IPO: નવા સપ્તાહે 2 આઈપીઓ ખુલશે અને શેરબજારમાં 5 સ્ટોક લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં 24 તારીખથી શરૂ થયેલા નવા સપ્તાહે નવા 2 IPO ખુલવાના છે. ઉપરાંત નવી 5 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે.

IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં 24 તારીખથી શરૂ થયેલા નવા સપ્તાહે નવા 2 IPO ખુલવાના છે. ઉપરાંત નવી 5 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO | IPO Investment | IPO News | IPO Open

IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Open And Share Listing This Week: શેરબજારમાં મંદીની અસર પ્રાયમરી માર્કેટમાં પણ દેખાઇ રહી છે. કંપનીઓ દ્વારા આઈપીઓ લાવવાનું સેન્ટિમેન્ટ નબળી પડ્યું છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સપ્તાહમાં માત્ર 2 કંપનીઓના પબ્લિક ઇસ્યુ આવશે અને તે બંને એસએમઇ આઈપીઓ છે. નોંધનિય છે કે, પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા ત્રણેય આઈપીઓ પણ એસએમઇ સેગમેન્ટના જ હતા. જો નવા શેર લિસ્ટિંગની વાત કરી તો સ્ટોક એક્સચેન્જ પર 5 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે, જેમાં ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ મેનબોર્ડ સેગમેન્ટનો છે.

Advertisment

Nukleus Office Solutions IPO:

ન્યુક્લિઅસ ઓફિસ સોલ્યુશન કંપનીનો આઈપીઓ 24 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. 31.70 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 234 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. કંપનીનો શેર બીએસઇ એસએમઇ પર 4 માર્ચે લિસ્ટિંગ થશે.

Shreenath Paper IPO: શ્રીનાથ પેપર આઈપીઓ

શ્રીનાથ પેપર કંપનીનો આઈપીઓ 25 ફેબ્રુઆરી ખુલશે. 23.36 કરોડ રૂપિયાના પબ્લિક ઇસ્યુ માટે શેર દીઠ ઇસ્યુ પ્રાઇસ 44 રૂપિયા અને લોટ સાઇઝ 3000 શેર રાખી છે. 28 ફેબ્રુઆરીએ કંપનીનો આઈપીઓ બંધ થયા બાદ 5 માર્ચના રોજ બીએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે.

ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 3 એસએમઇ આઈપીઓમાં પણ રોકાણ કરવાની છેલ્લી તક મળશે. જેમા એચપી ટેલીકોમ ઈન્ડિયા અને સ્વસ્થ ફડટેક કંપનીનો આઈપીઓ આઈપીઓ 24 ફેબ્રુઆરી બંધ થઇ રહ્યો છે. તો બીઝાસન એક્સપ્લોટેક કંપનીનો આઈપીઓ 25 ફેબ્રુઆરીના બંધ થવાનો છે.

Advertisment

New 5 Share Lisiting This Week : આ સપ્તાહે નવા 5 શેર લિસ્ટિંગ

24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા સપ્તાહમાં સ્ટોક એક્સચેન્જ પર નવા 5 શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 24 ફેબ્રુઆરી એ ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપેન્ટનો શેર બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ કરશે. તો આ જ તારીખ રોયલર્ક ઇલેક્ટ્રોર્ડ્સ અને તેજસ કાર્ગો કંપનીના શેર NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરવાના છે. 28 ફેબ્રુઆરી એ એચપી ટેલીકોમ ઈન્ડિયાનો શેર NSE SME પ્લેટફોર્મ અને સ્વસ્થ ફૂડટેક કંપનીનો શેર બીએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થવાનો છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર