Upcoming IPO And Shere Listing This Week : આઈપીઓ માર્કેટ માટે આ અઠવાડિયા બહુ વ્યસ્ત રહેવાનું છે. 8 ડિસેમ્બરથી શરૂ થયેલા આ સપ્તાહમાં નવા 12 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 4 મેઈનબોર્ડ IPO છે. ઉપરાંત 16 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે, જેમા મીશો લિમિટેડના શેર સામેલ છે. આઈપીઓ લિસ્ટિંગ ગેઇન શેરબજારમાં કમાણી કરવાનો સરળ રસ્તો છે. તો ચાલો જાણીયે આ અઠવાડિયા ક્યા IPO આવી રહ્યા છે, જેમા રોકાણ કરવાથી કમાણી થઇ શકે છે.
Upcoming IPO This Week : આ અઠવાડિયાના આવનાર આઈપીઓ
Wakefit Innovations IPO : વેકફિટ ઇનોવેશન્સ આઈપીઓ
વેકફિટ ઇનોવેશન્સ આઈપીઓ 8 ડિસેમ્બરે ખુલ્યો. કંપની કુલ ₹1,288.89 કરોડ (આશરે $1.28 બિલિયન) એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાંથી ₹377.18 કરોડ (આશરે $911.71 બિલિયન) નવા શેર જારી કરીને એકત્ર કરવામાં આવશે, જ્યારે હાલના રોકાણકારો ₹911.71 કરોડ (આશરે $911.71 બિલિયન) મૂલ્યના શેર વેચશે. આઈપીઓ શેર માટે પ્રાઇસ બેન્ડ ₹ 185 થી ₹ 195 અને લોટ સાઇઝ 76 શેર છે. આ પબ્લિસ ઇશ્યૂ 10 ડિસેમ્બરે બંધ થશે અને 15 ડિસેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
Corona Remedies IPO : કોરોના રેમેડીઝ આઈપીઓ
કોરોના રેમેડીઝ આઈપીઓ સબ્સક્રિપ્શન 8 થી 10 ડિસેમ્બર દરમિયાન કરી શકાશે. આ સંપૂર્ણ IPO ઓફર ફોર સેલ છે, એટલે કે કંપનીને કોઇ નવી મૂડી મળશે નહીં, કંપનીના હાલના શેરધારકો જ પોતાનો હિસ્સો વેચશે. OFSનું કદ ₹ 655.37 કરોડ છે. આઈપીઓ શેર માટે પ્રાઇસ બેન્ડ 1,008 થી 1,062 રૂપિયા અને લોટ સાઇઝ 14 શેર છે. શેર એલોટમેન્ટ બાદ 15 ડિસેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે.
Nephrocare Health Services IPO : નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ આઈપીઓ
નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ આઈપીઓ 10 ડિસેમ્બર ખુલશે અને 12 ડિસેમ્બર બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા કુલ ₹ 871.05 કરોડ એકત્ર કરશે, જેમા ₹353.4 કરોડની મૂલ્યના નવા શેર જારી કરશે અને કંપનીના હાલના શેરધારકો દ્વારા OFS હેઠળ ₹517.64 કરોડની મૂલ્યના શેર વેચવામાં આવશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 438 – 460 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 32 શેર હશે. કંપની ડાયાલિસિસ અને કિડની કેર સર્વિસ પૂરી પાડે છે. કંપનીના શેર લિસ્ટિંગ 17 ડિસેમ્બરે BSE, NSE પર થવાની અપેક્ષા છે.
Park Medi World IPO : પાર્ક મેડી વર્લ્ડ આઈપીઓ
હેલ્થકેર કંપની પાર્ક મેડી વર્લ્ડ આઈપીઓ સબ્સક્રિપ્શન 10 થી 12 ડિસેમ્બર દરમિયાન કરી શકાશે. કંપની ₹770 કરોડના નવા શેર જારી કરશે અને ₹ 150 કરોડનો OFS ઓફર હશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 154 થી ₹ 162 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 92 શેર છે. સ્ટોક એલોટમેન્ટ બાદ 17 ડિસેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.
KV Toys India : કે વી ટોયઝ ઇંડિયા
કેવી ટોયઝ ઇન્ડિયા કંપનીનો ₹ 40.15 કરોડનો (IPO) 8 ડિસેમ્બરે ખુલશે અને 10 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 227 થી 239 પ્રતિ શેર અને લોટ સાઝઇ 600 શેર નક્કી કરી છે. જો કે રિટેલ પોર્શનમાં નાના રોકાણકારો એ ઓછામાં ઓછા 1200 શેર માટે અરજી કરવી આવશ્યક છે. IPO બંધ થયા બાદ 15 ડિસેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર શેર લિસ્ટેડ થશે.
