/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/IPO-10.jpg)
IPO : આઈપીઓ (Photo: Freepik)
IPO Open And Share Listing This Week: શેરબજારના રોકાણકારો માટે આઈપીઓમાં રોકાણ કરી કમાણીની નવી તક મળી છે. 5 મેથી શરૂ થયેલા નવા સપ્તાહમાં 2 નવા આઈપીઓ ખુલી રહ્યા છે. આ બંને આઈપીઓ એસએમઇ સેગમેન્ટના છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળશે. સ્ટોક લિસ્ટિંગની વાત કરીયે તો 4 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે.
Srigee DLM IPO : શ્રીજી ડીએલએમ આઈપીઓ
શ્રીજી ડીએલએમ કંપનીનો 16.98 કરોડ રૂપિયાનો આઈપીઓ 5 મે ખુલશે અને 7 મે બંધ થશે. શેર એલોટમેન્ટ 8 મે ફાઈનલ થશે, ત્યારબાદ 12 મે BSE SME શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 94 - 99 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે.
Manoj Jewellers IPO : મનોજ જ્વેલર્સ આઈપીઓ
મનોજ જ્વેલર્સ કંપનીનો 16.20 કરોડ રૂપિયાનો આઈપીઓ 5 મે ખુલશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 54 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 2000 શેર છે. 7 મે આઈપીઓ બંધ થયા બાદ 8 મે શેર લોટ થશે. ત્યાર પછી 12 મે બીએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે.
Kenrik Industries IPO: કેનિરક ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ
ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 2 આઈપીઓમાં રોકાણ કરવાની આ સપ્તાહે છેલ્લી તક મળવાની છે. જેમા કેનરિક ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 29 એપ્રિલ ખુલ્યા બાદ 6 મે બંધ થવાનો છે. 8.75 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 25 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 6000 શેર છે. અત્યાર સુધી આ આઈપીઓ 77 ટકા સબ્સક્રાઇબ થયો છે. આઈપીઓ બંધ થયા બાદ 7 મે શેર એલોટમેન્ટ ફાઈનલ થશે. ત્યાર પછી 9 મેના રોજ બીએસઇ એસએમઇ પર શેર લિસ્ટિંગ થશે.
Wagons Learning IPO: વેગન્સ લર્નિંગ આઈપીઓ
વેગન્સ લર્નિગ કંપનીનો આઈપીઓ 2 મે ખુલ્યો હતો અને 6 મે બંધ થવાનો છે. કંપની આઈપીઓ દ્વારા 38.38 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. 7 મે શેર એલોટમેન્ટ ફાઈનલ થયા બાદ બીએસઇ એનએસઇ પર 9 મેના રોજ શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 78 – 82 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. આઈપીઓમાં 25.26 કરોડ રૂપિયાના 30.80 લાખ નવા શેર જારી થશે અને 13.12 કરોડ રૂપિયાના 16 લાખ શેરનું ઓફર ફોર સેલ થશે.
New Share Lisiting This Week : આ સપ્તાહે નવા શેર લિસ્ટિંગ
આ સપ્તાહે સ્ટોક એક્સચેન્જ પર 4 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે. જેમા 6 મે NSE SME પર આઈવેર સપ્લાયચેઇન સર્વિસનો શેર લિસ્ટિંગ થશે. તો આ તારીખ એથર એનર્જીનો શેર મેઇનબોર્ડ BSE અને NSE પર લિસ્ટેડ થશે. 7 મેના રોજ અરુણયા ઓર્ગેનિક્સનો શેર NSE SME પર લિસ્ટિંગ કરશે. તો 9 મેના રોજ BSE SME પર કેનરિક ઇન્ડસ્ટ્રીઝ અને વેગન્સ લર્નિગ કંપનીના શેર લિસ્ટિંગ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us