/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/IPO-Investment-1.jpg)
આઈપીઓ. (Photo: Freepik)
IPO And Share Listing This Week: આઈપીઓ માર્કેટ માટે આ સપ્તાહ બહુ ખાસ રહેવાનું છે. 23 જૂન, 2025થી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન 1, 2 કે 3 નહીં 17 આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ખુલી રહ્યા છે, જેમા HDB ફાઈનાન્સિયલ સર્વિસ સહિત 6 IPO મેઇનબોર્ડ સેગમેન્ટના છે. એકલા 24 જૂને એક સાથે 6 આઈપીઓ ખુલવાના છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલ્લા 3 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે. ઉપરાંત આ સપ્તાહે સ્ટોક એક્સચેન્જ પર નવી 5 કંપનીઓના શેર લિસ્ટેડ થશે.
IPO This Week : આ સપ્તાહે 5 મેઈનબોર્ડ આઈપીઓ ખુલશે
HDB Financial Services IPO : એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીસ આઈપીઓ
એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસીસનો આઈપીઓ 25 જૂન ખુલશે અને 27 જૂન બંધ થશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે. કંપનીએ 12,500 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 700 થી 740 રૂપિયા અને લોટ સાઇઝ 20 શેર રાખી છે. તે HDFC બેંકની એક નોન બેંકિંગ પેટા કંપની છે. આ પબ્લિક ઇશ્યૂમાં 2,500 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 10,000 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ હશે. શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ કંપનીના શેરનું લિસ્ટિંગ 2 જુલાઈએ BSE અને NSE પર થવાની શક્યતા છે. કંપની આઈપીઓ દ્વારા એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
Globe Civil Projects IPO : ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ આઈપીઓ
ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ 24 જૂન સબ્સક્રિપ્શન માટે ખુલશે અને 26 જૂન બંધ થસે. કંપની આઈપીઓ દ્વારા 119 કરોડ ઉભા કરવાની છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 67 -71 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 211 શેર નક્કી કરી છે. આઈપીઓ બંધ થયા બાદ 27 જૂન સુધી શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ BSE અને NSE પર 1 જુલાઇના રોજ કંપનીના શેરનું લિસ્ટિંગ થશે. આ આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઇક્વી ઇશ્યુ છે, એટલે કે, હાલના કોઇ પણ શેરધારક પોતાના શેરનું વેચાણ કરશે નહીં. કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને EPC કોન્ટ્રાક્ટના ક્ષેત્રમાં કામ કરે છે અને આ ભંડોળનો ઉપયોગ તેના ચાલુ પ્રોજેક્ટ્સ અને વિસ્તરણ યોજનાઓ માટે કરશે.
Ellenbarrie Industrial Gases IPO : એલેનબેરી ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ આઇપીઓ
એલેનબેરી ઇન્ડસ્ટ્રિયલ ગેસીસ કંપનીનો 852.53 કરોડનો મેઇનબોર્ડ આઈપીઓ 24 જૂન થી 26 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ આઈપીઓમાં 400 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ છે અને 452.53 કરોડ રૂપિયાના શેર હાલના શેરધારકો દ્વારા વેચવામાં આવશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 380 થી 400 રૂપિયા પ્રતિ શેર છે અને રોકાણકારોએ ઓછામાં ઓછા 37 શેર માટે અરજી કરવાની રહેશે. શેર લિસ્ટિંગ 1 જુલાઈએ બીએસઇ અને એનએસઇ પર થશે. કંપની ઔદ્યોગિક અને મેડિકલ ગેસનું ઉત્પાદન અને સપ્લાય કરે છે.
Kalpataru IPO : કલ્પતરુ આઈપીઓ
કલ્પતરુ કંપનીનો 1590 કરોડ રૂપિયાનો મેઇનબોર્ડ આઈપીઓ 24 થી 26 જૂન સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. તે સંપૂર્ણપણે ફ્રેશ ઇક્વિટી ઇશ્યૂ છે એટલે કે હાલના કોઈપણ શેરધારક દ્વારા ઇક્વિટી શેર વેચવામાં આવશે નહીં. કંપની આ નાણાંનો ઉપયોગ તેના રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનું વિસ્તરણ કરવા અને દેવાની ચુકવણી કરવા માટે કરશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 387 થી 414 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 36 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ 27 જૂને શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર પછી 1 જુલાઇના રોજ બીએસઇ અને એનએસઇ પર કંપનીના શેર લિસ્ટેડ થશે.
