iqoo 12 Smartphone: સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ સાથે પહેલો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો iQOO 12ના ફીચર્સ અને કિંમત

iqoo 12 Smartphone Launched: IQ 12 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો આ લેટેસ્ટ સ્માર્ટફોનના ફિચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત સહિત તમામ વિગતો

iqoo 12 Smartphone Launched: IQ 12 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો આ લેટેસ્ટ સ્માર્ટફોનના ફિચર્સ, સ્પેસિફિકેશન અને કિંમત સહિત તમામ વિગતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
iqoo 12 | iqoo 12 Smartphone | iqoo 12 Price | iqoo 12 Smartphone Features | IQ 12 Smartphone

iqoo 12 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે.

iQOO 12 Smartphone Launched : iQOO એ આખરે ભારતમાં તેનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં 12 ડિસેમ્બર, 2023ના રોજ નવા iQOO 12 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ પહેલો ફોન છે જે સ્નેપડ્રેગન 8 જનરલ 3 પ્રોસેસર સાથે આવે છે. એટલે કે IQએ આ મામલે OnePlus, Samsung જેવી મોટી કંપનીઓને પાછળ છોડી દીધી છે. IQ 12 એ દેશનો પહેલો નોન-પિક્સેલ ફોન છે જે પિક્સેલ 8 સિરીઝ પછી એન્ડ્રોઇડ 14 સાથે લોન્ચ થયો છે. iQOOના આ ફોનમાં 512 જીબી સ્ટોરેજ, 16 જીબી રેમ જેવા ફીચર્સ છે. ચાલો લેટેસ્ટ IQ સ્માર્ટફોન (iQOO સ્માર્ટફોન)ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જણાવીએ…

Advertisment

iQOO 12 5G સ્માર્ટફોનની કિંમત અને ઉપલબ્ધતા

દેશમાં IQ 12ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 52,999 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 57,999 રૂપિયામાં ખરીદી શકાય છે. દેશમાં સ્માર્ટફોનનું વેચાણ 14 ડિસેમ્બરથી શરૂ થશે. ફોનને આઈક્યુની વેબસાઈટ અને એમેઝોન ઈન્ડિયા પરથી ખરીદી શકાય છે.

iQOO 12 5Gના ફીચર્સ

IQ 12 સ્માર્ટફોનને ગ્લાસ અને મેટલ ડિઝાઇન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનને સફેદ અને કાળા રંગના બેક પેનલ વિકલ્પોમાં લઈ શકાય છે. સફેદ વેરિઅન્ટ ગ્લોસી સાથે આવે છે જ્યારે બ્લેક વેરિઅન્ટ મેટ ફિનિશ સાથે આવે છે.

IQ 12 5G સ્માર્ટફોનમાં 6.78 ઇંચની LTPO AMOLED ડિસ્પ્લે છે. સ્ક્રીન 1.5K રિઝોલ્યુશન (2800x1260 પિક્સેલ્સ) આપે છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 144 Hz છે. સ્ક્રીનની બ્રાઇટનેસ 1400 nits છે. આ IQ હેન્ડસેટમાં ઇન-સ્ક્રીન ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કંપનીએ આ ઉપકરણને વેટ ટચ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ કરાવ્યું છે, એટલે કે ફોન વરસાદમાં પણ સ્મૂધ ટચ આપશે. તમને જણાવી દઈએ કે OnePlus 12 માં પણ આવી જ ટેક્નોલોજી આપવામાં આવી છે.

Advertisment

આ IQ હેન્ડસેટ Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર ધરાવે છે. ડિવાઇસમાં 12 જીબી અને 16 જીબી રેમનો વિકલ્પ છે. ફોનમાં 256 અને 512 જીબી સ્ટોરેજનો વિકલ્પ છે. આ ફોન Android 14 આધારિત Funtouch OS 14 સાથે આવે છે. IQ ના આ હેન્ડસેટને ત્રણ મુખ્ય OS અને 4 સુરક્ષા અપડેટ્સ મેળવવાનું વચન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો | Redmi Pad 13 Pro Plus : 8000mAh બેટરીવાળું રેડમી પેડ થયું સસ્તું, જાણો કિંમત અને ખાસીયત

સ્માર્ટફોનના કેમેરા વિશે વાત કરીએ તો IQ 12માં 50 મેગાપિક્સલ પ્રાઈમરી, 50 મેગાપિક્સલ સેકન્ડરી અને 64 મેગાપિક્સલના ત્રણ સેન્સર છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ઉપકરણમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. ઉપકરણને પાવર કરવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 120W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