્જ પર લિસ્ટિંગ થશે. તો આ જ તારીખે BSE SME પ્લેટફોર્મ પર AJC જ્વેલ, અબ્રામ ફૂડ અને આઈકોન ફેસિલિટેટર્સના શેર લિસ્ટેડ થવાના છે. તો NSE SME પ્લેટફોર્મ પર શ્રી હરે કૃષ્ણ સ્પોન્જ આયર્નનો શેર લિસ્ટેડ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us