/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/iQOO-Z10-Lite-5G-Launch-Price.jpg)
iQOO Z10 Lite 5G Launch Price: આઈક્યુ ઝેડ 10 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 256GB સુધીનું સ્ટોરેજ, 8GB સુધીની રેમ અને AI સંચાલિત ઈમેજ એડિટિંગ જેવા ફીચર્સ આવે છે. (Photo: @IqooInd)
iQOO Z10 Lite 5G Launch In India: આઈક્યુ મોબાઈલ કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન આઈક્યુ ઝેડ 10 લાઇટ 5જી લોન્ચ કર્યો છે. લેટેસ્ટ આઈક્યુ ઝેડ10 લાઈટ 5જી સ્માર્ટફોનમાં ડિમેન્સિટી 6300 ચિપસેટ, 6000mAhની મોટી બેટરી અને 50MPનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આઈક્યુ સ્માર્ટફોનમાં 256GB સુધીનું સ્ટોરેજ, 8GB સુધીની રેમ અને AI સંચાલિત ઈમેજ એડિટિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. લેટેસ્ટ iQOO Z10 Lite 5G કિંમત અને ફીચર્સ સાથે જોડાયેલી તમામ વિગતો જાણો
iQOO Z10 Lite 5G Price In India : આઈક્યુ ઝેડ10 લાઈટ 5જી કિંમત
આઈક્યુ ઝેડ10 લાઈટ 5જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 12,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ હેન્ડસેટ સાયબર ગ્રીન અને ટાઇટેનિયમ બ્લૂ કલરમાં ઉપલબ્ધ છે. હેન્ડસેટનું વેચાણ 25 જૂનથી એમેઝોન અને iQOO ઇન્ડિયા ઇ-સ્ટોર પર શરૂ થશે. લોન્ચ ઓફર હેઠળ આઈક્યૂ ફોન પર 500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
iQOO Z10 Lite 5G Specifications : આઈક્યુ ઝેડ 10 લાઇટ 5જી સ્પેસિફિકેશન
iQOO Z10 Lite 5G સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funntouch OS 15 સાથે આવે છે. ફોનમાં બે વર્ષ માટે એન્ડ્રોઈડ અપડેટ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપવામાં આવ્યું છે.
આઈક્યુ ઝેડ 10 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 6.74 ઇંચની એચડી+ (720×1,600 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1000 એનઆઈટી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી સુધીની રેમ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 8 જીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટમાં 128GB અને 256GB સ્ટોરેજના વિકલ્પ આવે છે.
🔦 Lights on. Shadows gone.
Whether it’s late-night clicks or blackout moments, the #iQOOZ10Lite’s High Brightness Flashlight is built to shine brighter when it matters most.
Small detail. Big difference.#iQOOZ10Lite#FullyLoaded#iQOOZ10LiteLaunch#AmazonSpecialspic.twitter.com/H628dw6puB— iQOO India (@IqooInd) June 18, 2025
ફોટોગ્રાફી માટે આઇક્યૂ ઝેડ10 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો સોની એઆઇ કેમેરા સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 2 મેગાપિક્સલનું બોકેહ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં એઆઈ ફીચર્સ, એઆઈ ઇરેઝ, એઆઇ ફોટો એન્હાન્સર અને એઆઇ ડોક્યુમેન્ટ મોડ્સ આપવામાં આવ્યા છે.
આઈક્યુ ઝેડ 10 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 6000mAhની મોટી બેટરી છે જે 15W ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં સિંગલ ચાર્જમાં 70 કલાક સુધીનો મ્યુઝિક પ્લેબેક ટાઇમ, 37 કલાક સુધીનો કોલિંગ ટાઇમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આઈક્યુ કંપનીનું કહેવું છે કે, 10000 થી ઓછી કિંમતમાં 6000mAh બેટરી સાથે ઉપલબ્ધ આ પ્રથમ સ્માર્ટફોન છે.
કનેક્ટિવિટી માટે આઇક્યુ ઝેડ10 લાઇટ 5જી સ્માર્ટફોનમાં 5જી, બ્લૂટૂથ 5.4, વાઇ-ફાઇ 5, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ફોનમાં IP64 રેટેડ ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ હેન્ડસેટમાં એસજીએસ ફાઇવ-સ્ટાર એન્ટિ-ફોલ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. હેન્ડસેટ એમઆઇએલ-એસટીડી-810એચ સર્ટિફિકેશન સાથે આવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us