/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/IPO-Next-Week.jpg)
IPO: આઈપીઓ (Photo: Freepik)
IPOs This Week: આઈપીઓ શેરબજારના રોકાણકારો માટે આ સપ્તાહ બહુ ખાસ રહેવાનું છે. 20 જાન્યુઆરીથી શરૂ થનાર નવા સપ્તાહમાં નવા 5 આઈપીઓમાં કમાણી કરવાનો મોકો મળશે, જેમા એક ડેન્ટા વોટર કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ સામેલ છે. તેમજ પાછલા સપ્તાહે ખુલેલા 3 આઈપીઓ લેન્ડમાર્ક ઇમિગ્રેશન, સ્ટેલિયન ઈન્ડિયા, ઇએમએ પાર્ટનર્સ આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની પણ તક મળશે. ઉપરાંત નવી 7 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.
IPO Open This Week : આ સપ્તાહે 7 આઈપીઓ ખુલશે
Capital Numbers Infotech IPO: કેપિટલ નંબર ઈન્ફોટેક આઈપીઓ
કેપિટલ નંબર ઈન્ફોટેક આઈપીઓ 20 જાન્યુઆરી ખુલી રહ્યો છે. 169.37 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ શેર દીઠ 250 - 263 રૂપિયા અને લોટ સાઇઝ 400 છે. આઈપીઓ 22 જાન્યુઆરીના રોજ બંધ થયા બાદ 27 જાન્યુઆરીએ BSE SME પર શેર લિસ્ટિંગ થશે.
Rexpro Enterprises IPO: રેક્સપ્રો એન્ટરપ્રાઇઝ આઈપીઓ
રેક્સપ્રો એન્ટરપ્રાઇઝ આઈપીઓ 22 જાન્યુઆરી ખુલશે અને 24 જાન્યુઆરી બંધ થશે. 53.65 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 145 રૂપિયા અને લોટ સાઇઝ 1000 શએર છે. એનએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 29 જાન્યુઆરીએ શેર લિસ્ટિંગ થશે.
Denta Water IPO : ડેન્ટા વોટર આઈપીઓ
ડેન્ટા વોટર કંપનીનો 220.50 કરોડ રૂપિયાનો આઈપીઓ 22 જાન્યુઆરી ખુલશે. આઈપીઓ 24 જાન્યુઆરી બંધ થયા બાદ શેર બીએસઇ એનએસઇ પર 29 જાન્યુઆરી લિસ્ટેડ થશે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 279 - 294 રૂપિયા અને લોટ સાઇઝ 50 શેર છે.
CLN Energy IPO: સીએલએન એનર્જી આઈપીઓ
સીએલએન એનર્જી આઈપીઓ 23 જાન્યુઆરીએ ખુલશે અને 27 જાન્યુઆરીએ બંધ થશે. કંપની આઈપીઓ વડે 72.30 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 235 - 250 રૂપિયા અને લોટ સાઇઝ 600 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ બીએસઇ એસએમઇ પર 30 જાન્યુઆરી શેર લિસ્ટિંગ થશે.
GB Logistics Commerce IPO: જીબી લોજિસ્ટિક્સ કોમર્સ આઈપીઓ
જીબી લોજિસ્ટિક્સ કોમર્સ આઈપીઓ 24 જાન્યુઆરી ખુલશે અને 28 જાન્યુઆરી બંધ થવાના છે. આઈપીઓમાં 24.58 લાખ નવા શેર ઇસ્યુ થશે. હાલ આઈપીઓ ઇસ્યુ પ્રાઇસ જાહેર કરી નથી. આઈપીઓ બંધ થયા બાદ બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર 31 જાન્યુઆરીના રોજ શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Share Listing This Week: નવા સપ્તાહે 7 શેર લિસ્ટેડ થશે
નવા સપ્તાહે શેરબજારમાં 7 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 20 જાન્યુઆરીના રોજ એનએસઇ એસએમઇ પર બારફ્લેક્સ પોલીફિલ્મ્સ અને લક્ષ્મી ડેન્ટલ કંપનીનો શેર મેઇનબોર્ડ BSE, NSE પર લિસ્ટિંગ થવાનો છે. 22 જાન્યુઆરીના રોજ એનએસઇ એસએમઇ પર કાબરા જ્વેલ્સ અને બીએસઇ એસએમઇ પર રિખાવ સિક્યોરિટીઝનો શેર લિસ્ટિંગ થઇ રહ્યો છે. તો 23 જાન્યુઆરીના રોજ લેન્ડમાર્ક ઇમિગ્રેશન કંપનીનો શેર BSE SME પ્લેટફોર્મ પર અને સ્ટેલિયન ઈન્ડિયા કંપનીનો શેર મેઇનબોર્ડ BSE, NSE પર લિસ્ટેડ થવાનો છે. 24 જાન્યુઆરીના રોજ ઇએમએ પાર્ટનર્સ કંપનીનો શેર એનએસઇ એસએમઇ પર લિસ્ટેડ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us