IPO : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ સહિત 5 આઈપીઓ ખુલશે, નવા સપ્તાહે 9 કંપનીઓનું શેર લિસ્ટિંગ

IPO Open This Week And Share Listing : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ અને સ્માર્ટન પાવર સિસ્ટમ્સ સહિત 5 આઈપીઓ આ સપ્તાહે ખુલવાના છે. તેમજ 9 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં રોકાણ કરવાની આ અઠવાડિયા એ છેલ્લી તક મળશે.

IPO Open This Week And Share Listing : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ અને સ્માર્ટન પાવર સિસ્ટમ્સ સહિત 5 આઈપીઓ આ સપ્તાહે ખુલવાના છે. તેમજ 9 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં રોકાણ કરવાની આ અઠવાડિયા એ છેલ્લી તક મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ipo | ipo news | upcoming ipo | current ipo gmp | ipo investment | share market news | stock market news

IPO : આઈપીઓ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

IPO Open This Week And Share Listing : આઈપીઓ માર્કેટ માટે નવું સપ્તાહે બહુ વ્યસ્ત રહેવાનું છે. 7 જુલાઇથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયન 5 નવા આઈપીઓ ખુલવાના છે. જેમા ટ્રાવેલ ફૂડ સર્વિસીસ કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા 3 આઈપીઓમાં રોકાણ કરવાની આ અઠવાડિયા એ છેલ્લી તક મળશે. આ સાથે જ નવા સપ્તાહે 9 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે. ચાલો જાણીયે વિગતવાર

Advertisment

IPO Open This Week : નવા સપ્તાહના આઈપીઓ

Travel Food Services IPO : ટ્રાવેલ ફૂડ સર્વિસીસ આઈપીઓ

ટ્રાવેલ ફૂડ સર્વિસીસ આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે,જે 7 જુલાઇએ ખુલ્યો છે. કંપની આઈપીઓ દ્વારા 2000 કરોડ રૂપિયા ઉભા કરવા ઇચ્છે છે. આઈપીઓ માટે પ્રાઇસ 1045 - 1100 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 13 શેર છે. 9 જુલાઇ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે છેલ્લી તારીખ છે ત્યારબાદ 10 જુલાઇએ શેર એલોટમેન્ટ ફાઇનલ છે. 14 જુલાઇ એ BSE, NSE પર કંપનીના શેર લિસ્ટેડ થશે.

Chemkart India IPO : કેમકાર્ડ ઈન્ડિયા આઈપીઓ

કેમકાર્ડ ઈન્ડિયા કંપનીનો આઈપીઓ 7 થી 9 જુલાઇ સબ્સક્રિપ્શન માટે ખુલશે. આ એસએમઇ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 236 - 248 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 10 જુલાઇએ ફાઇનલથશે. શેર લિસ્ટિંગ BSE SME પર 14 જુલાઇએ થઇ શકે છે.

Smarten Power Systems IPO : સ્માર્ટન પાવર સિસ્ટમ્સ આઈપીઓ

સ્માર્ટન પાવર સિસ્ટમ્સ કંપનીનો આઈપીઓ 7 જુલાઇ થી 9 જુલાઇ સુધી સબ્સક્રિપ્શન માટે ખુલશે. આ એસએમઇ આઈપીઓમાં 100 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર અને 1200 શેરના લોટમાં રોકાણ કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 50 કરોડ રૂપિયા એક્ત્ર કરવા ઇચ્છે છે. 10 જુલાઇ એ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 14 જુલાઇએ NSE SME પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Advertisment

GLEN Industries IPO : ગ્લેન ઇન્ડસ્ટ્રીઝ IPO

ગ્લેન ઇન્ડસ્ટ્રીઝનો 63.02 કરોડ રૂપિયાનો આઈપીઓ 8 જુલાઇ ખુલી 10 જુલાઇએ બંધ થશે. ત્યાર બાદ 11 જુલાઇએ શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. શેર લિસ્ટિંગ BSE SME પર 15 જુલાઇએ થઇ શકે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 92-97 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે.

Asston Pharmaceuticals IPO : એસ્ટન ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓ

એસ્ટન ફાર્માસ્યુટિકલ્સ IPO સબ્સક્રિપ્શન માટે 9 જુલાઇ એ ખુલશે. તમે 115 - 123 રૂપિયા પ્રતિ શેરના ભાવ 1000 શેરના લોટ માટે 11 જુલાઇ સુધી અરજી કરી શકો છો. કંપની આઈપીઓ દ્વારા 27.56 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. પબ્લિક ઇશ્યૂ બંધ થયા બાદ શેર એલોમન્ટ 14 જુલાઇએ ફાઇનલ થઇ શકે છે. 16 જુલાઇ એ BSE SME પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.

આ પણ વાંચો |IPO નિયમમાં 6 ફેરફાર, દરેક રોકાણકારે જાણવા જરૂરી

New Share Listing This Week : નવા સપ્તાહે 9 કંપનીના શેર લિસ્ટિંગ થશે

7 જુલાઇથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન શેરબજારમાં નવી 9 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 7 જુલાઇએ NSE SME પર સિલ્કી ઓવરસીઝ, સીડર ટેક્સટાઇલ અને પુષ્પા જ્વેલર્સના શેર લિસ્ટિંગ થયા છે. તો આ જ દિવસે BSE SME પર માર્ક લેયર અને વંદન ફૂડ્સ કંપનીના શેર લિસ્ટિંગ થયા છે. 9 જુલાઇએ મેઇનબોર્ડ BSE, NSE પર ક્રિઝાક લિમિટેડ કંપનીનો શેર લિસ્ટેડ થવાનો છે. 10 જુલાઇએ બીએસઇ એસએમઇ પર Cryogenic OGS અને એનએસઇ એસએમઇ પર White Force ના શેર લિસ્ટિંગ થઇ શકે છે. 11 જુલાઇએ BSE SME પર મેટા ઈન્ફોટેક કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

આઈપીઓ બિઝનેસ Investment શેર બજાર