/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/IPO-Investment-1.jpg)
આઈપીઓ. (Photo: Freepik)
Upcoming IPO News : આઈપીઓ માટે 15 ડિસેમ્બરથી શરૂ થયેલું નવું અઠવાડિયું વ્યસ્ત રહેવાનું છે. નવા સપ્તાહે નવા 4 આઈપીઓ ખુલવાના છે, જે સંયુક્ત રીતે 830 કરોડ રૂપિયા મૂડીબજારમાંથી ઊભા કરશે. તો શેર લિસ્ટિંગ મામલે પણ આ સપ્તાહ બહુ ખાસ રહેશે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સહિત 15 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે.
KSH International IPO : કેએસએચ ઈન્ટરનેશનલ આઈપીઓ
કેએસએચ ઈન્ટરનેશનલ કંપનીનો આઈપીઓ 16 ડિસેમ્બરે ખુલશે. આ અઠવાડિયાનો એક માત્ર મેઇનબોર્ડ આઈપીઓ છે. કંપનીએ 710 કરોડના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 365 - 384 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 39 શેર છે. આ આઈપીોમાં 420 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને 290 કરોડ રૂપિયાનો OFS સામેલ છે. 18 ડિસેમ્બર આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તારીખ છે. 22 ડિસેમ્બર શેર એલોટમેન્ટ થશે અને ત્યાર બાદ 23 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ BSE, NSE પર થવા સંભવ છે.
Neptune Logitek : નેપ્ચ્યુન લોજીટેક
SME કંપની નેપ્ચ્યુન લોજીટેક નો 46.62 કરોડનો આઈપીઓ 15 ડિસેમ્બરે ખુલશે અને 17 ડિસેમ્બરે બંધ થશે. આ એક ફિક્સ્ડ પ્રાઈસ IPO છે, જેમાં સંપૂર્ણપણે નવા શેરનો સમાવેશ થાય છે. કંપનીના શેર 22 ડિસેમ્બરે BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની ધારણા છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 126 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછામાં 2000 શેર માટે બીડ કરવાની રહેશે. HNI માટે મિનિમમ લોટ સાઇઝ 3 લોટ એટલે કે 3000 શેરની છે.
MARC Technocrats : MARC ટેક્નોક્રેટ્સ
મર્ક ટેક્નોક્રેટ્સનો IPO 17 ડિસેમ્બરે ખુલશે અને 19 ડિસેમ્બરે બંધ થશે. આ એક બુક-બિલ્ડિંગ ઇશ્યૂ છે, જેમાં એક ફ્રેશ ઇશ્યૂ અને ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. 42.59 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 88 થી 93 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. રિટેલ રોકાણકારોએ મિનિમમ 2400 શેર અને HNI રોકાણકારોએ 3600 શેર માટે અરજી કરવાની રહેશે. શેર એલોટમેન્ટ થયા બાદ 24 ડિસેમ્બરે NSE SME પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Global Ocean Logistics : ગ્લોબલ ઓશન લોજિસ્ટિક્સ
ગ્લોબલ ઓશન લોજિસ્ટિક્સ આઈપીઓ 17 ડિસેમ્બરે ખોલશે. કંપની આઈપીઓ દ્વારા 30.41 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. આ ઇશ્યૂ સંપૂર્ણપણે નવો ઓફર છે અને તેની પ્રાઇસ બેન્ડ 74 થી 78 પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. છે. 19 ડિસેમ્બરે આઈપીો બંધ થશે, પછી શેર એલોટમેન્ટ થયા બાદ BSE SME પર શેર લિસ્ટિંગ થશે.
ICICI Prudential AMC આઈપીઓ 16 ડિસેમ્બર બંધ થશે
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી આઈપીઓને બજારમાં ઘણી હલચલ છે. ICICI Prudential AMC આઈપીઓ 12 ડિસેમ્બર ખુલ્યો હતો, જે 16 ડિસેમ્બર બંધ થશે. ICICI Prudential AMC ભારતની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની છે. આઈપીઓ ખુલવાના પ્રથમ દિવસે જ 72 ટકા ભરાયો છે, જેમાં સૌથી વધુ બિડિંગ QIB તરફથી આવી છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ IPOનું કુલ કદ 10,602.65 કરોડ રૂપિયા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ રૂ. 2,061 થી 2,165 પ્રતિ ઇક્વિટી શેર અને લોટ સાઇઝ 6 શેર છે. ICICI પ્રુડેન્શિયલ AMC IPO વિશે વધ વાંચવા અહીં ક્લિક કરો
શેરબજારમાં 15 કંપનીના શેર લિસ્ટિંગ થશે
નવા અઠવાડિયે શેરબજારમાં નવી 15 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે, જેમા 5 મેઇનબોર્ડ પર થશે.
15 ડિસેમ્બર
આ તારીખે, કોરોના રેમેડીઝ અને વેકફિટ ઇનોવેશન્સના શેર મેઇનબોર્ડ પર લિસ્ટેડ થયા છે. તો SME સેગમેન્ટમાં, રિદ્ધિ ડિસ્પ્લે, પ્રોડોક્સ સોલ્યુશન્સ અને KV ટોય્ઝ ઇન્ડિયાના શેર લિસ્ટિંગ થવાના છે.
17 ડિસેમ્બર
મેઇનબોર્ડ પર નેફ્રોકેર હેલ્થ અને પાર્ક મેડી વર્લ્ડના શેર લિસ્ટિંગ થવાના છે. યુનિસેમ એગ્રીટેક અને શિપવેવ્સ ઓનલાઇનના શેર લિસ્ટિંગ SME પ્લેટફોર્મ થશે.
18 ડિસેમ્બર
SME સેગમેન્ટમાં, પેજસન એગ્રો ઇન્ડિયા અને HRS એલુગ્લેઝના શેર લિસ્ટિંગ થશે.
19 ડિસેમ્બર
આ અઠવાડિયાનું સૌથી મોટું શેર લિસ્ટિંગ ICICI પ્રુડેન્શિયલ AMC હશે, જેના શેર BSE, NSE પર લિસ્ટેડ થવાના છે. SME સેગમેન્ટમાં સ્ટેનબિક એગ્રો, અશ્વિની કન્ટેનર અને એક્ઝિમ રૂટ્સના શેર લિસ્ટિંગ થવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us