IPO: રોકાણકારો તૈયાર રહેજો, આ સપ્તાહે 9 આઈપીઓ ખુલશે, જેમા 4 મેઇનબોર્ડ IPO

IPO And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં કમાણીની તક આવી છે. 26 મેથી શરૂ થનાર નવા સપ્તાહમાં કુલ 9 આઈપીઓ ખુલવાના છે, જેમા 4 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત 3 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં કમાણીની તક આવી છે. 26 મેથી શરૂ થનાર નવા સપ્તાહમાં કુલ 9 આઈપીઓ ખુલવાના છે, જેમા 4 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત 3 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO Open This Week | Upcoming IPO | IPO News | IPO Inestment | IPO News | Share Market

Upcoming IPO This Week: વર્ષ 2024ના છેલ્લા સપ્તાહમાં નવા 3 આઈપીઓ ખુલશે. (Photo: Freepik)

IPO Open And Share Listing This Week: શેરબજારમાં એકંદરે સુધારા સાથે આઈપીઓ માર્કેટમાં પણ હલચલ વધી રહી છે. 26 મેથી શરૂ થનાર નવા સપ્તાહમાં નવા 9 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમાથી 4 મેઇનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 1 પબ્લિક ઇસ્યુમાં રોકાણ કરવાની છેલ્લી તક પણ મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 3 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થવાના છે, જેમા 2 મેઇનબોર્ડ સેગમેન્ટના છે.

Advertisment

IPO Open This Week : 9 આઈપીઓ ખુલશે

Aegis Vopak Terminals IPO: એજિસ વોપક ટર્મિનલ્સ આઈપીઓ

એજિસ વોપક ટર્મિનલ્સ આઈપીઓ મેઇનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યુ છે. એજિસ વોપક ટર્મિનલ્સ કંપનીનો 2800 કરોડ રૂપિયાનો આઈપીઓ 26 મે ખુલવનો છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 223 - 235 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 62 શેર છે. રોકાણકારો 28 મે સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકશે. શેર એલોટમેન્ટ 29 મે ફાઇલન થયા બાદ 2 જૂને બીએસઇ અને એનએસઇ પર કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Leela Hotels IPO: લીલા હોટેલ્સ આઈપીઓ

લીલા બ્રાન્ડ હેઠળ લક્ઝરી હોટેલ અને રિસોર્ટ ચેઇન સંચાલિત કરનાર શ્લોસ બેંગ્લોર આઈપીઓ દ્વારા 3500 કરોડ એક્ત્ર કરવાની છે. આ આઈપીઓ 26 મે ખુલશે અને 28 મે બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 413 - 435 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 34 શેર છે. શેર એલોટમેન્ટ 29 મે ફાઇલ થશે. ત્યાર બાદ BSE અને NSE પર 2 જૂને કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Astonea Labs IPO: એસ્ટોનિયા લેબ્સ આઈપીઓ

એસ્ટોનિયા લેબ્સ આઈપીઓ 27 મે ખુલશે અને 29 મે બંધ થશે. 37.67 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 128 - 135 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 30 મે શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર પછી કંપનીના શેર BSE SME પ્લેટફોર્મ પર 3 જૂને લિસ્ટિંગ થવાના છે.

Advertisment

Prostarm Info Systems IPO: પ્રોસ્ટારમ ઇન્ફો સિસ્ટમ આઈપીઓ

પ્રોસ્ટારમ ઇન્ફો સિસ્ટમ કંપની આઈપીઓ દ્વારા 168 કરોડ એક્ત્ર કરવાની છે. આ આઈપીઓ 27 મે થી 29 મે દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. કંપનીનું શે લિસ્ટિંગ મેઇનબોર્ડ BSE અને NSE પર 3 જૂને થશે. આઈપીઓ માટે પ્રાઇસ રેન્જ 95 - 105 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 142 શેર છે.

Blue Water Logistics IPO: બ્લુ વોટર લોજિસ્ટિક્સ આઈપીઓ

બ્લુ વોટર લોજિસ્ટિક્સ આઈપીઓ માટે 27 મે થી 29 મે દરમિયાન એપ્લિકેશન કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 40.50 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ બેન્ડ 132 - 135 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. શેર એલોટમેન્ટ 30 મે ફાઇનલ થશે અને 3 જૂને NSE SME પ્લેટફોર્મ પર શેર લિસ્ટિંગ થશે.

Nikita Papers IPO: નિકિતા પેપર્સ આઈપીઓ

નિકિતા પેપર્સ આઈપીઓ 27 મે ખુલશે અને 29 મે બંધ થશે. કંપની આઈપીઓ દ્વારા 67.54 કરોડ રૂપિયા એક્ત્ર કરશે. આઈપીઓ માટે શેર દીઠ ઇસ્યુ પ્રાઇસ 95 - 104 રૂપિયા અને લોટ સાઇઝ 1200 શેર છે. શેર એલોટમેન્ટ 30 મે ફાઇનલ થયા બાદ 3 જૂને NSE SME પ્લેટફોર્મ પર શેર લિસ્ટિંગ થશે.

Neptune Petrochemicals IPO: નેચ્યુન ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓ

નેચ્યુન ફાર્માસ્યુટિકલ્સ આઈપીઓ 28 મે ખુલશે અને 30 મે બંધ થશે. કંપનીએ 73.20 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 115 - 122 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર રાખી છે. શેર એલોટમેન્ટ 2 જૂન ફાઇનલ થશે. ત્યાર પછી 4 જૂને NSE SME પ્લેટફોર્મ પર શેર લિસ્ટિંગ થશે.

NR Vandana Textile IPO: એન આર વંદના આઈપીઓ

એન આર વંદના આઈપીઓ 28 મે ખુલશે અને 30 મે સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 27.89 કરોડ રૂપિયા ઉભા કરવાનની છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 42 - 45 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3000 શેર છે. શેર એલોટમેન્ટ 2 જૂન થશે અને ત્યાર બાદ NSE SME એનએસઇ પ્લેટફોર્મ પર 4 જૂને શેર લિસ્ટિંગ થવાનું છે.

Scoda Tubes IPO: સ્કોડા ટ્યૂબ્સ આઈપીઓ

સ્કોડા ટ્યૂબ્સ આઈપીઓ 28 મે ખુલીને 30 મે બંધ થવાનો છે. કંપનીએ 220 કરોડ રૂપિયાના આઈપીઓ સબ્સક્રિપ્શન માટે ઇસ્યુ પ્રાઇસ 130 - 140 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 100 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ 2 જૂને ફાઇનલ થયા બાદ શેર લિસ્ટિંગ 4 જૂને મેઇનબોર્ડ BSE અને NSE પ્લેટફોર્મ પર થશે.

Share Listing This Week : 3 કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવા સપ્તાહ દરમિયાન શેરબજારમાં 3 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમાં 27 મે બોરાના વીવ્સ કંપનીમેઇનબોર્ડ બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ કરવાની છે. ત્યાર પછી 28 મે NSE SME પ્લેટફોર્મ પર ડાર ક્રેડિટ એન્ડ કેપિટલના શેર લિસ્ટેડ થવાના છે. તો આ જ તારીખે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝના શેર BSE અને NSE પર લિસ્ટેડ થવાના છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર