/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/IPO-Open-This-Week.jpg)
IPO News : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં શેરબજારની જેમ મંદીનો માહોલ છે. વર્ષ 2025માં વર્ષે અત્યાર સુધીમાં બીએસઇના મેઇનબોર્ડ પર માત્ર 10 આઇપીઓ આવ્યા છે. આ આંકડો વર્ષ 2024માં 90, 2023માં 59 અને 2022માં 38 હતો. 10 માર્ચથી શરૂ થઇ રહેલા સપ્તાહમાં પણ આઈપીઓ માર્કેટ સુસ્ત રહેવાનો છે, કારણ કે માત્ર 3 નવા પબ્લિક ઇશ્યુ ખુલવાના છે. આ ત્રણેય આઈપીઓ એસએમઇ સેગમેન્ટના છે.
જો નવા શેર લિસ્ટિંગની વાત કરીયે તો નવા સપ્તાહે માત્ર 1 કંપનીનો શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાનો છે. તે પણ એસએમઇ સેગમેન્ટનો છે.
PDP Shipping IPO: પીડીપી શોપિંગ આઈપીઓ
પીડીપી શોપિંગ કંપનીનો 12.65 કરોડ રૂપિયાનો આઈપીઓ 10 માર્ચ ખુલશે અને 12 માર્ચ બંધ થશે. આઈપીઓ માટે ઇશ્યુ પ્રાઇસ શેર દીઠ 135 રૂપિયા અને લોટ સાઇઝ 1000 છે. કંપનીનો શેર 18 માર્ચના રોજ BSE SME પર લિસ્ટેડ થવાનો છે. આઈપીઓમાં 9.37 લાખ નવા શેર જારી કરવામાં આવશે.
Super Iron Foundry IPO: સુપર આયર્ન ફાઉન્ડ્રી આઈપીઓ
સુપર આર્યન ફાઉન્ડ્રી કંપનીનો આઈપીઓ 68.05 કરોડ રૂપિયાનો છે. આ આઈપીઓ 11 માર્ચ ખુલશે. આઈપીઓ 13 માર્ચ બંધ થયા બાદ શેરનું લિસ્ટિંગ BSE SME પર 19 માર્ચે થઇ શકે છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 108 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓમાં કંપની 63.01 લાખ શેર જારી કરશે.
Paradeep Parivahan IPO: પારાદીપ પરિવહન આઈપીઓ
પારાદીપ પરિવહન કંપનીનો 44.86 કરોડ રૂપિયાનો આઈપીઓ 17 માર્ચ ખુલવાનો છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 93 - 98 રૂપિયા શેર દીઠ છે અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ 19 માર્ચ બંધ થયા બાદ શેરનું લિસ્ટિંગ 24 માર્ચ BSE SME પર થઇ શકે છે. આ આઈપીઓમાં 45.78 લાખ નવા શેર જારી કરવામાં આવશે.
New Share Lisitng This Week : નવા શેરનું લિસ્ટિંગ
10 માર્ચથી શરૂ થનાર સપ્તાહ દરમિયાન નવી 3 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે. જેમા NAPS ગ્લોબલ ઈન્ડિયાનો શેર BSE SME પર 11 માર્ચ 2025ના રોજ લિસ્ટેડ થશે. 11.88 કરોડ રૂપિયાનો આઈપીઓ 4 માર્ચ ખુલી 6 માર્ચ બંધ થયો હતો. આઇપીઓ 1.19 ગણો સબ્સક્રાઇબ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us