IPO This Week: નવા સપ્તાહે વિક્રમ સોલાર, પટેલ રિટેલ સહિત 8 આઈપીઓ ખુલશે, 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week : 18 ઓગસ્ટથી થયેલા અઠવાડિયામાં નવા 8 આઈપીઓ ખુલશે, જેમા 5 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત શેરબજારમાં 6 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
Updated : August 18, 2025 09:41 IST
IPO This Week: નવા સપ્તાહે વિક્રમ સોલાર, પટેલ રિટેલ સહિત 8 આઈપીઓ ખુલશે, 6 કંપનીના શેર લિસ્ટિંગ થશે
IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટ માટે 18 ઓગસ્ટથી શરૂ થનાર આ અઠવાડિયું વ્યસ્ત રહેશે. આ અઠવાડિયામાં 8 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 5 મેઇનબોર્ડ આઈપીઓ છે. પાછલા સપ્તાહના એક પણ આઈપીઓ નથી. ઉપરાંત આ સપ્તાહે 6 કંપનીઓના શેર લિસ્ટેડ થવાનાછે. ચાલો આ અઠવાડિયે ખુલનાર પબ્લિક ઇશ્યૂ પર એક નજર કરીએ.

Patel Retail IPO : પટેલ રિટેલ આઈપીઓ

પટેલ રિટેલ આઈપીઓ 19 ઓગસ્ટે ખુલશે. અંબરનાથ સ્થિત સ્ટાર્ટઅપ પટેલ રિટેલ, જે મહારાષ્ટ્રમાં 43 આઉટલેટ ચલાવે છે, આ અઠવાડિયે 243 કરોડ રૂપિયાનો IPO લોન્ચ કરી રહી છે. શેર પ્રાઇઝ રેન્જ 237 – 255 રૂપિયા અને લોટ સાઇઝ 28 શેર છે. આ ભંડોળનો ઉપયોગ દેવાની ચુકવણી અને દૈનિક કામગીરી માટે કરવામાં આવશે. IPO 21 ઓગસ્ટ બંધ થયા બાદ BSE અને NSE પર શેર લિસ્ટિંગ 26 ઓગસ્ટના રોજ થશે.

Vikram Solar IPO : વિક્રમ સોલાર IPO

વિક્રમ સોલાર કંપની રૂ. 2079 કરોડનો IPO લાવી રહી છે. આ આઈપીઓ 19 થી 21 ઓગસ્ટ સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ માટે પ્રાઈઝ રેન્જ પ્રતિ શેર 315 – 332 રૂપિયા અને લોટ સાઇઝ 45 શેર છે. કોલકાતામાં મુખ્ય મથક ધરાવતી આ કંપની પહેલાથી જ સોલાર પેનલના ક્ષેત્રમાં એક મોટું નામ છે. ભંડોળનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કરવામાં આવશે. કંપનીનું શેર લિસ્ટિંગ BSE, NSE પર 26 ઓગસ્ટે થશે.

Gem Aromatics IPO : જેમ એરોમેટિક્સ આઈપીઓ

મુંબઈ સ્થિત જેમ એરોમેટિક્સ કંપનીનો આઈપીઓ 19 ઓગસ્ટે ખુલશે. કંપની આઈપીઓ દ્વારા 175 કરોડ રૂપિયા એકત્ર કરશે. આઈપીઓ માટે પ્રાઇઝ રેન્જ 309 – 325 રૂપિયા અને લોટ સાઇઝ 46 શેર છે. કંપની આવશ્યક તેલ, સુગંધ રસાયણો અને વિશેષ ઘટકોનું ઉત્પાદન કરે છે. 21 ઓગસ્ટે આઈપીઓ બંધ થયા બાદ 26 ઓગસ્ટે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.

