/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/ipo.jpg)
IPO : શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik) Photograph: (Freepik)
IPOs This Week: શેરબજારના રોકાણકારોને 4 દિવસના નાના અઠવાડિયામાં આઈપીઓ માંથી કમાણી કરવાની અદભુત તક મળવાની છે. 27 જાન્યુઆરીથી શરૂ થઇ થયેલા નવા ટ્રેડિંગ સપ્તાહમાં 5 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જે તમામ SME IPO છે. આ 5 કંપનીઓ આઈપીઓ દ્વારા કુલ 226 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો મોકો મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે સ્ટો એક્સચેન્જ પર 5 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.
Kasturi Metal Composite IPO : કસ્તુરી મેટલ કોમ્પોઝિટ આઈપીઓ
ક્સ્તુરી મેટલ કોમ્પોઝિટ કંપનીઓની 17.61 કરોડ રૂપિયાનો આઈપીઓ 27 જાન્યુઆરી ખુલી રહ્યો છે, જે 29 જાન્યુઆરી સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 61 - 64 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 3 ફેબ્રુઆરીએ શેર લિસ્ટિંગ થશે. આ કંપની સ્ટીલ ફાઇબર પ્રોડક્ટ બનાવે છે.
Kanishk Aluminium India IPO : કનિષ્ક એલ્યુમિનિયમ ઈન્ડિયા આઈપીઓ
કનિષ્ક એલ્યુમિનિયમ ઈન્ડિયા આઈપીઓ સબ્સક્રિપ્શન 28 થી 30 જાન્યુઆરી ખુલ્લો રહેશે. કંપનીએ 29.20 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 73 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. કંપનીનું શેર લિસ્ટિંગ BSE SME પર 4 ફેબ્રુઆરીના રોજ થવા સંભવ છે. આ એસએમઇ કંપની એલ્યુમિનિયમ એક્સટૂઝન પ્રોડ્ક્ટસનું મેન્યુફેક્ચરિંગ કરે છે.
Msafe Equipments IPO : એમસેફ ઇક્વિપમેન્ટ આઈપીઓ
એલ્યુમિનિયમ સ્કૈફોલ્ડિંગ બનાવતી કંપની એમસેફ ઇક્વિપમેન્ટનો 66.42 કરોડનો આઈપીઓ 28 જાન્યુઆરી ખુલશે અને 30 જાન્યુઆરી બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 116 - 123 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઝ 1000 શેર છે. કંપની 54 લાખ શેર જારી કરશે. શેર એલોમેન્ટ માટે BSE SME પર 4 ફેબ્રુઆરીના રોજ શેર લિસ્ટિંગ થશે.
Accretion Nutraveda IPO : એક્રિશન ન્યૂટ્રાવેદા આઈપીઓ
આયુર્વેદિક અને ન્યૂટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ બનાવતી એક્રિશન ન્યૂટ્રાવેદા કંપનીનો આઈપીઓ 28 જાન્યુઆરી ખુલશે. કંપનીએ 24.77 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 122 - 129 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 નક્કી કરી છે. રોકાણકાર 30 જાન્યુઆરી સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે, ત્યાર પછી BSE SME પર 4 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેર લિસ્ટિંગ થશે.
CKK Retail Mart IPO : સીકેકે રિટેલ માર્ટ આઈપીઓ
સીકેકે રિટેલ માર્ટ આઈપીઓ 30 જાન્યુઆરી ખુલશે અને 3 ફેબ્રુઆરી બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 88.02 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે, પ્રાઇસ બેન્ડ 155 - 163 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 6 ફેબ્રુઆરીના રોજ કંપનીના શેર લિસ્ટિગં થશે.
5 કંપનીના શેર લિસ્ટિંગ થશે
આ અઠવાડિયામાં મેનબોર્ડ સેગમેન્ટમાં 28 જાન્યુઆરીના રોજ Shadowfax Technologiesના શેર BSE, NSE પર લિસ્ટેડ થવાના છે. આ જ તારીખે BSE SME પ્લેટફોર્મ Digilogic Systemsના શેર લિસ્ટિંગ થવાના છે. તો 29 જાન્યુઆરી એ NSE SME પર કેઆરએમ આયુર્વેદના શેર લિસ્ટિંગ થવાના છે. 30 જાન્યુઆરીએ BSE SME પ્લેટફોર્મ પર Hannah Joseph Hospital અને શાયોના એન્જિનિયરિંગ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us