IPO Alert : આઈપીઓ નિયમમાં 6 ફેરફાર, દરેક રોકાણકારે જાણવા જરૂરી

New IPO Rules Alert: બીએસઇ અને એનએસઇ દ્વારા આઈપીઓ નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર થયા છે, જે જુલાઇથી લાગુ થઇ ગયા છે. જો તમે IPO માં રોકાણ કરો છો તો નવા નિયમ જાણી લેવા જોઇએ.

New IPO Rules Alert: બીએસઇ અને એનએસઇ દ્વારા આઈપીઓ નિયમમાં મહત્વપૂર્ણ ફેરફાર થયા છે, જે જુલાઇથી લાગુ થઇ ગયા છે. જો તમે IPO માં રોકાણ કરો છો તો નવા નિયમ જાણી લેવા જોઇએ.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO | IPO Rules | IPO news | IPO alert | SME IPO News | SME IPO rules | ipo investment

IPO Rules Changes : આઈપીઓ સબ્સક્રિપ્શનના નિયમમાં ફેરફાર થયા છે. (Photo: Freepik)

New IPO Rules Alert: આઈપીઓ શેરબજાર માંથી કમાણી કરવાનો સૌથી સરળ રસ્તો માનવામાં આવે છે. ઘણા લોકો આઈપીઓ લિસ્ટિંગ ગેઇનથી જંગી કમાણી કરે છે. જો કે આઈપીઓ સંબંધિત કટેલાક નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેનો હેતુ રોકાણકારોને સુરક્ષા આપવાનો છે. નવા આઈપીઓ નિયમ જુલાઇથી મહિનાથી લાગુ થઇ હયા છે. જો તમે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO)સબ્સક્રિપ્શન કરો છો, તો પહેલા આ નિયમ જાણી લેવા જોઇએ.

Advertisment

રોકાણકારો માટે SME IPO માં રોકાણ કરવું હવે પહેલા જેટલું સરળ નથી. BSE અને NSE એ SME IPO સંબંધિત નવી અને કડક માર્ગદર્શિકા લાગુ કરી છે, જે જુલાઈની શરૂઆતથી અમલમાં આવી છે. આ નવા નિયમોનો હેતુ પારદર્શિતા વધારવા, બેજવાબદાર રિટેલ રોકાણને રોકવા અને સમગ્ર પ્રક્રિયામાં શિસ્ત લાવવાનો છે.

તાજેતરના મહિનાઓમાં SME માર્કેટમાં રિટેલ ઇન્વેસ્ટમેન્ટમાં ઝડપી વધારો, ઊંચા મૂલ્યાંકન અને કેટલીક કંપનીઓ દ્વારા નિયમોના દુરુપયોગની ફરિયાદો પછી, નિયમનકારો પર આ ક્ષેત્રને વધુ વ્યાવસાયિક બનાવવાનું દબાણ હતું. નવા નિયમોને આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

SME IPO Rules Changes : એસએમઇ આઈપીઓ નિયમમાં 6 ફેરફાર

હવે લઘુત્તમ રોકાણ 2 લાખ રૂપિયા

બીએસઈ અને એનએસઈના નવા નિયમો હેઠળ, રિટેલ રોકાણકારોએ એસએમઈ આઈપીઓ સબ્સક્રિપ્શન કરવા ઓછામાં ઓછા 2 લોટ માટે બોલી લગાવવી પડશે. એટલે કે, હવે આઈપીઓ રોકાણ માટે, છૂટક રોકાણકારોએ ઓછામાં ઓછા બે લોટ માટે અરજી કરવી પડશે, જેની કિંમત રૂ. 2 લાખથી વધુ હશે. અગાઉ, નાના રોકાણકારો 15 હજાર રૂપિયાથી પણ ઓછી રકમમાં આઈપીઓ સબ્સક્રિપ્શન કરી શકતા હતા.

