IPO This Week: એથર એનર્જી સહિત 5 આઈપીઓ કરાવશે કમાણી, ઇસ્યુ પ્રાઇસથી લઇ શેર લિસ્ટિંગ સહિત તમામ વિગત

IPO This Week Ather Energy Today Open: એથર એનર્જી આઈપીઓ ખુલવાની સાથે IPO માર્કેટમાં ફરી હલચલ દેખાવા લાગી છે. 2 મેથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 5 આઈપીઓ ખુલવાના છે.

IPO This Week Ather Energy Today Open: એથર એનર્જી આઈપીઓ ખુલવાની સાથે IPO માર્કેટમાં ફરી હલચલ દેખાવા લાગી છે. 2 મેથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં 5 આઈપીઓ ખુલવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ipo | upcoming ipo | ipo share lisitng news | ipo open

IPO Open This Week : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Ather Energy IPO Open This Week: શેરબજારમાં મંદી વચ્ચે આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરવાની તક આવી છે. 28 એપ્રિલથી શરૂ થઇ રહેલા નવા સપ્તાહમાં 5 નવા આઈપીઓ ઈસ્યુ ખુલી રહ્યા છે. જેમા એથર એનર્જીના મેઇનબોર્ડ આઈપીઓ સામેલ છે. આ સપ્તાહે પાછલા અઠવાડિયે ખુલેલો એક પણ આઈપીઓ નથી. ઉપરાં એક પણ નવી કંપનીના શેરનું લિસ્ટિંગ થવાનુ નથી.

Advertisment

Ather Energy IPO GMP: એથર એનર્જી આઈપીઓ

એથર એનર્જીનો આઈપીઓ 28 એપ્રિલ ખુલીને 30 એપ્રિલે બંધ થશે. આઈપીઓનું કદ 2,981.06 કરોડ રૂપિયા છે, જેમા 8.18 કરોડ રૂપિયાના નવા શેર જારી કરવામાં આવશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 304 - 321 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે અને લોટ સાઇઝ 46 શેર છે. 2 મેના રોજ શેર એલોટમેન્ટ થશે અને ત્યારબાદ 6 મેના રોજ બીએસઇ અને એનએસઇ પર શેર લિસ્ટિંગ થશે. આ આઈપીઓ 354.76 કરોડ રૂપિયાના 1.11 કરોડ શેરનો ઓફર ફોર સેલ થશે.

Iware Supplychain Services IPO: આઈવેર સપ્લાયચેઇન સર્વિસિસ આઈપીઓ

આઈવેર સપ્લાયચેઇન સર્વસિસનો 27.13 કરોડ રૂપિયાનો આઈપીઓ 28 એપ્રિલ ખુલશે અને 30 એપ્રિલ બંધ થશે. 95 રૂપિયા પ્રતિ શેર ઇસ્યુ ભાવ અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ ઇસ્યુ બંધ થયા બાદ શેર એલોટમેન્ટ 2 મેના રોજ ફાઇલ થશે અને શેરનું લિસ્ટિંગ એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 6 મેના રોજ થશે. આ આઈપીઓમાં માત્ર 28.56 લાખ નવા શેર જારી કરવામાં આવશે.

Arunaya Organics IPO: અરુણયા ઓર્ગેનિક્સ આઈપીઓ

અરુણયા ઓર્ગેનિક્સ આઈપીઓ 29 એપ્રિલ ખુલવાનો છે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 55-58 રૂપિયા પ્રતિ શેર અને 2000 શેરની લોટ સાઇઝ છે. કંપની આઈપીઓ દ્વારા 33.99 કરોડ રૂપિયા ઉભા કરશે. 2 મેના રોજ આઈપીઓ બંધ થયા બાદ 5 મે શેર એલોટમેન્ટ થશે અને 7 મે એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર શેર લિસ્ટિંગ થશે. આઈપીઓમાં 30.51 કરોડ રૂપિયાના 52.60 લાખ નવા શેર જારી થશે અને 3.48 કરોડ રૂપિયાના 6 લાખ શેરની ઓફર ફોર સેલ થશે.

Advertisment

Kenrik Industries IPO: કેનરિક ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ

કેનરિક ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 29 એપ્રિલ થશે અને 6 મેના રોજ બંધ થશે. 8.75 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 25 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 6000 શેર છે. 7 મેના રોજ ફાઈનલ શેર એલોટમેન્ટ બાદ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 9 મેના રોજ શેર લિસ્ટિંગ થવાનું છે. આ પબ્લિક ઇસ્યુમાં માત્ર 34.98 લાખ નવા શેર જારી કરવામાં આવશે.

Wagons Learning IPO: વેગન્સ લર્નિંગ આઈપીઓ

વેગન્સ લર્નિગ કંપનીનો 38.38 કરોડ રૂપિયા આઈપીઓ 2 મે ખુલશે અને 6 મેના રોજ બંધ થશે. 7 મે શેર એલોટમેન્ટ ફાઈનલ થયા બાદ બીએસઇ એનએસઇ પર 9 મેના રોજ શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ 78 - 82 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર છે. આઈપીઓમાં 25.26 કરોડ રૂપિયાના 30.80 લાખ નવા શેર જારી થશે અને 13.12 કરોડ રૂપિયાના 16 લાખ શેરનું ઓફર ફોર સેલ થશે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર