IPO This Week Share Listing: IPOs This Week: શેરબજારની મંદી જેમ આઈપીઓ માર્કેટમાં પણ છેલ્લા ઘણા સમયથી નરમાઇનો માહોલ છે. 24 માર્ચથી શરૂ થનાર નવા સપ્તાહ દરમિયાન નવા 4 આઈપીઓ ખુલી રહ્યા છે, આ તમામ પબ્લિક ઇસ્યુ એસએમઇ સેગમેન્ટના છે. જો કે પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો આ સપ્તાહે છેલ્લો મોકો મળશે. તો શેર લિસ્ટિંગની વાત કરીયે તો નવા સપ્તાહે સ્ટોક એક્સચેન્જ પર 5 શેર લિસ્ટિંગ થવાના છે. ચાલો જાણીયે વિગતવાર
Desco Infratech IPO: ડેસ્કો ઇન્ફ્રાટેક આઈપીઓ
ડેસ્કો ઇન્ફ્રાટેક આઈપીઓ 24 માર્ચ ખુલશે. કંપનીના 30.75 કરોડના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 147-150 રૂપિયા અને લોટ સાઇઝ 1000 શેર છે. આઈપીઓ 26 માર્ચ બંધ થયા બાદ BSE SME પર 1 એપ્રલે શેર લિસ્ટિંગ થશે.
Shri Ahimsa Naturals IPO: શ્રી અહિંસા નેચરલ્સ આઈપીઓ
શ્રી અહિંસા નેચરલ્સ આઈપીઓ 25 માર્ચ ખુલશે અને 27 માર્ચ બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 73.81 કરોડ રૂપિયા ઉભા કરશે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 113 – 119 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીના શેર NSE SME એક્સચેન્જ પર 2 એપ્રિલે લિસ્ટેડ થઇ શકે છે.
ATC Energies IPO: એટીસી એન્જિનિયર્સ આઈપીઓ
એટીસી એન્જિનિયર્સ આઇપીઓ 25 માર્ચ ખુલશે અને 27 માર્ચ બંધ થશે. કંપનીના 63.76 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 112 – 118 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 છે. કંપનીનો શેર લિસ્ટિંગ NSE SME પર 2 એપ્રિલના રોજ થઇ શકે છે.
Identixweb IPO: આઇડેન્ટિક્સવેબ આઈપીઓ
આઇડેન્ટિક્સવેબ કંપનીનો આઈપીઓ 26 માર્ચ ખુલશે અને 28 માર્ચ બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 16.63 કરોડ રૂપિયા એક્ત્ર કરવાની છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 51- 54 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ BSE SME પર 3 એપ્રિલે કંપનીનો શેર લિસ્ટિંગ કરશે.
આ ઉપરાત પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓમાં પણ આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે. જેમા ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સ આઈપીઓ 24 માર્ચ, રેપિડ ફ્લિટ આઈપીઓ 25 માર્ચ અને એક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ આઈપીઓ 25 માર્ચે બંધ થવાના છે.
નવા શેર લિસ્ટિંગ
24 માર્ચથી શરૂ થનાર નવા સપ્તાહમાં નવી 5 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 24 માર્ચે પારાદીપ પરિવહનનો શેર BSE SME પર લિસ્ટિંગ કરશે. આ જ તારીખ ડિવાઇન હીરા જ્વેલર્સનું શેર લિસ્ટિંગ NSE SME પર થવાનું છે. ત્યારબાદ 27 માર્ચે ગ્રાન્ડ કોન્ટિનેન્ટ હોટેલ્સનો શેર NSE SME પર લિસ્ટેડ થવાનો છે. 28 માર્ચે NSE SME પ્લેટફોર્મ પર રેપિડ ફ્લિટ અને એક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર લિસ્ટિંગ કરશે.