Advertisment

Cut off Price : કટ ઓફ પ્રાઇસ વિકલ્પ દૂર કરાયો

અગાઉ, રોકાણકારો કોઈપણ કિંમતે શેર મેળવવા માટે કટ ઓફ પ્રાઇસ કરતા હતા. હવે આ વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં, જેનાથી ભાવ શિસ્તતા વધશે અને અનુમાનના બદલે સમજદારી પૂર્વક બોલી લગાવવી પડશે.

બિડ કેન્સલ કરવા અથવા ઘટાડવાની મંજૂરી નહીં

હવે રોકાણકારો તેમની બોલી લગાવ્યા પછી તેને ઘટાડી કે કેન્સલ કરી શકતા નથી, જે 'લેટ મિનિટ ચેન્જીસ' અટકાવશે અને સિસ્ટમને વધુ સ્થિર બનાવશે.

બોડી અને પેમેન્ટનો કડક સમય

હવે SME IPO માટે બોલી લગાવવાની પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધીમાં બંધ થઈ જશે અને UPI મંજૂરી માટેની છેલ્લી તારીખ સાંજે 5 વાગ્યા નક્કી કરવામાં આવી છે.

કંપનીઓ પર પણ કડકાઈ

હવે SME કંપનીઓએ IPO લાવતા પહેલા છેલ્લા 3 વર્ષમાં ઓછામાં ઓછા બે વર્ષમાં 1 કરોડ રૂપિયાનો EBITDA દર્શાવવો પડશે. ઉપરાંત, વેચાણ માટેની ઓફર 20% થી વધુ ન હોઈ શકે અને જનરલ કોર્પોરેટ પર્પઝનો હિસ્સો 10 કરોડ રૂપિયા અથવા 15%, જે પણ ઓછું હોય તેનાથી વધુ ન હોઈ શકે.

Tick Size વધી

આનાથી શેર ભાવમાં નાના નાની વધઘટની શક્યતા ઓછી થશે અને ફક્ત ગંભીર રોકાણકારો જ બજારમાં ટકી શકશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જૂન 2025 માં નવી માર્ગદર્શિકા અમલમાં આવી તે પહેલાં SME કંપનીઓએ IPO લાવવા માટે હોડ મચાવી હતી. જૂન મહિનામાં જ 30 SME IPO આવ્યા, જેના દ્વારા કંપનીઓએ રૂ. 1,380 કરોડથી વધુ એકત્ર કર્યા. આ કંપનીઓએ જૂના, હળવા નિયમોનો લાભ લઈને પોતાને લિસ્ટેડ કરાવ્યા.

જે IPO ની તારીખ 30 જૂન સુધી હતી તેઓ ડ્યુઅલ બિડિંગ સિસ્ટમનો લાભ લઈ શકતા હતા. એટલે કે, તેઓ જૂના અથવા નવા નિયમોમાંથી કોઈ એક પસંદ કરી શકતા હતા. પરંતુ 11 જુલાઈ 2025 પછી ફક્ત નવા નિયમો જ લાગુ થશે.

હવે શું થશે?

ટૂંકા ગાળામાં, SME IPO ની ગતિ થોડી ધીમી પડી શકે છે, પરંતુ માર્કેટ એક્સપર્ટ્સ માને છે કે આ ફેરફારો યોગ્ય દિશામાં એક પગલું છે. આનાથી ફક્ત જેન્યુઅન અને મજબૂત કંપનીઓ જ બજારમાં ટકી શકશે અને રોકાણકારોને વધુ સારું રક્ષણ પૂરું પાડશે. આ નિયમો દ્વારા, નિયમનકારો SME ક્ષેત્રને અટકળોથી મુક્ત કરવાનો અને તેને લાંબા ગાળાના રોકાણ માટે વધુ સારું પ્લેટફોર્મ બનાવવાનો ઉદ્દેશ ધરાવે છે.

જો તમે SME IPO માં રોકાણ કરવા માંગતા હો, તો હવે તમારે ફક્ત પૈસા જ નહીં, પણ યોગ્ય માહિતી, સંશોધન અને શિસ્તતા પણ લાવવી પડશે. કારણ કે શેરબજારમાં કમાણી કરવા માટે ફક્ત તેજી જ નહીં, પણ ડહાપણની પ જરૂર પડે છે.

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર