IPO Alert: બેંકમાં બેલેન્સ રાખજો, આ સપ્તાહે 2 આઈપીઓ ખુલશે, પ્રાઇસ બેન્ડ સહિત તમામ વિગત અહીં વાંચો

Accretion Pharma And Integrity Infrabuild IPO: આ સપ્તાહે એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ અને ઈન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સના આઈપીઓ ખુલી રહ્યા છે. ઉપરાંત 2 એસએમઇ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Accretion Pharma And Integrity Infrabuild IPO: આ સપ્તાહે એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ અને ઈન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સના આઈપીઓ ખુલી રહ્યા છે. ઉપરાંત 2 એસએમઇ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Initial public offering | ipp | ipo investment

IPO : આઈપીઓ (Photo: Canva)

IPO Open And Stock Listing This Week : શેરબજારના અનિશ્ચિત માહોલ વચ્ચે આઈપીઓ માર્કેટ પણ એકંદર સુસ્ત છે. 12 મેથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહમાં માત્ર 2 નવા જાહેર ભરણાં ખુલી રહ્યા છે. આ બંને આઈપીઓ એસએમઇ સેગમેન્ટના છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 1 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે. મેઇનબોર્ડ સેગમેન્ટનો એક પણ નવો આઈપીઓ ખુલી રહ્યો નથી કે કંપનીના શેરનું લિસ્ટિંગ થવાનું નથી. જો શેર લિસ્ટિંગની વાત કરીયે તો 2 કંપની સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાની છે. ચાલો જાણીયે નવા આઈપીઓ અને લિસ્ટિંગ કરનાર કંપનીઓ વિશે

Advertisment

Accretion Pharmaceuticals IPO: એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓ

એક્રેશન ફાર્માસ્યુટિકલ્સ કંપનીનો 29.75 કરોડ રૂપિયાનો આઈપીઓ 14 મે ખુલશે અને 16 મે બંધ થશે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 96 - 101 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 19 મે ફાઇનલ થશે. શેર લિસ્ટિંગ એનએસઇ એસએમઇ પર 21 મે થઇ શકે છે.

Integrity Infrabuild Developers IPO : ઈન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સ આઈપીઓ

ઈન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સ કંપનીઓનો 12 કરોડ રૂપિયાનો આઈપીઓ 13 ખુલવાનો છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 100 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ બંધ 15 મં બંધ થશે, ત્યાર બાદ શેર એલોટમેન્ટ 16 મે ફાઇનલ થવાનું છે. શેર લિસ્ટિંગ 20 મેના રોજ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર થઇ શકે છે.

Advertisment

Virtual Galaxy Infotech IPO : વર્ચ્યુઅલ ગેલેક્સી ઈન્ફોટેક આઈપીઓ

વર્ચ્યુઅલ ગેલેક્સી ઈન્ફ્રોટેક આઈપીઓ 9 મે ખુલ્યો હતો અને 14 મે બંધ થવાનો છે. કંપનીનો 93.29 કરોડ રૂપિયાનો આઈપીઓ અત્યાર સુધી 69 ટકા જ ભરાયો છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 135 - 142 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 15 મે ફાઇનલ થશે અને શેર લિસ્ટિંગ એનએસઇ એસએમઇ પર 19 મે થઇ શકે છે.

Share Listing This Week : આ સપ્તાહે શેર લિસ્ટિંગ

શેરબજારમાં 12 મેથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન માત્ર 2 કંપનીના સ્ટોક લિસ્ટિંગ થવાના છે. આ બંને શેર એસએમઇ સેગમેન્ટના છે. જેમા શ્રીજી ડીએલએમ (Srigee DLM) કંપનીનો આઈપીઓ 490.93 ગણો ભરાઇ બંધ થયો છે. તો મનોજ જ્વેલર્સ કંપનીનો પબ્લિક ઇસ્યુ 1.14 ગણો સબ્સક્રાઇબ થયો છે. આ બંને કંપનીઓના શેર 12 મે બીએસઇ એસએમઇ પર લિસ્ટિંગ થવાના છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર