IPO : રોકાણકારો તૈયાર રહેજો, આ સપ્તાહે 10 આઈપીઓ ખુલશે, GMP 60 ટકા સુધી બોલાયું

Upcoming IPO And Share Listing This Week: 21 જુલાઇથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 10 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 5 મેઇનબોર્ડ સેગમેન્ટના IPO છે. આવનાર આઈપીઓના શેર ભાવમાં 60 ટકા સુધી ગ્રે માર્કેટ પ્રીમિયમ બોલાય છે.

Written by Ajay Saroya
Updated : July 21, 2025 11:41 IST
IPO : રોકાણકારો તૈયાર રહેજો, આ સપ્તાહે 10 આઈપીઓ ખુલશે, GMP 60 ટકા સુધી બોલાયું
આઈપીઓ. (Photo: Freepik)

IPO Open And Share Listing This Week: શેરબજારમાં ભલે નરમાઇ હોય પણ આઈપીઓ માર્કેટમાં ધમધમાટ છે. 21 જુલાઇથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 1, 2 કે 3 નહીં 10 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમાં રોકાણકારોને કમાણી કરવાની તક મળે છે. આ 10 આઈપીઓ ઇશ્યુ માંથી 5 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ગ્રે માર્કેટમાં અમુક કંપનીઓના શેર ભાવમાં પ્રીમિયમ બોલાઇ રહ્યું છે. શેર લિસ્ટિંગની વાત કરીયે આ સપ્તાહે 3 કંપનીઓ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાની છે.

Savy Infra IPO : સેવી ઇન્ફ્રા આઈપીઓ

સેવી ઇન્ફ્રા કંપનીનો 69.98 કરોડ રૂપિયાનો આઈપીઓ 21 જુલાઇ થી 23 જુલાઇ સબ્સક્રિપ્શન માટે ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 114 – 120 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. 24 જુલાઇએ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 28 જુલાઇએ NSE SME પર શેર લિસ્ટિંગ થશે. Investorgainના મતે ગ્રે માર્કેટમાં આ શેરમાં 9 ટકા જેટલું પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.

Swastika Castal IPO : સ્વસ્તિક કાસ્ટલ આઈપીઓ

સ્વસ્તિક કેસ્ટલ કંપની આઈપીઓ 21 જુલાઇ એ ખુલશે. કંપનીના 14.07 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 65 રૂપિયા પ્રતિ શેર અને 2000 શેર લોટ સાઇઝ છે. આઈપીઓ 23 જુલાઇ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 24 જુલાઇએ ફાઇનલ થશે. ત્યાર પછી 28 જુલાઇએ BSE SME પર શેર લિસ્ટિંગ થશે.

PropShare Titania IPO : પ્રોપશેર ટાઇટેનિયા આઈપીઓ

પ્રોપશેર ટાઇટેનિયા આઈપીઓ 21 જુલાઇ ખુલશે અને 25 જુલાઇ બંધ થશે. આ કંપનીનો 473 કરોડ રૂપિયાનો આઈપીઓ બુક બિલ્ડિંગ ફોર્મેટમાં ઓફર કરવામાં આવી રહ્યો છે, જેની માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ યુનિટ 1000000 થી 1060000 લાખ રૂપિયા છે. લોટ સાઇઝ 1 યુનિટ છે. આ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનું લિસ્ટિંગ BSE પર 4 ઓગસ્ટે થશે.

Monarch Surveyors IPO : મોનાર્ક સર્વેયર્સ આઈપીઓ

મોનાર્ક સર્વેયર્સ આઈપીઓ 22 જુલાઇથી 24 જુલાઇ સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીનો 93.75 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇશ બેન્ડ 237 થી 250 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. શેર એલોટમેન્ટ 25 જુલાઇ ફાઇનલ થયા બાદ શેર લિસ્ટિંગ BSE SME પર 29 જુલાઇએ થશે. Investorgain મુજબ ગ્રે માર્કેટમાં શેરમાં 150 રૂપિા એટલે કે 60 ટકા સુધી પ્રીમિયમ બોલાઇ રહ્યું છે.

TSC India IPO : ટીએસસી ઈન્ડિયા આઈપીઓ

ટીએસસી ઈન્ડિયા કંપની આઈપીઓ દ્વારા 25.89 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. આ આઈપીઓ સબ્સક્રિપ્શન 23 જુલાઇથી 25 જુલાઇ દરમિયાન કરી શકાશે. શેર એલોટમેન્ટ 28 જુલાઇએ ફાઇનલ થશે ત્યાર બાદ 20 જુલાઇએ NSE SME પર શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 68 – 70 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે.

GNG Electronics IPO : જીએનજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ

જીએનજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટમાં પબ્લિક ઇશ્યુ છે. 460.43 કરોડ રૂપિયાનો આઈપીઓ 23 જુલાઇ ખુલશે અને 25 જુલાઇ બંધ થશે.આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 225 – 237 રૂપિયા પ્રતિ શેર અને 63 શેરના લોટ માટે બોલી લગાવી શકાશે. 28 જુલાઇએ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 30 જુલાઇએ BSE, NSE પર શેર લિસ્ટિંગ થઇ શકે છે. Investorgain મુજબ ગ્રે માર્કેટમાં આ શેરમાં 71 રૂપિયા કે 30 ટકા જેટલું પ્રીમિયમ બોલાય છે.

Indiqube Spaces IPO : ઈન્ડિક્યુબ સ્પેસિસ આઈપીઓ

ઈન્ડિક્યુબ સ્પેસિસ આઈપીઓ માટે 23 જુલાઇ થી 25 જુલાઇ સુધી બીડ કરી શકાશે. 700 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ સેગમેન્ટ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 225 – 237 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 63 શેર છે. 28 જુલાઇએ શેર એલોટમેન્ટ થશે અને પછી 30 જુલાઇએ BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે. Investorgain મુજબ ગ્રે માર્કેટમાં આ શેરનું પ્રીમિયમ 40 રૂપિયા કે 17 ટકા આસપાસ બોલાય છે.

Brigade Hotel Ventures IPO : બ્રિગેડ હોટેલ વેન્ચર્સ આઈપીઓ

બ્રિગેડ હોટેલ વેન્ચર્સ આઈપીઓ 24 જુલાઇએ ખુલશે. 759.60 કરોડના મેઇનબોર્ડ સેગમેન્ટના પબ્લિક ઇશ્યુ માટે પ્રાઇસ બેન્ડ હજી સુધી જાહેર થઇ નથી. આઈપીઓ માટે 28 જુલાઇ સુધી બીડ કરી શકાશે. 29 જુલાઇએ શેર એલોટમેન્ટ થયા બાદ 31 જુાલઇએ BSE અને NSE પર શેર લસ્ટિંગ થઇ શકે છે.

Patel Chem Specialities IPO : પટેલ કેમ સ્પેશિયાલિટીઝ્સ આઈપીઓ

પટેલ કેમ સ્પેશિયાલિટીઝ્સ આઈપીઓ 25 જુલાઇ થી 29 જુલાઇ સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 58.80 કરોડ એક્ત્ર કરવા ઇચ્છે છે. આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ 82 – 84 રૂપિયા પ્રતિ શેર અને 1600 શેરની લોટ સાઇઝ છે. શેર એલોટમેન્ટ 30 જુલાઇ ફાઇનલ થયા બાદ BSE SME પર 1 ઓગસ્ટે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Shanti Gold International IPO : શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ આઈપીઓ

શાંતિ ગોલ્ડ ઇન્ટરનેશનલ આઈપીઓમાં 1.81 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટના આઈપીઓ માટે 25 જુલાઇ થી 29 જુલાઇ દરમિયાન બીડ કરી શકાશે. શેર એલોટમેન્ટ 30 જુલાઇ એ ફાઇનલ થયા બાદ 1 ઓગસ્ટે BSE અને NSE પર શેર લિસ્ટિંગ થશે. હજી સુંધી કંપનીએ આઈપીઓ ઇશ્યુ પ્રાઇસ અને લોટ સાઇઝની વિગત જાહેર કરી નથી.

શેરબજારમાં નવી 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવા સપ્તાહે 3 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 21 જુલાઇએ મેઇનબોર્ડ સેગમેન્ટમાં એન્થમ બાયોસાયન્સીસનો શેર BSE, NSE પર લિસ્ટિંગ થયો છે. આ જ દિવસે NSE SME પ્લેટફોર્મ પર Spunweb Nonwovenનો શેર લિસ્ટિંગ થયો છે. ત્યાર પછી 23 જુલાઇએ મોનિકા એલ્કોબેવ આઈપીઓ શેર BSE SME પર લિસ્ટિંગ થવા સંભવ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