Sambhv Steel Tubes IPO : સંભવ સ્ટીલ ટ્યુબ્સ આઈપીઓ
સંભવ સ્ટીલ ટ્યુબ્સ કંપનીનો 540 કરોડ રૂપિયાનો આઈપીઓ 25 જૂન ખુલશે અને 27 જૂન બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 77 - 82 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 182 શેર છે. આ મેઇનબોર્ડ આઈપીઓમાં 440 કરોડ રૂપિયાના નવા ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને હાલના શેરધારકો દ્વારા 100 કરોડ રૂપિયાના શેર વેચવામાં આવશે. 30 જૂન શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 2 જુલાઇના રોજ BSE અને NSE પર કંપનીના શેર લિસ્ટિંગ થશે. આ કંપની સ્ટીલ પાઇપ અને ટ્યુબનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ બાંધકામ, માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં થાય છે.
Indogulf Cropsciences IPO : ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ આઈપીઓ
ઇન્ડોગલ્ફ ક્રોપસાયન્સિસ કંપનીનો આઈપીઓ સબ્સક્રિપ્શન માટે 26 જૂન ખુલશે અને 30 જૂન બંધ થશે. 200 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 105 થી 111 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 135 શેર નક્કી કરવામા આવી છે. 1 જુલાઇના રોજ શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ 3 જુલાઇ એ BSE અને NSE પર શેર લિસ્ટેડ થવાની અપેક્ષા છે. આ આઈપીઓમાં 160 કરોડ રૂપિયાના નવા ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે અને 40 કરોડ રૂપિયાનો ઓફર ફોર સેલ હશે.
Upcoming SME IPO : આ સપ્તાહે 12 એસએમઇ આઈપીઓ ખુલશે
એસએમઇ આઈપીઓ માર્કેટમાં પણ ભારે હલચલ જોવા મળશે. 23 જૂનથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન 12 એસએમઇ આઈપીઓ ખુલવાનાછે. જેની વિગત આ મુજબ છે.
| SME IPO | તારીખ |
|---|---|
| AJC જ્વેલ મેન્યુફેક્ચર્સ | 24 થી 26 જૂન |
| અબ્રામ ફૂડ | 24 થી 26 જૂન |
| આઈકોન ફેસિલિટેટર્સ | 24 થી 26 જૂન |
| શ્રી હરિ કૃષ્ણ સ્પોન્જ આયર્ન | 24 થી 26 જૂન |
| સનટેક ઇન્ફ્રા સોલ્યુશન્સ | 25 થી 27 જૂન |
| સુપરટેક ઇવી | 25 થી 27 જૂન |
| મૂવિંગ મીડિયા એન્ટરટેઇન્મેન્ટ | 26 થી 30 જૂન |
| વેલેન્સિયા ઇન્ડિયા | 26 થી 30 જૂન |
| ACE આલ્ફા ટેક | 26 થી 30 જૂન |
| PRO FX ટેક | 26 થી 30 જૂન |
| નીતુ યોશી | 27 જૂન થી 01 જુલાઇ |
Share Listing This Week : આ સપ્તાહે શેર લિસ્ટિંગ
આ સપ્તાહે શેરબજારમાં નવી 5 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 23 જૂને પાટીલ ઓટોમેશન અને સમય પ્રોજેક્ટ્ સર્વિસીસના શેરનું લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર થયું છે. તો 24 જૂને એપ્પેલનટોન એન્જિનિયર્સનો શેર NSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરશે. મેઇનબોર્ડ સેગમેન્ટમાં 25 જૂને BSE અને NSE પ્લેટફોર્મ પર એરિસ ઈન્ફ્રા સોલ્યુશનના શેર લિસ્ટિંગ થવાના છે. ઉપરાંત તે જ દિવસ ઇનફ્લક્સ હેલ્થટેકના શેરનું લિસ્ટિંગ NSE SME પ્લેટફોર્મ પર થવાનું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us