/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/IPO-7.jpg)
IPO: આઈપીઓ. (Photo: Freepik)
IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં પણ મંદીનો માહોલ છે. શેરબજાર સતત ઘટવાથી મેઇનબોર્ડ સેગમેન્ટમાં નવા આઈપીઓનો દૂષ્કાળ ચાલી રહ્યો છે. 17 માર્ચથી નવા શરૂ થયેલા સપ્તાહમાં પણ આઈપીઓ માર્કેટમાં સુસ્તી રહેશે. નવા સપ્તાહમાં નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 3 પબ્લિક ઈસ્યૂ SME સેગમેન્ટના છે. ઉપરાંત આ સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જ પર માત્ર 2 કંપનીના શેર લિસ્ટિંગ કરવાના છે.
Paradeep Parivahan IPO: પારાદીપ પરિવહન આઈપીઓ
પારાદીપ પરિવહન આઈપીઓ 17 માર્ચ ખુલશે અને 19 માર્ચ બંધ થશે. 44.86 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યૂ પ્રાઇસ 93 - 98 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 રૂપિયા છે. IPO લોન્ચ થયા બાદ શેર એલોટમેન્ટ 20 માર્ચ થશે. ત્યાર પછી 24 માર્ચના રોજ BSE SME પર કંપનીનો શેર લિસ્ટેડ થશે.
Divine Hira Jewellers IPO: ડિવાઇન હીરા જ્વેલર્સ આઈપીઓ
ડિવાઇન હીરા જ્વેલર્સ આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 17 માર્ચ ખુલશે અને 19 માર્ચ બંધ થશે. 31.84 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઈસ્યુ પ્રાઇસ 90 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 રૂપિયા છે. IPO બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 20 માર્ચે થશે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE SME પર 24 માર્ચ થઇ શકે છે.
Arisinfra Solutions IPO: એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ આઈપીઓ
એરિસઇન્ફ્રા સોલ્યુસન્સ આઈપીઓ 20 માર્ચ ખુલશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટના આઈપીઓમાં 2.86 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. 25 માર્ચે આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 26 માર્ચે થશે. ત્યાર બાદ 28 માર્ચે બીએસઇ અને એનએસઇ પર કંપનનો શેર લિસ્ટિંગ થશે.
Grand Continent Hotels IPO : ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સ
ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સ આઈપીઓ 20 માર્ચ ખુલશે અને 24 માર્ચ બંધ થશે. 74.46 કરોડ રૂપિયાનો આઈપીઓ માટે ઈસ્યુ પ્રાઇસ 107 - 113 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. શેર એલોટમેન્ટ 25 માર્ચ બંધ થશે. ત્યાર પછી NSE SME પર 27 માર્ચ શેર લિસ્ટિંગ થશે.
બે કંપનીના શેર લિસ્ટિંગ થશે
નવા સપ્તાહે શેરબજારમાં નવી 2 કંપનીના શેર લિસ્ટિંગ થશે, તે SME સેગમેન્ટની છે. પીડીપી શિપિંગ કંપનીનો શેર 18 માર્ચે BSE SME પર લિસ્ટેડ થશે. તો સુપર આયર્ન ફાઉન્ડ્રી કંપનીનો શેર 19 માર્ચે બીએસઇ એસએમઇ પર લિસ્ટેડ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us