iQOO Z10R 5G Launch: ધાંસુ વોટરપ્રુફ 5G સ્માર્ટફોન લોન્ચ, 5700mAh બેટરી અને 256 GB સ્ટોરેજ, જાણો કિંમત

iQOO Z10R 5G Launch In India : આઇક્યુ ઝેડ 10 આર 5જી સ્માર્ટફોન 256GB સ્ટોરેજ, 12GB સુધીની રેમ અને 5700mAhની મોટી બેટરી સાથે આવે છે. જાણો કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર

iQOO Z10R 5G Launch In India : આઇક્યુ ઝેડ 10 આર 5જી સ્માર્ટફોન 256GB સ્ટોરેજ, 12GB સુધીની રેમ અને 5700mAhની મોટી બેટરી સાથે આવે છે. જાણો કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
iQOO Z10R 5G Display and Performance | iQOO Z10R 5G launch | iQOO Z10R 5G price

iQOO Z10R 5G India Launch : આઈક્યુ ઝેડ10આર 5જી સ્માર્ટફોન IP68/IP69 રેટિંગ ધરાવે છે. (Photo: @IqooInd)

iQOO Z10R 5G Price in India: આઈક્યુ એ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન આઈક્યુ ઝેડ 10 આર 5જી લોન્ચ કર્યો. iQOO Z10R કંપનીનો નવો ફોન છે અને તે 12GB સુધીની રેમ, મીડિયાટેક ડાયમેન્સિટી 7400 ચિપસેટ અને ડસ્ટ અને વોટરપ્રૂફ રેઝિસ્ટન્ટ (IP68+IP69 રેટિંગ) સાથે આવે છે. આઈક્યુના આ હેન્ડસેટમાં 5700mAhની મોટી બેટરી, 32MPનો સેલ્ફી કેમેરો આવે છે. જાણો નવા IQ Z10R 5G સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે.

Advertisment

iQOO Z10R 5G Price In India : આઈક્યુ ઝેડ 10 આર 5જી કિંમત

આઈક્યુ ઝેડ10આર 5જી સ્માર્ટફોનના 8GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,499 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 21,499 રૂપિયામાં રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે ટોપ એન્ડ 12જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,499 રૂપિયા છે. આ હેન્ડસેટને એક્વામરીન અને મૂનસ્ટોન કલરમાં રજૂ કરવામાં આવ્યો છે. ફોનનો સેલ 29 જુલાઈથી એમેઝોન અને iQOO ઈન્ડિયા ઈ-સ્ટોર પર શરૂ થશે.

લોન્ચ ઓફર હેઠળ આઈક્યૂના આ સ્માર્ટફોનને પસંદગીના બેંક કાર્ડ સાથે 2000 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. એટલે કે 17,499 રૂપિયાની પ્રારંભિક કિંમતે ફોન ખરીદવાની તક છે. સ્માર્ટફોનને 6 મહિના સુધીના નો કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન પર પણ ખરીદી શકાય છે.

Advertisment

iQOO Z10R 5G Specfifcaitons : આઈક્યુ ઝેડ 10 આર સ્પેસિફિકેશન

IQOO Z10R 5G સ્માર્ટફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Funtouch OS 15 સાથે આવે છે. આ ફોનને 2 વર્ષ માટે એન્ડ્રોઇડ અને 3 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ મળવાનું વચન આપવામાં આવ્યું છે. આઈક્યુ ઝેડ10આર 5જી સ્માર્ટફોન IP68/IP69 રેટિંગ ધરાવે છે,જે પાણી અને ધૂળ સામે પ્રતિકારક ક્ષમતા છે.

લેટેસ્ટ આઇક્યુ ઝેડ10આર 5જી સ્માર્ટફોનમાં 6.77 ઇંચની ફુલએચડી+ (1,080×2,392 પિક્સલ) ક્વાડ કર્વ્ડ એમોલેડ ડિસ્પ્લે છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1800 નાઇટ્સ પીક બ્રાઇટનેસ ધરાવે છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 7400 ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પો છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G