/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/ipo-6.jpg)
IPO Open This Week : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
IPO Open This Week And Share Listing: શેરબજાર માં આઈપીઓ રોકાણ માટે ફરી ઉત્તમ તક આવી છે. 16 ડિસેમ્બર, 2024થી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન કુલ 9 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 6 મેઇનબોર્ડ અને 3 એસએમઇ આઈપીઓ છે. તો બીજી બાજુ સ્ટક એક્સેચન્જ પર કુલ 12 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. તો ચાલો જાણીયે નવી કંપનીઓના આઈપીઓ અને ઇસ્યુ પ્રાઇસ વિશે વિગતવાર
NACDAC Infrastructure Limited IPO : નેક્ડેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ આઈપીઓ
નેક્ડેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો આઈપીઓ 17 ડિસેમ્બર ખુલશે અને 19 ડિસેમ્બર બંધ થવાનો છે. 10.01 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 33 - 35 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 4000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ આ કંપનીનો શેર 24 ડિસેમ્બર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થશે.
Identical Brains Studios Limited IPO : આઇડેન્ટિકલ બ્રેન્સ સ્ટુડિયોઝ આઈપીઓ
આઇડેન્ટિકલ બ્રેન્સ સ્ટુડિયોઝ લિમિટેડનો આઈપીઓ 18 ડિસેમ્બર ખુલશે અને 20 ડિસેમ્બર બંધ થશે. 19.95 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 51 - 54 રૂપિયા અને લોટ સાઈઝ 2000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર 26 ડિસેમ્બરના રોજ એનએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થશે.
Mamata Machinery Limited IPO : મમતા મશિનરી લિમિટેડ આઈપીઓ
મમતા મશિનરી લિમિટેડનો આઈપીઓ 19 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. 179 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 230 - 243 રૂપિયા પ્રતિ શેર રાખી છે. રોકાણકારોને 1 આઈપીઓ એપ્લિકેશન હેઠળ 61 શેર એલોટ થશે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર BSE અને NSE પર 27 ડિસેમ્બર લિસ્ટિંગ થવાનો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/ipo.jpg)
Transrail Lighting IPO : ટ્રાન્સરેલ લાઇટિંગ આઈપીઓ
ટ્રાન્સરેલ લાઇટિંગ કંપનીનો 400 કરોડ રૂપિયાનો આઈપીઓ 19 ડિસેમ્બર ખુલશે અને 23 ડિસેમ્બર બંધ થવાનો છે. કંપનીનો શેર 27 ડિસેમ્બરે મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે. કંપનીએ હજી સુધી આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ અને લોટ સાઇઝ વિશે ઘોષણા કરી નથી.
DAM Capital Advisors IPO: ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ આઈપીઓ
ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ આઈપીઓ 19 ડિસેમ્બર ખુલશે અને 23 ડિસેમ્બર બંધ થશે. મેઇનબોર્ડ આઈપીઓ શેર બીએસઇ અને એનએસઇ પર 27 ડિસેમ્બર લિસ્ટિંગ થશે. કંપનીએ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ અને લોટ સાઇઝ વિશે હજી સુધી જાણકારી આપી નથી.
Concord Enviro Systems Limited IPO : કોનકોર્ડ એનવાયરો સિસ્ટમ આઈપીઓ
કોનકોર્ડ એનવાયરો સિસ્ટમ લિમિટેડ કંપનીનો આઈપીઓ 19 ડિસેમ્બર ખુલશે અને 23 ડિસેમ્બર બંધ થવાનો છે. આ આઈપીઓમાં 175 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ 46.60 લાખ ઇક્વિટી શેરનું વેચાણ થશે. કંપનીએ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ અને લોટ સાઇઝ હજી જાહેર કરી નથી. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર 27 ડિસેમ્બરે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે.
Ventive Hospitality IPO : વેન્ટિવ હોસ્પિટાલિટી આઈપીઓ
વેન્ટિવ હોસ્પિટાલિટી આઈપીઓ 20 ડિસેમ્બર થી 24 ડિસેમ્બર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. મેઇનબોર્ડ આઈપીઓ 1600 કરોડ રૂપિયાનો છે. આઈપીઓ બંધ થયા બાદ કંપનીનો શેર 30 ડિસેમ્બરે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટિંગ થશે.
નવા આઈપીઓ ઉપરાંત નવા સપ્તાહે પાછળા સપ્તાહે ખુલેલા 4 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. જેમા યસ હાઇવોલ્ટેજ કંપનીનો આઈપીઓ 16 ડિસેમ્બર બંધ થશે અને શેર 19 ડિસેમ્બરે BSE SME પર લિસ્ટેડ થવાનો છે. ઈન્વેન્ટર્સ નોલેજ સોલ્યુશન આઈપીઓ 16 ડિસેમ્બર બંધ થયા બાદ શેર 19 ડિસેમ્બરે મેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થવાનો છે. તો Hamps Bio IPO 17 ડિસેમ્બર થશે. આ કંપનીનો શેર 20 ડિસેમ્બરે BSE SME પર લિસ્ટેડ થશે. ઈન્ટરનેશનલ જિમોલોજીકલ ઈન્સ્ટિટ્યુટ કંપનીનો આઈપીઓ 17 ડિસેમ્બર બંધ થયા બાદ શેર 20 ડિસેમ્બરે મેઇનબોર્ડ BSE, NSE પર લિસ્ટિંગ કરવાનો છે.
નવા સપ્તાહે નવા 12 શેર સ્ટોક એક્સચેન્જ લિસ્ટિંગ કરશે
16 ડિસેમ્બરથી શરૂ થનાર નવા સપ્તાહ દરમિયાન શેરબજારમાં નવા આઈપીઓ ખુલવાની સાથે સાથે નવી 12 કંપનીઓના શેર પણ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. જેમા 16 ડિસેમ્બરે NSE SME પર ધનલક્ષ્મી ક્રોપ સાયન્સનો શેર લિસ્ટેડ થશે. તો 17 ડિસેમ્બરે BSE SME પર Toss The Coin અને જંગલ કેમ્પસ ઈન્ડિયાનો શેર લિસ્ટિંગ થવાનો છે.
તો 18 ડિસેમ્બરે BSE અને NSE પર મોબિક્વિક, સાઈ લાઇફ સાયન્સ, વિશાલ મેગા માર્ટનો લિસ્ટેડ થવાનો છે. એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર પર્પલ યુનાઇટેડ સેલ્સ, સુપ્રીમી ફેસિલિટી મેનેજમેન્ટનો શેર લિસ્ટેડ થવાનો છે. તો 19 ડિસેમ્બરે ઇન્વેન્ટર્સ નોલેજ સોલ્યુશન્સ કંપનીનો શેર BSE, NSE પર જ્યારે યશ હાઇવોલ્ટેજ કંપનીનો શેર BSE SME પર લિસ્ટેડ થવાનો છે. 20 ડિસેમ્બરે BSE અને NSE પર ઈન્ટરનેશનલ જિમોલોજીકલ ઇન્સ્ટિટ્યુટ અને BSE SME પર હેમ્પ્સ બાયોનો શેર લિસ્ટેડ થવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us