/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/ipo.jpg)
IPO : આઈપીઓ Photograph: (Freepik)
Upcoming IPO And Share Listing : આઈપીઓ માર્કેટમાં આ અઠવાડિયે એકંદરે સામાન્ય ચલચલ જોવા મળશે. 2 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 3 નવા આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલવાના છે. આ તમામ SME IPO છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા એક આઈપીઓ સીકેકે રિટલ માર્ટ આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ પર 5 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે.
IPOs This Week : આ અઠવાડિયાના આઈપીઓ
NFP Sampoorna Foods IPO : એનએફપી સંપૂર્ણ ફૂડ્સ આઈપીઓ
એનએફપી સંપૂર્ણ ફૂડ્સ આઈપીઓ 4 ફેબ્રુઆરી ખુલશે અને 6 ફેબ્રુઆર બંધ થશે. કંપનીએ 24.53 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 52 - 55 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 11 ફેબ્રુઆરીના રોજ શેર લિસ્ટિંગ થશે.
Grover Jewells IPO : ગ્રોવર જ્વેલસ આઈપીઓ
ગ્રોવર જ્વેલસ કંપનીનો 33.83 કરોડ રૂપિયાનો આઈપીઓ 4 ફેબ્રુઆરીના રોજ ખુલશે. આઇપીઓ પ્રાઇસ બેન્ડ 83 - 88 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકાર 6 ફેબ્રુઆરી સાથે આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. શેર એલોટમેન્ટ થયા બાદ કંપનીનું શેર લિસ્ટિંગ 11 જાન્યુઆરીના રોજ NSE SME પર થવાનું છે.
Biopol Chemicals IPO : બાયોપોલ કેમિકલ્સ આઈપીઓ
બાયોપોલ કેમિકલ્સ આઈપીઓ 6 ફેબ્રુઆરી ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 102 થી 108 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શરે છે. કંપની આઈપીો દ્વારા 31.26 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. રોકાણકારો 10 ફેબ્રુઆરી સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકશે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE SME પર 13 ફેબ્રુઆરીના રોજ થશે. पर 13 फरवरी को लिस्ट हो सकते हैं।
5 કંપનીના શેર લિસ્ટિંગ થશે
નવા અઠવાડિયે કૂલ 5 કંપનીનું શેર લિસ્ટિંગ થવાનું છે. જેમા 2 ફેબ્રુઆરીના રોજ BSE SME એક્સચેન્જ પર Hannah જોસેફ હોસ્પિટલ કંપનીનું શેર લિસ્ટિંગ થશે. તો 3 ફેબ્રુઆરીના રોજ BSE SME પર કસ્તુરી મેટલ કોમ્પોઝિટના શેર લિસ્ટેડ થશે. 4 ફેબ્રુઆરીના રોજ BSE SME પ્લેટફોર્મ પર એમસેફ ઇક્વિપમેન્ટ્સ, Accretion ન્યુટ્રાવેડા અને કનિષ્ક એલ્યુમિનિયમ ઈન્ડિયાના શેરનું લિસ્ટિંગ થશે. 6 ફેબ્રુઆરીના રોજ NSE SME પર CKK રિટેલ માર્ટના શેર લિસ્ટેડ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us