Prodocs Solutions : પ્રોડોક્સ સોલ્યુશન્સ
પ્રોડોક્સ સોલ્યુશન્સ આઈપીઓ 8 ડિસેમ્બરે ખુલી રહ્યો છે. આ ₹27.60 કરોડના IPOમાં નવા શેર અને OFS બંનેનો સમાવેશ થાય છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 131 થી 138 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. રિટેલ રોકાણકારોએ મિનિમમ 2000 શેર માટે અરજી કરવાની રહેશે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 15 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થશે.
Riddhi Display Equipments : રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપ્મેંટ્સ
રિદ્ધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ આઈપીઓ 8 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. કંપનીના આઈપીઓનું કુલ કદ ₹ 24.68 કરોડ છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 95 થી 100 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. રિટેલ રોકાણકારોએ મિનિમમ 2,400 શેર માટે અરજી કરવાની રહેશે. કંપનીનું શેર લિસ્ટિંગ 15 ડિસેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર થવાનું છે.
Unisem Agritech : યુનિસેમ એગ્રીટેક
યુનિસેમ એગ્રીટેક આઈપીઓ 10 થી 12 ડિસેમ્બર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની ₹21.45 કરોડ આઈપીઓ દ્વારા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 63 – 65 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર નક્કી કરવામાં આવ્યો છે, રિટેલ રોકાણકારોએ મિનિમમ 4,000 શેરના લોટ માટે અરજી કરવાની રહેશે. શેર એલોટમેન્ટ બાદ 17 ડિસેમ્બરે BSE SME પર શેર લિસ્ટિંગ થવાની અપેક્ષા છે.
Pajson Agro India : પેજસન એગ્રો ઇન્ડિયા
પેજસન એગ્રો ઇન્ડિયા આઈપીઓ 11 ડિસેમ્બરે ખુલશે અને 15 ડિસેમ્બર બંધ થશે. IPO દ્વારા કંપની ₹74.45 કરોડ (આશરે $1.4 બિલિયન) એકત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 112 – 118 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. રિટેલ રોકાણકારોએ 2,400 શેરના લોટમાં અરજી કરવાની રહેશે. BSE SME પર શેર લિસ્ટિંગ 18 ડિસેમ્બરે થવાની અપેક્ષા છે.
શેરબજારમાં 16 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે
આઈપીઓ સબ્સક્રિપ્શનની સાથે સાથે શેર લિસ્ટિંગની રીતે પણ આ અઠવાડિયું બહુ વ્યસ્ત રહેવાનું છે. આ સપ્તાહે ત્રણ મેઈનબોર્ડ કંપનીઓ – મીશો, એક્વસ અને વિદ્યા વાયર્સનું શેર લિસ્ટિંગ 10 ડિસેમ્બર થવાનું છે. જેથી શેરબજારમાં નોંધપાત્ર કામકાજ થવાની અપેક્ષા છે.
- 8 ડિસેમ્બર : સ્પેબ એડહેસિવ્સ (NSE SME), એસ્ટ્રોન મલ્ટિગ્રેન (BSE SME), ઇન્વિક્ટા ડાયગ્નોસ્ટિક (NSE SME), રેવેલકેર (BSE SME) અને ક્લિયર સિક્યોર્ડ (NSE SME) શેર લિસ્ટિંગ થયું છે.
- 9 ડિસેમ્બર : હેલોજી હોલિડેઝ (BSE SME) અને નિયોકેમ બાયો (NSE SME)ના શેર લિસ્ટિંગ થવાના છે.
- 10 ડિસેમ્બર : મીશો, એક્વસ અને વિદ્યા વાયર્સ ત્રણેય કંપનીના શેર BSE, NSE પર લિસ્ટેડ થવાના છે. NSE SEM પર શ્રી કાન્હા સ્ટેનલેસના શેર લિસ્ટિંગ થશે.
- 11 ડિસેમ્બર : BSE SME પર લક્ઝરી ટાઈમ, વેસ્ટર્ન ઓવરસીઝ સ્ટડી એબ્રોડ શેર લિસ્ટિંગ થશે.
- 12 ડિસેમ્બર : BSE SME પર મેથોડહબ સોફ્ટવેર અને NSE SME પર સ્કેલસોસ અને ફ્લાયવિંગ્સ સિમ્યુલેટર ટ્રેનિંગ સેન્ટર કંપનીના શેર લિસ્ટિંગ થશે.





