IPO: નવા સપ્તાહે 2 આઈપીઓ ખુલશે, 10 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં નવા સપ્તાહે સુસ્તી રહેશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનાર સપ્તાહમાં નવા 2 આઈપીઓ ખુલશે અને પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓમાં રોકાણની છેલ્લી તક મળશે. ઉપરાંત શેરબજારમાં નવી 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે.

IPO Open And Share Listing This Week: આઈપીઓ માર્કેટમાં નવા સપ્તાહે સુસ્તી રહેશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થનાર સપ્તાહમાં નવા 2 આઈપીઓ ખુલશે અને પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓમાં રોકાણની છેલ્લી તક મળશે. ઉપરાંત શેરબજારમાં નવી 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
IPO | IPO price date | IPO Investment | Initial public offering | upcoming ipo list | ipo listing date | share market ipo investment | ipo issue price vs listing price | stock market ipo

IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Open And Share Listing This Week: આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરનાર માટે આ સપ્તાહ બહુ સુસ્ત રહેશે. 17 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા સપ્તાહમાં માત્ર 2 નવા આઈપીઓ ખુલવાના છે. આ બંને પબ્લિક ઇશ્યૂ એસએમઇ સેગમેન્ટના છે. અલબત્ત પાછલા સપ્તાહે ખુલ્લા 5 આઈપીઓ આ સપ્તાહે સબ્સક્રાઇબ કરવાની તક મળશે. જેમાં ક્વોલિટી પાવર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આઈપીઓ મેનબોર્ડ સેગમેન્ટનો છે. નવા શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 3 કે 5 નહીં 10 કંપનીના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. તેમા 3 મેનબોર્ડ સેગમેન્ટની કંપનીઓ છે.

Advertisment

HP Telecom India IPO: એચપી ટેલીકોમ ઈન્ડિયા આઈપીઓ

એચપી ટેલીકોમ ઈન્ડિયા આઈપીઓ 20 ફેબ્રુઆરી થી 24 ફેબ્રુઆરી સુધી સબ્સક્રિપ્શન કરી શકાશે. કંપની એ 34.23 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. લોટ આઈપીઓ 1200 શેર છે. આઈપીઓ બંધ થયા બાદ એનએસઇ એસએમઇ પર 28 ફેબ્રુઆરીએ શેર લિસ્ટિંગ થશે.

Beezaasan Explotech IPO: બિઝાસન એક્સપ્લોટેક આઈપીઓ

બિઝાસન એક્સપ્લોટેક લિમિટેડ કંપનીનો 59.93 કરોડ રૂપિયાનો આઈપીઓ 21 ફેબ્રુઆરી ખુલશે. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 165 - 175 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. 25 ફેબ્રુઆરીના રોજ આઈપીઓ બંધ થયા બાદ 3 માર્ચના રોજ બીએસઇ એસએમઇ પર શેર લિ સ્ટિંગ થશે.

ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 5 આઈપીઓ આ સપ્તાહે સબ્સક્રાઇબ કરવાની તક મળશે. જેમા એલ કે મહેતા પોલીમર આઈપીઓ, શાનમુગા હોસ્પિટલ કંપની, ક્વોલિટી પાવર ઇલેકટ્રિકલ ઇક્વિપમેન્ટ, રોયલાર્ક ઇલેક્ટ્રોડ્સ, તેજસ કાર્ગો કંપનીના આઈપીઓ સામેલ છે.

Advertisment

નવા સપ્તાહે 10 કંપનીના શેર લિસ્ટિંગ થશે

કંપનીનું નામલિસ્ટિંગ તારીખસ્ટોક એક્સચેન્જ
એજેક્સ એન્જિનિયરિંi17 ફેબ્રુઆરીBSE, NSE
ચંદન હેલ્થકેર17 ફેબ્રુઆરીNSE SME
હેક્સાવેર ટેકનોલોજીસ19 ફેબ્રુઆરીBSE, NSE
પીએસ રાજ સ્ટીલ19 ફેબ્રુઆરીNSE SME
વોલેર કાર19 ફેબ્રુઆરીNSE SME
મેક્સવોલ્ટ એનર્જી19 ફેબ્રુઆરીNSE SME
શાનમુગા હોસ્પિટલ20 ફેબ્રુઆરીBSE SME
ક્વોલિટી પાવર21 ફેબ્રુઆરીBSE, NSE
એલ કે મહેતા પોલીમર21 ફેબ્રુઆરીBSE SME
રોયલાર્ક ઇલેક્ટ્રોડ્સ21 ફેબ્રુઆરીNSE SME
Investment આઈપીઓ બિઝનેસ શેર બજાર