Shreeji Shipping Global IPO : શ્રીજી શિપિંગ ગ્લોબલ IPO

જામનગર સ્થિત શ્રીજી શિપિંગ કંપની 411 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવી છે. 19 ઓગસ્ટ ખુલનાર આ આઈપીઓ 100 ટકા નવો ઇશ્યૂ લોન્ચ કરી રહ્યું છે. આઈપીઓ ઇશ્યુ પ્રાઇઝ 240 – 252 રૂપિયા અને લોટ સાઇઝ 58 શેર છે. આ ભંડોળનો ઉપયોગ ડ્રાય બલ્ક કેરિયર્સ ખરીદવા માટે કરવામાં આવશે. 21 ઓગસ્ટ સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકાશે.

Mangal Electrical IPO : મંગલ ઇલેક્ટ્રિકલ આઈપીઓ

મંગલ ઇલેક્ટ્રિકલ્સ આઈપીઓ 20 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ ખુલશે. કંપની આઈપીઓ દ્વારા રૂ. 400 કરોડ ઉભા કરશે. આઈપીઓ માટે પ્રાઇઝ રેન્જ 533 – 561 શેર અને લોટ સાઇઝ 26 શેર છે. શેર લિસ્ટિંગ 28 ઓગસ્ટના રોજ BSE અને NSE પર થશે.

SME IPO : એસએમઇ આઈપીઓ

Studio LSD IPO : સ્ટુડિયો એલએસડી આઈપીઓ

મલ્ટિમીડિયા પ્રોડક્શન હાઉસ સ્ટુડિયો LSD કંપનીનો આઈપીઓ 18 ઓગસ્ટ ખુલશે અને 20 ઓગસ્ટે બંધ થશે. 70 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇઝ રેન્જ 51 – 54 રૂપિયા અને લોટ સાઇઝ 2000 શેર છે. 25 ઓગસ્ટે કંપનીના શેર લિસ્ટિંગ NSE SME પર થશે.

LGT Business Connextions IPO : LGT બિઝનેસ કનેક્શન્સ આઈપીઓ

LGT બિઝનેસ કનેક્શન્સ આઈપીઓ 19 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. 28.09 કરોડ રૂપિયાના IPO માટે ઇશ્યુ પ્રાઇસ 107 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. શેર લિસ્ટિંગ BSE SME પર 26 ઓગસ્ટે થઇ શકે છે.

Classic Electrodes IPO : ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ આઈપીઓ

ક્લાસિક ઇલેક્ટ્રોડ્સ આઈપીઓ 22 ઓગસ્ટે ખુલવાની અપેક્ષા છે. 41.51 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇઝ રેન્જ 82 – 87 રૂપિયા અને લોટ સાઇઝ 1600 શેર છે. 26 ઓગસ્ટ સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકાશે. શેર લિસ્ટિંગ NSE SME પર 29 ઓગસ્ટે થઇ શકે છે.

આ સપ્તાહના શેર લિસ્ટિંગ પર નજર રાખો

18 ઓગસ્ટથી શરૂ થનાર નવા સપ્તાહ દરમિયાન શેરબજારમાં નવી 8 કંપનીના શેર લિસ્ટિંગ થઇ રહ્યા છે. 18 ઓગસ્ટે NSE SME પર મેડિસ્ટેપ હેલ્થકેર અને ANB મેટલ કાસ્ટના શેર લિસ્ટિંગ થશે. 19 ઓગસ્ટે મેઇનબોર્ડ સેગમેન્ટમાં BSE, NSE પર બ્લુસ્ટોન જ્વેલરીનું શેર લિસ્ટિંગ થઇ શકે છે. તો આ જ તારીખે Icodex પબ્લિશિંગ સોલ્યુશન્સનું શેર લિસ્ટિંગ BSE SME પર થવાની અપેક્ષા છે. ત્યાર પછી 20 ઓગસ્ટે મેઇનબોર્ડ સેગમેન્ટમાં BSE, NSE પર રિગલ રિસોર્સિસ કંપનીનો શેર લિસ્ટેડ થવાનો છે. આ તારીખે NSE SME પર મહિન્દ્રા રિયલ્ટર્સના શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