/indian-express-gujarati/media/media_files/2026/02/24/iqoo-15r-launch-price-in-india-2026-02-24-14-53-34.jpg)
iQOO 15R Specifications And Features : આઇક્યુ 15 આર સ્માર્ટફોન 7600mAh બેટરી સાથે લોન્ચ થયો છે. Photograph: (X/iQOO)
iQOO 15R Launch : iQOO એ મંગળવારે (24 ફેબ્રુઆરી 2026) ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન આઈક્યુ 15 આર લોન્ચ કર્યો છે. નવા iQOO 15R સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen 5 ચિપસેટ, 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને મોટી 7600mAh બેટરી છે. આ આઇક્યુ સ્માર્ટફોનમાં 12 જીબી રેમ સાથે 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. જાણો લેટેસ્ટ આઈક્યુ ફ્લેગશિપ ફોનની કિંમત અને તમામ ફીચર્સ
iQOO 15R કિંમત
iQOO 15R સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 44,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 47,999 રૂપિયા અને 52,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
iQOO 15R સ્માર્ટફોન ડાર્ક નાઇટ અને ટ્રાયમ્ફ સિલ્વર કલરમાં ઉપલબ્ધ છે. આ ફોનને એમેઝોન ઈન્ડિયા અને આઈક્યુ ઈન્ડિયા સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. આ ડિવાઇસને વિવો રિટેલ સ્ટોર પરથી બપોરે 1 વાગ્યાથી ખરીદી શકાય છે.
લોન્ચ ઓફર હેઠળ, ગ્રાહકો એચડીએફસી અને એક્સિસ બેંક ક્રેડિટ, ડેબિટ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન દ્વારા ફોન ખરીદવા પર 4000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ઉપરાંત iQOO 15R ફોનની ખરીદી પર, કંપની iQOO/Vivo TWS 1,899 રૂપિયામાં ઓફર કરી રહી છે.
iQOO 15R સ્પેસિફિકેશન
ડિસ્પ્લે
આઇક્યુ 15R સ્માર્ટફોનમાં 6.59-ઇંચની 1.5K (1,260 x 2,750 પિક્સેલ) AMOLED સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટ, 5000 નિટ્સ સુધીની સ્થાનિક પીક બ્રાઇટનેસ, HDR10+ સર્ટિફિકેશન પ્રદાન કરે છે. વિવોની સબ-બ્રાન્ડના આ નવીનતમ ફોનને 144 હર્ટ્ઝ સુધી રિફ્રેશ રેટ સપોર્ટ મળે છે.
iQOO 15R સોફ્ટવેર
આ ફોન એન્ડ્રોઇડ 16 આધારિત OriginOS 6 સાથે આવે છે. હેન્ડસેટ ચાર વર્ષના એન્ડ્રોઇડ અપગ્રેડ અને 6 વર્ષના સિક્યોરિટી અપડેટ્સનું વચન આપે છે. ફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે.
iQOO 15R ચિપસેટ અને હાર્ડવેર
iQOO 15R સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 Gen5 ચિપસેટ છે. ફોનમાં 12GB સુધીની રેમ, 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. એડ્રેનો 826 ગ્રાફિક્સ માટે પ્રદાન કરવામાં આવ્યું છે.
It’s official. The power move is here.
— iQOO India (@IqooInd) February 24, 2026
iQOO 15R is now LIVE and ready to pre-book, bringing flagship-grade speed, relentless multitasking, and a cooling system engineered to stay composed under pressure.
Experience India's slimmest smartphone in 7600 mAh category*, built for… pic.twitter.com/6DmAlROcEu
iQOO 15R કેમેરા
આઇક્યુના આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો Sony LYT-700V પ્રાઇમરી રિયર કેમેરા છે જે OIS સાથે આવે છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ છે. ડિવાઇસમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર છે.
iQOO 15R બેટરી
આઇક્યુના આ મિડ-ફ્લેગશિપ ફોનને પાવર આપવા માટે, એક મોટી 7600mAh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે, જે 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં બાયપાસ ચાર્જિંગ સપોર્ટ પણ છે.
iQOO 15R ફીચર્સ
આઇક્યુ 15R સ્માર્ટફોનમાં 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 6, GPS અને USB Type-C પોર્ટ જેવા ફીચર્સ છે. આ ડિવાઇસનું માપ 157.61 x 74.42 x 7.90mm છે અને વજન લગભગ 202 ગ્રામ છે. iQOO 15R સ્માર્ટફોન ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ ક્ષમતા માટે IP68 + IP69 રેટિંગ ધરાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us