IPO This Week: આઈપીઓ કરાવશે કમાણી, આ સપ્તાહે 5 આઈપીઓ ખુલશે, 8 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Opne And Share Lisiting This Week: આઈપીઓ શેરબજારમાં કમાણીનો મોકો મળશે. 13 જાન્યુઆરીથી શરૂ થનાર સપ્તાહાં 5 આઈપીઓ ખુલી રહ્યા છે, ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 2 પબ્લિક ઇસ્યુમાં રોકાણની તક મળશે. ઉપરાંત નવી 8 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO Opne And Share Lisiting This Week: આઈપીઓ શેરબજારમાં કમાણીનો મોકો મળશે. 13 જાન્યુઆરીથી શરૂ થનાર સપ્તાહાં 5 આઈપીઓ ખુલી રહ્યા છે, ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 2 પબ્લિક ઇસ્યુમાં રોકાણની તક મળશે. ઉપરાંત નવી 8 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
ipo | public initial offer | ipo open this week | ipo share listing | ipo investment tips | ipo news | share market | stock market

IPO: આઈપીઓ (Photo: Freepik)

IPO Opne And Share Lisiting This Week: આઈપીઓ માર્કેટમાં આ સપ્તાહે પણ હલચલ જોવા મળશે. રોકાણકારોને આઈપીઓમાં કમાણી કરવાની તક મળશે. 13 જાન્યુઆરી 2025 થી શરૂ થનારા નવા સપ્તાહમાં રોકાણકારોને 5 નવા આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. જેમા 1 મેઇનબોર્ડ આઈપીઓ છે. ઉપરાંત નવા સપ્તાહે અગાઉથી સબ્સક્રિપ્શન માટે ખુલેલા 2 આઈપીઓમાં પણ રોકાણ કરવાની તક મળશે. તો આ સપ્તાહે નવી 8 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે.

Advertisment

IPO Open This Week : આ સપ્તાહે ખુલનાર આઈપીઓ

Laxmi Dental IPO : લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ

લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ 13 જાન્યુઆરીએ ખુલશે. 698 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 407 - 428 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 33 શેરની છે. આ ઇશ્યૂ 15 જાન્યુઆરી બંધ થયા બાદ શેર લિસ્ટિંગ 20 જાન્યુઆરીના રોજ બીએસઈ, એનએસઈ પર થશે.

Kabra Jewels IPO : કાબરા જ્વેલ્સ આઈપીઓ

કાબરા જ્વેલ્સ આઈપીઓ 15 જાન્યુઆરી ખુલશે અને 17 જાન્યુઆરી બંધ થશે. 40 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 121-128 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. એનએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર 22 જાન્યુઆરીએ શેર લિસ્ટિંગ થશે.

Rikhav Securities IPO : રિખવ સિક્યોરિટીઝ આઈપીઓ

રિખવ સિક્યોરિટીઝ આઈપીઓ 15 જાન્યુઆરીએ ખુલશે. 88.82 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 82-86 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર નક્કી કરે છે. આ ઇશ્યૂ 17 જાન્યુઆરી બંધ થા બાદ શેર 22 જાન્યુઆરી બીએસઈ એસએમઇ પર લિસ્ટેડ થશે.

Advertisment
IPO Open This Week | Upcoming IPO | IPO News | IPO Inestment | IPO News | Share Market
IPO News : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Land Immigration IPO : લેન્ડ ઇમિગ્રેશન આઇપીઓ

લેન્ડ ઇમિગ્રેશન આઈપીઓઓ 16 જાન્યુઆરી ખુલી રહ્યો છે. કંપની આઈપીઓ વડે 40.32 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગે છે. 20 જાન્યુઆરી આઈપીઓ બંધ થયા બાદ 23 જાન્યુઆરી બીએસઈ એસએમઈ પર શેર લિસ્ટિંગ થશે. આઈપીઓ માટે ઇસ્યુ પ્રાઇસ 70-72 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1600 શેર નક્કી કરી છે.

EMA Partners IPO : ઇએમએ પાર્ટનર્સ આઇપીઓ

ઇએમએ પાર્ટનર્સ આઇપીઓ 17 જાન્યુઆરી ખુલશે અને 21 જાન્યુઆરી બંધ થશે. 76.01 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 117 - 124 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર નક્કી કરવામાં આવી છે. આઈપીઓ બંધ થયા બાદ એનએસઈના એસએમઇ પર 24 જાન્યુઆર શેર લિસ્ટિંગ થશે.

8 કંપનીના શેર લિસ્ટિંગ થશે

શેરબજારમાં 13 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા સપ્તાહ દરમિયાન નવી 8 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 13 જાન્યુઆરીના રોજ સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઈનિંગનો શેર મેઇનબોર્ડ એનએસઈ, બીએસઈ પ્લેટફોર્મ પર અને બીએસઈ એસએમઈ પર ઈન્ડોબેલ ઈન્સ્યુલેશનનો શેર લિસ્ટેડ થશે. 14 જાન્યુઆરીના રોજ Quadrant Future Tek અને કેપિટલ ઈન્ફ્રા ટ્રસ્ટ Invitના શેર બીએસઈ, એનએસઈ પર લિસ્ટ થશે. તો તે જ દિવસ ડેલ્ટા ઓટોકોર્પનો શેર NSE SME પર તેમજ એવેક્સ એપેરલ્સ એન્ડ ઓર્નામેન્ટ્સ અને બીઆર ગોયલ કંપનીનો શેર BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટિંગ થવાના છે. 17 જાન્યુઆરીના રોજ એનએસઈના એસએમઈ પર સત કરતાર શોપિંગ કંપનીનો શેર લિસ્ટિંગ થવાનો છે.

આઈપીઓ બિઝનેસ શેર બજાર