IPO: બેંક એકાઉન્ટમાં બેલેન્સ રાખજો, 2024માં લિસ્ટિંગ માટે 63 કંપનીના 69000 કરોડના આઈપીઓ પાઇપલાઇનમાં

Upcoming IPO In 2024: એક મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 27 આઈપીઓને સેબી તરફથી મંજૂરી મળી ગઇ છે અને 36 કંપનીઓ મંજૂરીની રાહ જોઇ રહી છે. વર્ષ 2023માં કુલ 57 કંપનીઓ મેઇનબોર્ડ આઈપીઓ મારફતે 49,434 કરોડ એક્ત્ર કર્યા હતા.

Upcoming IPO In 2024: એક મીડિયા રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 27 આઈપીઓને સેબી તરફથી મંજૂરી મળી ગઇ છે અને 36 કંપનીઓ મંજૂરીની રાહ જોઇ રહી છે. વર્ષ 2023માં કુલ 57 કંપનીઓ મેઇનબોર્ડ આઈપીઓ મારફતે 49,434 કરોડ એક્ત્ર કર્યા હતા.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO: આઈપીઓ માટે તૈયાર રહો રોકાણકારો, આવી રહ્યો છે શેરબજારનો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ, LICનો રેકોર્ડ તોડશે

કંપનીઓ આઈપીઓ મારફતે ભંડોળ એક્ત્ર કરે છે અને સ્ટોક એક્સચેન્જ પર શેરનું લિસ્ટિંગ કરાવે છે. (Photo - Freepik)

IPO Pipeline In 2024: વર્ષ 2024 આઈપીઓ માટે શાનદાર રહેવાની અપેક્ષા છે. પ્રાયમરી માર્કેટમાં ગત વર્ષે એક પછી એક ધમાકેદાર આઈપીઓ લિસ્ટિંગથી રોકાણકારોએ જંગી કમાણી કરી હતી. હવે 2024માં પણ પ્રાયમરી માર્કેટમાં આ ટ્રેન્ડ ચાલુ રહેવાની વ્યાપક અપેક્ષા છે. 2024માં પણ ઘણી કંપનીઓ આઈપીઓ લાવીને સ્ટોક એક્સચેન્જ પર શેરનું લિસ્ટિંગ કરાવશે.

Advertisment

IPO Pipeline In 2024 : 27 કંપનીઓના 28,500 કરોડના આઈપીઓેને મંજૂરી

મની કન્ટ્રોલના એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 27 કંપનીઓને કુલ 28,500 કરોડ રૂપિયાનું ભંડોળ ઉભુ કરવા સેબી તરફથી મંજૂરી મળી ગઇ છે. તે ઉપરાંત અન્ય 36 કંપનીઓ કુલ 40,500 કરોડ એક્ત્ર કરવા સેબી તરફથી મંજૂરીની રાહ જોઇ રહી છે.

IPO | pulic issue | IPO Investment Tips | ipo alert | ipo market | Sharemarket Tips |
શેરબજારમાં લિસ્ટિંગ થવા કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo - Freepik)

માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે?

પ્રાઈમ ડેટાબેસ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયા જણાવે છે કે, આગામી કેટલાંક મહિનાઓ લોકસભા ચૂંટણી 2024ની પહેલા ઘણી કંપનીઓના આઈપીઓ આવી શકે છે. પ્રાઈમ ડેટા બેસના આંકડા અનુસાર પાઈપલાઇનમાં રહેલા 63 કંપનીમાં 3 ન્યૂ એજ ટેક કંપનીઓ છે. તેમાં ઓયો, ડિજિટ ઇન્સ્યોરન્સ અને ફર્સ્ટ ક્રાઈ શામેલ છે, જે સંયુક્ત રીતે લગભગ 16,000 કરોડ એક્ત્ર કરશે.

વર્ષ 2023ના આઈપીઓના લેખા-જોખા (IPO In 2023)

2023નું વર્ષ આઈપીઓ માટે શાનદાર વિત્યુ છે. મોટાભાગના પબ્લિક ઇશ્યૂમાં રોકાણકારોને પોઝિટિવ રિટર્ન મળ્યું છે. 2023માં કુલ 57 કંપનીઓ મેઇનબોર્ડ આઈપીઓ મારફતે 49,434 કરોડ એક્ત્ર કર્યા છે, જે વર્ષ 2022માં 40 આઈપીઓ દ્વારા એકઠા કરવામાં આવેલા 59,302 કરોડ રૂપિયાની તુલનાએ 17 ટકા ઓછું છે. જો એલઆઈસીના પબ્લિક ઇશ્યૂને બાદ કરીયે તો 2023માં આઈપીઓ મારફતે 28 ટકા વધુ ભંડોલ ઉભુ કરવામાં આવ્યું છે.

Advertisment
IPO | Initial public offering | IPO Price | Upcoming IPO | IPO Listing | IPO Market | IPO issue price | Stock Market | Share Market
શેરબજારમાં લિસ્ટિંગ થવા માટે કંપનીઓ આઈપીઓ લાવે છે. (Photo- Freepik)

આઈપીઓમાં રોકાણકારોને શાનદાર રિટર્ન (IPO Return In 2023)

2023માં શેરબજારમાં લિસ્ટિંગ થયેલા આઈપીઓમાં રોકાણકારોને શાનદાર રિટર્ન મળ્યું છે. 2023માં એવરેજ લિસ્ટિંગ ગેઇન 2022ના 11 ટકાથી વધીને 29 ટકા થયું છે. વર્ષ 2023માં 57 આઈપીઓમાંથી 40 પબ્લિક ઇશ્યૂમાં 10 ટકાથી રિટર્ન મળ્યું છે. ટાટા ટેક્નોલોજીના આઈપીઓ એ રોકાણકારોને 163 ટકા જબરદસ્ત વળતર આપ્યું છે. તો આઇડિયાફોર્જમાં 93 ટકા, ઉત્કર્ષ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં 92 ટકા રિટર્ન મળ્યું છે. 53 આઈપીઓમાં 46 ટકા એવરેજ રિટર્ન સાથે આઈપીઓ ઇશ્યૂ પ્રાઈસથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

આ પણ વાંચો | 2024માં સેન્સેક્સ – નિફ્ટી વધશે કે ઘટશે? ક્યા પરિબળો શેરબજારની દિશા નક્કી કરશે? જાણો એક્સપર્ટ્સ પાસેથી

એસએમઇ આઇપીઓ (SME IPO)

સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈસ સેગમેન્ટમાં 2023માં વૃદ્ધિ જોવા મળી છે. 2023માં કુલ 182 એસએમઇ આઈપીઓએ કુલ 4681 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે, જે 2022માં 109 કંપનીઓ દ્વારા ઉભા કરાયેલા 1875 કરોડ રૂપિયાથી 150 ટકા વધારે રકમ છે. સૌથી મોટો એસએમઇ આઈપીઓ સ્પેક્ટ્રમ ટેલેન્ટ મેનેજમેન્ટ હતો.

ગુજરાતી ન્યૂઝ બિઝનેસ Investment શેર બજાર