IPO: નવા અઠવાડિયે 4 આઈપીઓ ખુલશે, 4 કંપનીના શેર લિસ્ટેડ થશે

IPOs This Week : શેરબજારમાં કડાકા વચ્ચે આઈપીઓ કમાણી કરાવી શકે છે. આ અઠવાડિયે નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 3 મેઇનબોર્ડ સેગમેન્ટ IPO છે. ઉપરાંત 4 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

IPOs This Week : શેરબજારમાં કડાકા વચ્ચે આઈપીઓ કમાણી કરાવી શકે છે. આ અઠવાડિયે નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 3 મેઇનબોર્ડ સેગમેન્ટ IPO છે. ઉપરાંત 4 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
New Update
IPO | IPO Return In 2025 | Best And Worst IPO Of 2025

Top Five Best And Worst IPO Of 2025 : 2025ના સૌથી શ્રેષ્ઠ અને ખરાબ ટોચના 5 આઈપીઓ Photograph: (Freepik)

Upcoming IPO And Share Listing This Week : શેરબજારમાં કડાકા વચ્ચે આઈપીઓ રોકાણકારોને કમાણી કરાવી શકે છે. 9 માર્ચ થી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 4 નવા આઈપીઓ ખુલી રહ્યા છે, જેમાથી 3 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 IPO સબ્સક્રાઇબ કરવાની પણ તક મળશે. આ બંને SME IPO છે. તો આ અઠવાડિયામાં 4 કંપનીઓના શેર લિસ્ટેડ થવાના છે, જેમા 1 મેઇનબોર્ડ IPO છે.

Advertisment

IPO This Week : આ અઠવાડિયાના આઈપીઓ

Rajputana Stainless IPO : રાજપૂતાના સ્ટેનલેસ સ્ટીલ

રાજપૂતાના સ્ટેનલેસ કંપનીનો IPO 9 માર્ચ ખુલશે અને 11 માર્ચ બંધ થશે. આ આઈપીઓનું કદ ₹ 254.98 કરોડ રૂપિયા છે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ ₹ 116 - 122 પ્રતિ શેર અને લોટ સાઇઝ 110 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 16 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે.

Innovision IPO: ઈનોવિઝન આઈપીઓ

ઈનોવિઝન આઈપીઓ 10 થી 12 માર્ચ દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની IPO દ્વારા ₹ 322.84 કરોડ ઊભા કરવા માંગે છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 521 - 548 પ્રતિ શેર અને લોટ સાઇઝ 27 શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ BSE, NSE પર 17 માર્ચના રોજ થશે. 

Apsis Aerocom IPO : એપ્સિસ એરોકોમ

એપ્સિસ એરોકોમ IPO 11 માર્ચ ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 104 - 110 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,200 શેર છે. આ SME કંપની આઈપીઓ દ્વારા ₹ 35.77 કરોડ એક્ત્ર કરશે. 13 માર્ચે IPO બંધ થયા બાદ NSE SME પર 18 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટિંગ થશે.

Advertisment

Raajmarg Infra Investment Trust IPO : રાજમાર્ગ ઇન્ફઅરા ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ આઈપીઓ

રાજમાર્ગ ઇન્ફ્રા ઈન્વેસ્ટમેન્ટ ટ્રમ્પ આઈપીઓ 11 માર્ચ ખુલશે અને 13 માર્ચ બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 6000 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. IPO પ્રાઇસ બેન્ડ ₹ 99 - 100 રૂપિયા પ્રતિ શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 24 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટિંગ થશે.

પાછલા અઠવાડિયાના બે IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક

Elfin Agro India IPO : એલ્ફિન એગ્રો ઈન્ડિયા આઈપીઓ 

એલ્ફિન એગ્રો ઈન્ડિયા આઈપીઓ 5 માર્ચ ખુલ્યો હતો, જે 9 માર્ચે બંધ થશે. 25.03 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 47 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3,000 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ બાદ કંપનીના શેર લિસ્ટિંગ 12 માર્ચના રોજ BSE SME પર થશે.

Srinibas Pradhan Constructions IPO : શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન આઈપીઓ

શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન કંપનીનો ₹20.32 કરોડ રૂપિયાનો આઈપીઓ 6 માર્ચ ખુલ્યો હતો, જે 10 માર્ચ સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 91 થી 98 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. શેર એલોટમેન્ટ બાદ 13 માર્ચના રોજ NSE SME પર શેર લિસ્ટિંગ થશે.

4 કંપનીના શેર લિસ્ટેડ થશે

  • 9 માર્ચ : એસીટેક ઇ કોમર્સ કંપનીના શેર NSE SME પર લિસ્ટેડ થશે.
  • 11 માર્ચ : BSE, NSE પર SEDEMAC Mechatronics કંપનીના શેર લિસ્ટેડ થશે. 
  • 12 માર્ચ : BSE SME પર એલ્ફિન એગ્રો ઈન્ડિયાન શેર લિસ્ટિંગ થશે.
  • 13 માર્ચ : NSE SME પર શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન કંપનીના શેર લિસ્ટિંગ થશે.
શેર બજાર આઈપીઓ બિઝનેસ