/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/iQOO-Neo-10-Smartphone.jpg)
iQOO Neo 10 price And Specifications : આઇક્યુ નિયો 10 સ્માર્ટફોન 8GB રેમ અને 16GB રેમ ઓપ્શન સાથે 128GB/256GB/512GB ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. (Photo: IqooInd)
iQOO Neo 10 Launch: આઇક્યુ નિયો 10 સીરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. થોડાક દિવસ પહેલ આ સ્માર્ટફોન વિદેશમાં રજૂ થયો હતો. iQOO Neo10 સ્માર્ટફોનમાં 6.78 ઇંચનો 1.5K 144FPS AMOLED ડિસ્પ્લે, 7000mAhની મોટી બેટરી અને 512GB ઇનબિલ્ટ સ્ટોરેજ આવે છે. નવા આઈક્યૂ હેન્ડસેટમાં 16GB સુધીની રેમ અને સ્નેપડ્રેગન 8s જેન4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ચાલો આઇક્યુ નિયો 10 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે.
iQOO Neo 10 Price : આઇક્યુ નિયો 10 કિંમત
આઇક્યુ નિયો 10 સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત 31999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 33,999 રૂપિયા અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 35,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડિવાઇસના ટોપ-એન્ડની કિંમત 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ મોડેલ માટે 40,999 રૂપિયા છે.
આ ફોન એવા ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે જે એમેઝોન ઇન્ડિયા અને આઇક્યુના ઓનલાઇન સ્ટોર પર 2 જૂનથી બપોરે 12 વાગ્યે પ્રી-બુકિંગ કરાવે છે. સાથે જ ઓપન સેલ 3 જૂનથી શરૂ થશે. આજથી હેન્ડસેટનું પ્રી-બુકિંગ શરૂ થઈ ગયું છે.
લોન્ચ ઓફરની વાત કરીએ તો હેન્ડસેટને એસબીઆઇ કાર્ડ દ્વારા 2000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે લઇ શકાય છે. ફોન પર નો-કોસ્ટ ઈએમઆઈ અને એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. જે યૂઝર્સ પ્રી-બુક કરાવે છે તેઓ ફોનથી iQOO TWS 1e TWS ઇયરબડ્સ ફ્રીમાં મેળવી શકે છે.
iQOO Neo 10 specifications : આઇક્યુ નિયો 10 સ્પેસિફિકેશન
આઇક્યુ નિયો 10 સ્માર્ટફોનમાં 6.78 ઇંચ (2800×1260 પિક્સલ) 1.5K AMOLED 20:9 ડિસ્પ્લે આવે છે. સ્ક્રીન 360 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 5500 નાઇટ્સ સુધી પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. આ હેન્ડસેટમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8s Gen 4 4nm Mobile Platform આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં Adreno 825 GPU છે.
iQOO Neo 10 સ્માર્ટફોનમાં 8GB રેમ અને 16GB રેમ ઓપ્શન સાથે 128GB/256GB/512GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આઇક્યુનો આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે.
ફોટોગ્રાફી માટે, આઇક્યુ નિયો 10 માં એપર્ચર એફ / 1.79 સાથે 50-મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો છે, જે OIS અને LED ફ્લેશ સાથે આવે છે. હેન્ડસેટમાં 8MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. કેમેરા 4K 60fps વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.
Engineered to Outplay. Priced to Outshine.
The all-new #iQOONeo10 features the Most Powerful Processor in the segment* and India's Slimmest smartphone with 7000mAh battery**.
⚡ Prebook the #iQOONeo10 now at just ₹29,999*** on @amazonIN & https://t.co/bXttwlYQef 🚀
Power… pic.twitter.com/zmksAXRuzv— iQOO India (@IqooInd) May 26, 2025
લેટેસ્ટ આઈક્યુ હેન્ડસેટમાં f/2.45 અપાર્ચર સાથે 32MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો અને સ્ટિરિયો સ્પીકર્સ છે. આ ડિવાઇસનું માપ 163.72×75.88×8.09mm છે અને તેનું વજન 206 ગ્રામ છે. સ્માર્ટફોન ધૂળ અને માટી સામે પ્રતિરોધક છે
iQOO નિયો 10 પર કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, Wi-Fi 802.11be, બ્લૂટૂથ 5.4, એનએફસી અને યુએસબી ટાઇપ-સી 2.0 નો સમાવેશ થાય છે. હેન્ડસેટને પાવર આપવા માટે 7000mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us